‘મારો યોગ્ય ઉપયોગ ન થયો’, શાર્દુલ ઠાકુરે ગિલ અને ગંભીર પર સવાલ ઉઠાવ્યા, આપ્યું આ નિવેદન

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર અને મુંબઈના કેપ્ટન શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમમાં પોતાની વાપસીની ઇચ્છા વ્યક્ત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. 34 વર્ષીય ખેલાડીનું માનવું છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણી દરમિયાન ટીમ મેનેજમેન્ટે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નહોતો. આમ છતાં, ઠાકુરે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઇન્ડિયા માટે ફરીથી રમવાની તેમની આશા જીવંત છે, અને જો તક મળે તો તે દેશ માટે પોતાનું શ્રેષ્ઠ આપવા તૈયાર છે.

ગયા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શાર્દુલ ઠાકુરને ફક્ત બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું; ભારત લીડ્સમાં મેચ હારી ગયું હતું, જ્યારે માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પ્રવાસને યાદ કરતા ઠાકુરે બોલિંગના ઉપયોગ અને વ્યૂહાત્મક નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવ્યા. ઓલરાઉન્ડર તરીકે રમતા તેને તે બે ટેસ્ટમાં ફક્ત 27 ઓવર બોલિંગ કરવાની તક આપવામાં આવી હતી. તેણે કહ્યું કે, મને લાગે છે કે ઇંગ્લેન્ડમાં મારો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. મારી પાસે ખૂબ ઓછી બોલિંગ કરાવવામાં આવી અને ખોટા ફેઝમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું કહીશ કે ગણતરીની ભૂલો હતી.

gambhir
moneycontrol.com

નોંધનીય છે કે શુભમન ગિલ તે પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો, જ્યારે મુખ્ય કોચની જવાબદારી ગૌતમ ગંભીર જ નિભાવી રહ્યા હતા. એટલે કે એક રીતે, શાર્દુલ ઠાકુરે કેપ્ટન અને કોચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવ્યો છે, જેના પરિણામે તેને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પૂરતી તકો મળી નહોતી.

પ્રવાસ પર તેની બેટિંગમાં ઠાકુરે 1, 4 અને 41 રનની ઇનિંગ્સ રમી હતી. પોતાની ભૂલ સ્વીકારતા તેણે કહ્યું કે, બેટિંગની દૃષ્ટિએ, લીડ્સમાં મારી ભૂલ હતી કે હું ખરાબ શોટ રમ્યો. જોકે, મેં માન્ચેસ્ટરમાં ઉત્તમ બેટિંગ કરી; ત્યાં આકાશમાં વાદળો હતા, બોલ સ્વિંગ થઈ રહ્યો હતો, અને પીચવી ચોક્કસ લંબાઈથી ઉછાળ આપતી નહોતી. મેં તે મુશ્કેલ સ્પેલનો સામનો કર્યો, અને ભારતે પ્રથમ ઇનિંગ્સમાં મજબૂત સ્કોર બનાવ્યો, જેણે ડ્રો કરાવવામાં મદદ કરી.

gambhir
moneycontrol.com

શાર્દુલ ઠાકુરે લગભગ 12 મહિના પહેલા ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે શ્રેણી 2-2 થી ડ્રો રહી હતી. આ બાબતે બોલતા શાર્દુલે કહ્યું કે, હું 100 ટકા ભારત માટે ફરીથી રમવાની ઇચ્છા ધરાવું છું; હંમેશાં મારા મગજમાં આ વાત ચાલતી રહે છે. ભલે તમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હોય, હું માનું છું કે 'આશા' એક શક્તિશાળી શબ્દ છે. જ્યાં સુધી આશા જીવંત છે, ત્યાં સુધી કંઈપણ શક્ય છે.

About The Author

Related Posts

Top News

સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર સાઉદી અરામકોએ ઓગસ્ટમાં ભારત સહિત એશિયન ગ્રાહકોને પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ (OSP)...
Business 
સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલની કિંમતમાં 11 ડૉલરનો ઘટાડો કર્યો! પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

સરકારે જણાવ્યું કેમ ફિલ્મ 'સતલુજ'ને Zee5 પરથી હટાવવી પડી, જાણો પ્રતિબંધ પાછળનું 'કડવું સત્ય'

જો તમે દિલજીત દોસાંઝના ચાહક છો, તો તમે કદાચ આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદથી વાકેફ હશો. ઇન્ટરનેટ પરથી તેને...
Entertainment 
સરકારે જણાવ્યું કેમ ફિલ્મ 'સતલુજ'ને Zee5 પરથી હટાવવી પડી, જાણો પ્રતિબંધ પાછળનું 'કડવું સત્ય'

કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, ભવિષ્યમાં દિલ્હીની બસો મ્યુનિસિપલ કચરામાંથી...
National 
કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

19 જુલાઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતા જ ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ થઇ જશે. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 23 જુલાઈથી શરૂ...
Sports 
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.