હોન્ડાએ ભારતમાં 4 નવી બાઇક લોન્ચ કરી; કિંમત ₹10 લાખથી ₹44 લાખ સુધી

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં ચાર નવી બાઇક અને સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીના આ બધા મોડેલ મોટા કદના છે. બ્રાન્ડે CB750 હોર્નેટ ઇ-ક્લચ અને XL750 ટ્રાન્સએલ્પ ઇ-ક્લચ રજૂ કર્યા છે. સાથે જ, કંપનીએ ગોલ્ડ વિંગને નવા રંગ વિકલ્પો સાથે અપડેટ કરી છે.

કંપનીના પોર્ટફોલિયોમાં બ્રાન્ડની ફ્લેગશિપ મોટરસાઇકલ CBR1000RR-R ફાયરબ્લેડ SP પણ શામેલ છે. જે બ્રાંડની ફ્લેગશિપ ટુ-વ્હીલર છે. આ ચારેય ટૂ-વ્હીલર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને હોન્ડા બિગવિંગ અને ટોપલાઇન ડીલરશીપ દ્વારા કરી શકાય છે.

આ નવા લોન્ચિંગમાં એક મહત્ત્વપૂર્ણ વાત 750cc પ્લેટફોર્મ સાથે હોન્ડાની ઇ-ક્લચ ટેકનોલોજીનું આવવાનું છે. આ સિસ્ટમ રાઇડર્સને ગિયર શિફ્ટ કરવાના એક મોટા કાર્યમાંથી રાહત આપે છે; એટલે કે તેના કારણે, રાઇડરને મેન્યુલી ક્લચ દબાવવું નહીં પડે. હોન્ડાનું કહેવું છે કે આ ટેકનોલોજી સવારીને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

CB750 હોર્નેટ ઇ-ક્લચ બ્રાન્ડની મિડલવેઇટ નેકેડ સ્ટ્રીટફાઇટર શ્રેણીની બાઇક છે. તેમાં 755cc પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે જે 90.5 HPનો પાવર અને 75 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 5-ઇંચ ફુલ-કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળશે. જે હોન્ડા રોડસિંક સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવશે.

honda
honda2wheelersindia.com

કિંમત શું છે?

CB750 હોર્નેટ ઇ-ક્લચની કિંમત ₹10.49 લાખ છે. આ બાઇક ગ્રેફાઇટ બ્લેક રંગમાં આવે છે. હોન્ડા XL750 ટ્રાન્સએલ્પ ઇ-ક્લચની કિંમત ₹13.20 લાખ છે અને તે રોસ વ્હાઇટ અને પર્લ ડીપ મડ ગ્રે રંગોમાં આવે છે. CBR1000RR-R ફાયરબ્લેડ SPની કિંમત ₹33.50 લાખ છે અને તે ગ્રાન્ડ પ્રિક્સ રેડ રંગમાં ઉપલબ્ધ થશે. ગોલ્ડ વિંગની કિંમત ₹44.30 લાખ છે અને તે ગનમેટલ બ્લેક મેટાલિક રંગમાં આવે છે.

હોન્ડા CB750 હોર્નેટ ઇ-ક્લચ જેવું જ એન્જિન XL750 ટ્રાન્સાલ્પ ઇ-ક્લચમાં આવે છે. આ એડવેન્ચર ટૂઅર્રનું એન્જિન 90.5 HPનો પાવર અને 75 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં ડ્યૂઅલ LED હેડલેમ્પ સેટઅપ અને હોન્ડા રોડસિંક ફીચરથી સજ્જ 5-ઇંચ TFT સ્ક્રીન છે.

honda
honda2wheelersindia.com

ગોલ્ડ વિંગ બ્રાન્ડની લક્ઝરી ટુરિંગ બાઇક છે. તેમાં 1833ccનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન મળે છે, જે 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેમાં રિવર્સ અને વૉકિંગ સ્પીડ મોડ્સ, જેવા ફીચર્સ મળે છે. તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી જેવી સુવિધાઓ શામેલ છે.

CBR1000RR-R ફાયરબ્લેડ SPની વાત કરીએ તો, તે બાઇક 1000cc ઇનલાઇન-ફોર-સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે 214.5 HP પાવર અને 113 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇકમાં 5-ઇંચ TFT સ્ક્રીન સહિત અનેક પ્રીમિયમ સુવિધા મળશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-08-2026 દિવસ: ગુરુવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.