થાઇલેન્ડમાં મળ્યો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ

થાઇલેન્ડમાં ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ મળી આવ્યો છે, જે માનવોને ચેપ લગાવી શકે છે. ટોક્યો યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ્સની એક ટીમે આ શોધ કરી છે. આ વાયરસ SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાયરસ) જેવો જ છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે તે તાત્કાલિક કોઈ મોટી મહામારી ફેલાવે તેવી શક્યતા નથી, પરંતુ તે ભવિષ્યમાં જોખમ ઉભું કરી શકે છે. આ શોધથી વૈજ્ઞાનિકોને વાયરસ પર દેખરેખ રાખવા માટે ચેતવણી મળી છે.

ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર કેઇ સાતોની આગેવાની હેઠળની ટીમે થાઇલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં ઘોડાની નાળ જેવા કાનવાળા ચામાચીડિયામાં આ નવો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ ક્લેડ બી નામના ગ્રુપનો છે. આ SARS-CoV-2 સાથે સંબંધિત કોરોનાવાયરસનો એક નવો સમૂહ છે. સંશોધકોએ ચામાચીડિયામાંથી નમૂનાઓ એકત્રિત કરીને તેમને પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા. આ અભ્યાસ 6 મે, 2026ના રોજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ ‘Cell’માં પ્રકાશિત થયો હતો.

આનુવંશિક રીતે આ વાયરસ COVID-19 વાયરસથી ખૂબ નજીક છે. પ્રયોગશાળાના જાણવા મળ્યું કે તે માનવ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે, એટલે કે તેમાં માનવોમાં ઘૂસવાની ક્ષમતા છે. જો કે, સારી વાત એ છે કે વાયરસ ધીમે-ધીમે વધે છે અને પ્રાણીઓમાં ચેપ ફેલાયો નથી.

corona1
asia.nikkei.com

વાયરસ કેટલો ખતરનાક છે?

પ્રોફેસર કેઇ સાતો અને તેમની ટીમના મતે, આ વાયરસ હાલમાં મનુષ્યો માટે તાત્કાલિક જોખમી નથી. હાલની COVID-19 રસીઓ અને ઉપચારાત્મક દવાઓ આ નવા વાયરસ સામે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં આ વાયરસ નબળો સાબિત થયો છે. તેમ છતાં, વૈજ્ઞાનિકો ચિંતિત છે કારણ કે ચામાચીડિયામાં જોવા મળતા વાયરસ સતત બદલાતા રહે છે. જો તેમાં એક નાના ફેરફાર આવ્યો તો વધુ ચેપી અને ખતરનાક બની શકે છે. એવું અનુમાન છે કે આ વાયરસ યુનાન (ચીન) અથવા ઉત્તરી લાઓસથી આવ્યો હોઇ શકે છે અને ચામાચીડિયાની વસ્તી દ્વારા થાઇલેન્ડ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયો હોઈ શકે છે.

પ્રકૃતિમાં હજારો પ્રકારના વાયરસ અસ્તિત્વમાં છે, અને ચામાચીડિયા વાયરસોના ભંડાર છે. એશિયામાં ચામાચીડિયાને સતત દેખરેખ હેઠળ રાખવા જોઈએ. હાલમાં, આ નવા વાયરસથી કોઈ માનવ સંક્રમિત થયાના કોઈ અહેવાલ નથી. તેમ છતા આરોગ્ય અધિકારીઓ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. વ્યક્તિઓએ ચામાચીડિયાની નજીક જવા અથવા તેમના મળમૂત્રથી દૂષિત વિસ્તારોમાં જવા માટે સાવચેતી રાખવી જોઈએ.

corona2
who.int

COVID-19 મહામારી પછી સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે. આ નવા વાયરસની શોધ સમયસર થઈ છે. આ અગાઉ પણ, થાઈલેન્ડમાં RacCS203 નામનો વધુ એક SARS-CoV-2-સંબંધિત વાયરસ પણ મળી આવ્યો હતો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી શોધોથી આપણે ભવિષ્યની મહામારીને રોકી શકીએ છે. નિયમિત દેખરેખ, સંશોધન અને તૈયારી ખૂબ જરૂરી છે. સામાન્ય લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી; જોકે, જંગલો, ગુફાઓ અથવા ચામાચીડિયાવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી જોઈએ.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.