વિશાખાપટ્ટનમમાં શ્રદ્ધા વૉકર જેવી ઘટના, બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનું કાસળ કાઢી શરીરના ટુકડા કરીને...

આંધ્ર પ્રદેશના વિઝાગ શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે શ્રદ્ધા વૉકર સાથે જોડાયેલા જઘન્ય ગુનાની યાદ અપાવી દીધી છે. અહીં, એક 35 વર્ષીય નૌકાદળના અધિકારીએ તેની ગર્લફ્રેન્ડનો જીવ લઈ લીધો અને તેના શરીરને નાના-નાના ટુકડાઓ કરીને ફ્રીજમાં રાખી દીધા હતા. આ ટુકડાઓને ધીમે-ધીમે ડિસ્પોઝ કરી રહ્યો હતો. તેણે યુવતીનો અડધો હિસ્સો બાળીને ડિસ્પોઝ કરી દીધો હતો. જોકે, આ દરમિયાન તે ભાંગી પડ્યો અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે.

આ ઘટના ગજુવાકા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા એલ.વી. ​​નગરમાં બની હતી. પીડિતાની ઓળખ 29 વર્ષની મોનિકા તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ સી.એચ. રવિન્દ્ર છે. તે નૌકાદળમાં ટેક્નિશિયન છે અને વિજયનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી છે; તેનું પૈતૃક ઘર શ્રીકાકુલમ જિલ્લાના પાલાકોંડામાં છે.

Girlfriend
x.com/sirajnoorani

પોલીસે જણાવ્યું કે રવિન્દ્ર પરિણીત હતો અને વિઝાગ શહેરની રહેવાસી મોનિકા સાથે અફેર ચાલી રહ્યું હતું. બંને છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હતા. રવિન્દ્રએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા, જેના કારણે મોનિકા સાથે ઝઘડો થયો હતો. જોકે તેણે મોનિકાને ખાતરી આપી હતી કે તે તેની પત્નીને છૂટાછેડા આપી દેશે, પરંતુ તેણે આમ ન કર્યું.

મોનિકા સતત તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોનિકા રવિન્દ્રને ચેતવણી આપી હતી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે, તો તે તેની પત્ની અને બીજા બધાને તેમના સંબંધો બાબતે જણાવી દેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની ગર્ભવતી છે; તે ગયા અઠવાડિયે તેના ડિલિવરી માટે વિજયનગરમમાં તેના પિયરે જતી રહી હતી. પત્ની પિયરે ગયા બાદ રવિન્દ્ર તેના ઘરે એકલો હતો.

Girlfriend3
x.com/HateDetectors

રવિવાર 29 માર્ચના રોજ બપોરે રવિન્દ્રએ મોનિકાને ફોન કર્યો અને તેને તેના ઘરે બોલાવી હતી. મોનિકા બપોરે તેના ઘરે પહોંચી. બંને ઘણા કલાકો સુધી ઘરની અંદર રહ્યા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સાંજે તેમની વચ્ચે ઝઘડો થઇ ગયો. ગુસ્સામાં આવીને રવિન્દ્રએ મોનિકા પર છરી વડે વાર કરીને કાસળ કાઢી નાખ્યું અને તેના શરીરના ટુકડા કરી દીધા. તેણે મોનિકાના શરીરના કેટલાક ભાગોને બેગમાં ભરી દીધા અને ધારાપાલેમ નજીક એકાંતની જગ્યાએ જઈને બાળી નાખ્યા હતા. જ્યારે બાકીના ભાગોને ઘર પર પોતાની ફ્રીજમાં રાખી દીધા હતા.

પોલીસે જણાવ્યું કે ત્યારબાદ રવિન્દ્ર પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કર્યો અને આત્મસમર્પણ કરી દીધું. અધિકારીઓએ તેના ઘરેથી શરીરના કેટલાક ભાગો જપ્ત કર્યા. જોકે, માથું ગાયબ હતું, અને અધિકારીઓને શંકા છે કે રવિન્દ્રએ ક્યાંક દૂર તેનો નિકાલ કરી દીધો હશે. માથું અને શરીરના બાકીના ભાગો શોધવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.