ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-07-2026

દિવસ: ગુરુવાર

મેષ: આત્મનિર્ભરતાથી ભરેલો આજનો દિવસ રહેશે, ઘણા કાર્યો તમારા તમે પૂર્ણ કરશો, આજે તમે બીજા સાથેના વ્યવહારમાં પણ બદલાવ લાવશો.

વૃષભ: પરોપકારી ભાવના સાથે દિવસ પસાર થશે, વ્યવસાયમાં આજે આકસ્મિક લાભ થવાના યોગ છે, મહિલાવર્ગ માટે પણ આજે લાભદાયી દિવસ નીવડે, માનસિક બેચેની રહે.

મિથુન: વ્યવસાય સાથે આજે કસોટી ભર્યો દિવસ રહે, ખોટી લાલચમાં આવીને પોતાનું નુકસાન કરવું નહીં, ખાન-પાન અને આરામ બંન્ને પર ધ્યાન રાખવું.

કર્ક: સામાજિક માન-સન્માન પ્રાપ્ત થાય, પાડોશીના કોઇ કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો, ધન લાભના યોગ છે, આગળ કરેલું રોકાણ પણ વર્તમાનમાં લાભદાયી નીવડે.

સિંહ: વ્યવસાય અને ધર બંન્નેની જવાબદારી એકસાથે આવતા થોડી મુશ્કેલી વધે, આકસ્મિક લાભ થશે, ધર્મ કાર્યમાં રૂચિ લેશો, પેટ સંબંધિત ફરિયાદ રહે.

કન્યા: ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ પ્રવૃત્તિ બતાવશો, કાર્યો અધુરા ન રહે તેનું ધ્યાન રાખવું, ગુસ્સા પર નિયંત્રણ રાખવો.

તુલા: આજના દિવસે કામની વ્યસ્તતાના કારણે સ્વાસ્થ્યની અવગણના કરવી નહીં, ગુસ્સો સ્વભાવ કરતા વધારે રહેશે, પારિવારિક જવાબદારી રહે.

વૃશ્વિક: નોકરી-વ્યવસાયમાં સંબંધિત મહેનત કર્યા પછી પરિસ્થિતિ સંપૂર્ણ તમારા નિયંત્રણમાં રહેશે, નવા કાર્યની શરૂઆત ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે, કામના બોજને કારણે સ્વભાવમાં ચિડિયાપણું રહેશે.

ધન: આજનો દિવસ તમારા માટે ઘરેલુ વિખવાદને કારણે થોડો મુશ્કેલ રહેશે, વાણી-વર્તનમાં સંયમ રાખવો, નોકરિયાત વર્ગ માટે ઉપરી અધિકારીથી સાચવવું.

મકર: નોકરિયાત વર્ગ આજે પોતાના કામ પ્રત્યે વધુ ગંભીર રહેશે, અધુરા કામ પુરા થાય ત્યારબાદ જ નવા કાર્ય શરૂ કરવા, લાગણીઓ આજે ઉચ્ચી રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ: આજે ચોક્કસ પણે નાંણાકીય બાબતોમાં લાભ થશે, દરેક કામ કરતા પહેલા ચકાસણી જરૂરી છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મીન: માનસિક ઉચાટ થાય પરંતુ ધર્મ અને કર્મમાં રૂચી હોવાને લીધે સ્વસ્થતા મેળવી લેશો, આવક-જાવકનું સંતુલન જાળવવું, સ્વાસ્થ્ય સારું રહેશે.

About The Author

Related Posts

Top News

પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

છેલ્લા અઠવાડિયાથી બધાની નજર પુણે કેતન અગ્રવાલ હત્યા કેસ અને આરોપી સિયા પર હતી. બધા સિયા અને તેના રહસ્યની વાર્તામાં...
National 
પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2026 માટે સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓમાંનો એક બની ગયો છે. પાંચ...
Sports 
હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

રિચ ડેડ પૂઅર ડેડના લેખત રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર સોના-ચાંદી અને ક્રિપ્ટો ખરીદવાની સલાહ આપતા રહેતા હોય છે. તેમના...
Business 
રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…

વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર વીડિયો જોઇને ડિલિવરી કરાવવી મહિલા માટે જીવલેણ સાબિત થઈ. આવા વીડિયોઝ જોયા પછી તેના પરિવારના સભ્યોએ...
National 
યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…
Copyright (c) Khabarchhe All Rights Reserved.