PSLના પહેલા દિવસે પાકિસ્તાનની ઈજ્જતના કાકરા થયા, ખેલાડીઓની જર્સીથી સફેદ બૉલ ગુલાબી થતા મચ્યો હોબાળો

પાકિસ્તાન સુપર લીગ (PSL 2026ની શરૂઆત વિવાદ સાથે થઈ છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં એક એવી ઘટના બની, જેણે લીગની તૈયારીઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કુલ મળીને, આ લીગ (PSL)ની પહેલા દિવસે જ ઘોર બેઇજ્જતી થઈ ગઈ. જેના કારણે ઘણા ફેન્સે સવાલ પણ ઉઠાવ્યા.

PSL3
x.com/thecricketgully

PSLની પહેલી મેચ ગુરુવારે (26 માર્ચ)ના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે ટક્કર થઈ હતી. મેચ દરમિયાન સફેદ બૉલનો રંગ બદલાઈને ગુલાબી થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કિંગ્સમેનના ખેલાડીઓની જર્સીમાંથી રંગ બૉલ પર લાગી રહ્યો હતો, જેના કારણે તે ધીમે-ધીમે ગુલાબી થઈ ગયો અને અંતે લાલ દેખાવા લાગ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હૈદરાબાદ કિંગ્સમેનના કેપ્ટન માર્નસ લાબુશેને તેના પર ધ્યાન આપ્યું. તેણે તાત્કાલિક અમ્પાયરો સમક્ષ ફરિયાદ કરી અને ત્યારબાદ બોલ બદલવાની જરૂર પડી. આ દરમિયાન મેદાન પર એક અજીબોગરીબ સ્થિતિ બની ગઇ.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં લાબુશેને પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, તેણે પોતાની આખી કારકિર્દીમાં ક્યારેય એવી પરિસ્થિતિ જોઈ નથી કે જ્યાં કપડાંઓના કારણે બોલનો રંગ બદલાઈ જાય. તેણે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે ખેલાડીઓ તેને પોતાના કપડાં પર ઘસે છે, પરંતુ બૉલ પર આ રીતે રંગ ઉતરવો અત્યંત અસામાન્ય છે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે બેટ અથવા પેડના સંપર્કમાં આવવાથી બૉલ સામાન્ય ઝાંખો પડી શકે છે, પરંતુ જર્સીમાંથી આ પ્રકારે પહેલી વખત રંગ બદલાતો જોવા મળ્યો. તેણે આશા પણ વ્યક્ત કરી કે ફ્રેન્ચાઇઝી માલિકો આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવશે.

હાર છતા કિંગ્સમેન ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મજાકિયા અંદાજમાં પોસ્ટ શેર કરી, જેમાં વિરોધી ટીમને PSLની પહેલી પિંક-બૉલ મેચ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ, લીગની ભારે ટીકા થઇ રહી છે. ક્રિકેટ ફોન્સ અને નિષ્ણાતો બંને પ્રશ્ન કરી રહ્યા છે કે પ્રોફેશનલ ટૂર્નામેન્ટમાં આટલી નબળી ગુણવત્તાની કીટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો.

PSL2
indiatoday.in

PSL 2026ની પહેલી મેચમાં, લાહોર કલંદર્સે શાનદાર રમત બતાવતા હૈદરાબાદ કિંગ્સમેનને 69 રનથી હરાવી દીધી. પ્રથમ બેટિંગ કરતા લાહોરે સીમિત 20 ઓવરમાં કુલ 199 રન બનાવ્યા હતા, કિંગ્સમેન સામે 200 રનનો ટારગેટ રાખ્યો હતો. જવાબમાં, હૈદરાબાદની ટીમ માત્ર 130 રન જ બનાવી શકી. આ મેચમાં, લાહોરના ફખર ઝમાને શાનદાર બેટિંગ કરતા 53 રન બનાવ્યા અને તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. લાહોર ટીમે દરેક વિભાગમાં સારું પ્રદર્શન કરીને સરળ જીત હાંસલ કરી હતી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.