11000 જગ્યા માટે ગુજરાતમાં ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે ગૂડ ન્યૂઝ સામે આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક છે. લાંબા સમય બાદ આવી રહેલી આ બમ્પર ભરતીને કારણે TET-1 પાસ હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિદ્યાસહાયકની ભરતી માટે મહત્ત્વની તારીખો અને સમયમર્યાદા

જાહેરાત ક્રમાંક 01/2026 અનુસાર, સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી હાથ ધરવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 15 એપ્રિલ, 2026 (સવારે 12:00 વાગ્યાથી)

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24 એપ્રિલ, 2026 (બપોરે 3:00 વાગ્યા સુધી)

સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ: 24 એપ્રિલ, 2026 (સાંજે 5:00 વાગ્યા સુધી)

લાયકાતના ધોરણો

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન)ની પદવી હોવી અનિવાર્ય છે.

ઉમેદવારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.

Vidyasahayak-Bharti-2026
gujaratsamachar.com

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8માં નવા શિક્ષકોની ભરતી એટ્લે કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે છે. તેમજ વિદ્યાસહાયકને પ્રથમ 5 વર્ષ ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવા માટે TET-1 અથવા TET-2 પાસ કરેલી હોવી જરૂરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા આ ભરતી મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Vidyasahayak-Bharti-20261
gujaratsamachar.com

ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ મુજબ આ પરીક્ષા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. ઉમેદવારો પોતાના કોલ લેટર 1 એપ્રિલ, 2026 બપોરે 2:00  વાગ્યાથી 12 એપ્રિલ, 2026 બપોરે 12:00 વાગ્યા સુધી OJAS અને SEBની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે ઉમેદવારોએ નિયમિત વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.

GPSC દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 તથા ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ-1 અને 2 સહિત કુલ 224 જગ્યાઓ માટે મહત્ત્વપૂર્ણ ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 1/2026-27થી 4/2026-27 માટે ઉમેદવારો 1 એપ્રિલ 2026 બપોરે 1:00 વાગ્યાથી 15 એપ્રિલ 2026 રાત્રે 11:59 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, જ્યારે જાહેરાત ક્રમાંક 5/2026-27 માટે અરજી પ્રક્રિયા 2 એપ્રિલ 2026થી શરૂ થશે, જે 16 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.