રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે અને મોદી સરકારને ઉથલાવવા માટે ‘અરાજકતા ફેલાવવાનો’ આરોપ લગાવ્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કોંગ્રેસના લઘુમતી વિભાગ (Minority Department) ની સલાહકાર પરિષદની બેઠકમાં કથિત રીતે કહ્યું હતું કે મોદી સરકાર એક વર્ષમાં પડી જશે. આ નિવેદન સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીનો ‘પ્લાન’ ખુલ્લો પડી ગયો છે.

09

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, ‘રાહુલ ગાંધીનું આ નિવેદન ભારતને અસ્થિર કરવાનું સપનું જોતી ટૂલકિટ ગેંગ અને તમામ વિરોધ પક્ષો સાથે મળીને કોંગ્રેસ દ્વારા દેશ વિરુદ્ધ રચવામાં આવી રહેલા એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. આ કોઈ સામાન્ય નિવેદન નથી પરંતુ દેશમાં અરાજકતા ફેલાવવાનું એક ગંભીર કાવતરું છે.’

ગોયલે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ પર ‘ભારત પ્રત્યે નફરત રાખવાનો’ વધુ એક આરોપ લગાવતા ઉમેર્યું, ‘દેશને બદનામ કરવો, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું અને વિદેશ જઈને ભારતીય આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે વિદેશી શક્તિઓને અપીલ કરવી — આ બધું દર્શાવે છે કે કોંગ્રેસનો અસલી ઈરાદો શું છે?’

બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કોંગ્રેસ સાંસદ પર દેશભરમાં રમખાણો ભડકાવીને મોદી સરકારને તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. પાત્રાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું, ‘લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ધૃષ્ટતા બતાવી છે. ગઈકાલે એક બેઠકમાં તેમણે કહ્યું કે મોદી સરકાર એક વર્ષમાં પડી જશે. રાહુલ ગાંધી દેશમાં રમખાણો ભડકાવીને અને અરાજકતા દ્વારા સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધીની આ ટિપ્પણી ‘ભારતમાં લોકશાહીનો અંત લાવવા’ માટેના ‘વિદેશી એજન્ડા’ તરફ સંકેત કરે છે. તેમણે કહ્યું, ‘ભારતમાં બંધારણ સર્વોપરી છે અને લોકશાહીનો વિજય થાય છે. આ ભારતની 140 કરોડ જનતાની સરકાર છે. સોરોસ  સહિતના તમારા વિદેશી આકાઓ આ દેશનું કંઈ બગાડી શકશે નહીં.’

ભાજપના અન્ય એક નેતા પ્રદીપ ભંડારીએ પણ આ ટિપ્પણી બદલ રાહુલ ગાંધીની ટીકા કરતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા ‘ફરીથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે.’ 'X' પરની એક પોસ્ટમાં ભંડારીએ રાહુલ ગાંધીના નિવેદનની મજાક ઉડાવી હતી અને સવાલ કર્યો હતો કે ‘વિદેશ પ્રવાસોથી પાછા ફર્યા પછી રાહુલ ગાંધી બરાબર કયા નશામાં છે.’

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

કોંગ્રેસ સમિતિની બેઠકમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે. લોકસભાના વિપક્ષી નેતાએ દાવો કર્યો હતો કે દેશમાં વધી રહેલો આર્થિક અસંતોષ આ સરકારના પતન પાછળનું એક મુખ્ય કારણ બનશે.

08

આ ઉપરાંત, છેલ્લા એક સપ્તાહથી રાહુલ ગાંધી NEET UG પેપર લીક મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય અને આક્રમક રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કોંગ્રેસની માંગને દોહરાવતા, કોંગ્રેસ નેતાએ પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અંગે અસંખ્ય પોસ્ટ કરી છે.

રાહુલ ગાંધીએ PM મોદીના ઇટાલી પ્રવાસ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે 'X' પર લખ્યું, ‘જ્યારે મોદીજી ઇટાલીમાં કેન્ડી વહેંચતી વખતે રીલ્સ બનાવી રહ્યા હતા, ત્યારે ભારતમાં પેપર લીકથી પીડિત યુવાનો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી રહ્યા હતા. કારણ કે NEET પેપર લીકે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું છે. ઘણા બાળકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. અને મોદીજીએ ન તો આની જવાબદારી લીધી, ન તો ધર્મેન્દ્ર પ્રધનને હટાવ્યા, કે ન તો એક પણ શબ્દ બોલ્યા.’

કોંગ્રેસ સાંસદે દેશભરમાં NEET પેપર લીક અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના વીડિયો પણ રીપોસ્ટ કર્યા છે. તેમણે 'X' પર લખ્યું, ‘જ્યારે લાખો યુવાનો રસ્તા પર હોય, 22 લાખ બાળકોનું ભવિષ્ય દાવ પર હોય અને PM મૌન રહે — ત્યારે સમજવું કે સરકાર જવાબ આપવામાં નહીં, પરંતુ જવાબદારીમાંથી છટકવામાં વ્યસ્ત છે.’

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.