- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 27-07-2026
દિવસ: સોમવાર
મેષ: પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય.
વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થતો જણાય, ધારેલી સફળતા પ્રાપ્ત થાય, નિરાશાવાદી વલણ દેખાય.
મિથુન: ચિંતા અને અશાંતિના વાદળો દૂર થતા જણાય, પરિસ્થિતિ સાનુકુળ બને, પ્રસન્નતાનો અનુભવ થાય.
કર્ક: આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી બનાવવું જરૂરી છે, નાણાભીડ વધે.
સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય, કૌટુંબિક સંવાદીતા.
કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્નેહીજનોનો સહકાર મળે, નાણાભીડ દૂર થાય.
તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત, પ્રવાસ ફળે.
વૃશ્વિક: આરોગ્ય નબળું રહે, ભાગ્યના આધારે તમારા સંજોગો અનુકુળ બનતા જણાય, તબિયતની કાળજી લેવી.
ધન: આર્થિક, સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ પૂર્ણ વાતાવરણ સર્જાય, આવક કરતા જાવક વધે.
મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, મતભેદ ન થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.
કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે, વાદ-વિવાદ ટાળવો, શેર-સટ્ટામાં લાભ મળે.
મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો, વિઘ્નોનો અંત આવે, સ્વજનથી મિલનના યોગ બને.

