આ રહ્યા ત્રણ સંકેતો... ભારતીય શેરબજારમાં આવી શકે છે મોટો ઘટાડો, US માર્કેટ થયું ક્રેશ!

શેરબજાર હાલમાં દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યું છે. શુક્રવારે તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, કારણ કે વૈશ્વિક સેન્ટિમેન્ટ નકારાત્મક રહ્યું અને ભૂ-રાજકીય તણાવ ઓછો થવાના કોઈ સંકેતો દેખાતા નથી. આ દરમિયાન, એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે સોમવારે ભારતીય શેરબજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. આ દલીલને ત્રણ સંકેતો સમર્થન આપે છે.

Stock-Market-Crash3
hindi.moneycontrol.com

પ્રથમ સંકેત વૈશ્વિક બજાર છે, જેમાં ગઈકાલે રાત્રે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે રાત્રે US માર્કેટમાં ખુબ મોટો ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 793.47 પોઈન્ટ (-1.73 ટકા) ઘટીને 45,166.64 પર બંધ થયો. S એન્ડ P 112 પોઈન્ટ (1.73 ટકા) ઘટીને 6,424 પર બંધ થયો. હાલમાં, ડાઉ ફ્યુચર્સ 900 પોઈન્ટ અથવા લગભગ 2 ટકાના ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. પરિણામે, સોમવારે ભારતીય બજારને અસર થઈ શકે છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડૉલરની નીચે ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ બે દિવસમાં, તેલએ તેનો સાચો રંગ બતાવી દીધો. તે હવે 112 ડૉલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. શુક્રવારે, તે 4.22 ટકા વધીને 112.570 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. WTI ક્રૂડ ઓઇલ 5.46 ટકા વધીને 99.640 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે, જે બજારના ખુબ વધારે દબાણને દર્શાવે છે.

Stock-Market-Crash2
amarujala.com

આ સાથે જ કુદરતી ગેસના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય કોમોડિટી બજારમાં ગેસોલિનના ભાવ 3.83 ટકા વધીને 3.2501 પર પહોંચી ગયા છે.

ડૉલર સામે રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, જેના પરિણામે તેલ અને ગેસ ખરીદી માટે ડૉલરનો ખર્ચ વધી રહ્યો છે અને નિકાસમાં પણ અવરોધ આવી રહ્યો છે. વિદેશી રોકાણકારોનું પણ ભારતીય બજારમાંથી વેચાણ ચાલુ રહ્યું છે.

Stock-Market-Crash
aajtak.in

માર્ચ મહિનામાં જ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ વેચી દીધી છે. પરિણામે, રૂપિયો હવે 95ના સ્તરની નજીક પહોંચી ગયો છે અને દરરોજ તેના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી રહ્યો છે. સોમવારે બજાર ખુલશે ત્યારે ફરીથી દબાણ જોવા મળી શકે છે, જેની અસર ભારતીય શેરબજાર પર પડશે.

શુક્રવારે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ 1690 પોઈન્ટ અથવા 2.25 ટકા ઘટીને 73,583 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 486 પોઈન્ટ અથવા 2.09 ટકા ઘટીને 22,819 પર બંધ થયો. આ ઘટાડા દરમિયાન રોકાણકારોને રૂ. 9 લાખ કરોડનું નુકસાન થયું.

Stock-Market-Crash1
aajtak.in

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે વધુ 10 દિવસનો સમય આપ્યો છે. અને સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ 6 એપ્રિલ સુધી ઈરાનના ઉર્જા માળખા પર હુમલો કરશે નહીં. તેમણે દાવો કર્યો છે કે ઈરાન કોઈપણ રીતે આ સમજૂતી માટે ભીખ માંગી રહ્યું છે. સોદો પૂર્ણ કરવા માટે અમારી વચ્ચે સારી ચર્ચા ચાલી રહી છે.

નોંધ: શેરબજારમાં તમારે કોઈપણ સ્ટોકમાં તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.

About The Author

Related Posts

Top News

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18...
Gujarat 
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

90 વર્ષની સાસુના વજનથી વાંકી વળી ગયેલી એક મહિલા, ધોમધખતા તડકામાં જંગલના રસ્તાઓ, ઉબડ ખાબડ રસ્તાઓ અને નદી...
National 
90 વર્ષના સાસુને પીઠ પર ઉઠાવી 1500 રૂપિયા લેવા માટે 9 કિલોમીટર ચાલીને બેંક પહોંચી વહુ

કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...

સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે ગુજરાતમાં પણ સક્રિય બની રહી છે. મહારાષ્ટ્રના અને...
Gujarat 
કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...
Copyright (c) Khabarchhe All Rights Reserved.