યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…

વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર વીડિયો જોઇને ડિલિવરી કરાવવી મહિલા માટે જીવલેણ સાબિત થઈ. આવા વીડિયોઝ જોયા પછી તેના પરિવારના સભ્યોએ તેને ઘરે જ ડિલિવર કરાવી દીધી. ડિલિવરી પછી, તેની હાલત ઝડપથી બગડતી ગઈ. જોકે પરિવારજનો તેને મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં ખૂબ મોડું થઈ ગયું હતું અને તેનો જીવ જતો રહ્યો.

આ ઘટના તમિલનાડુના તિરુપ્પુર જિલ્લાની છે. કહેવામાં આવે છે કે તિરુપ્પુર જિલ્લાના ઉથુકુલી નજીક થલાવાયપલયમની રહેવાસી શશિકલા ગર્ભવતી હતી. જ્યારે તેને પ્રસૂતિ પીડા શરૂ થઈ, ત્યારે તેના પરિવારે તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ઘરે જ ડિલિવરી કરાવવાના પ્રયાસ શરૂ કરી દીધા. તેઓએ યુટ્યુબ વીડિયોઝ જોઇ-જોઇને સફળતાપૂર્વક સામાન્ય ડિલિવરી પણ કરાવી, પરંતુ પછી શશિકલાની હાલત ખરાબ થવા લાગી.

pregnant-women
jagran.com

વધુ રક્તસ્રાવને કારણે તેની હાલત વધુ ખરાબ થતા પરિવારજનો તેને સારવાર માટે પેરુન્દુરાઈ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયો. જ્યારે ત્યાં તેની સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે ડૉક્ટરોએ તેને અદ્યતન સંભાળ માટે કોઈમ્બતુર રીફર કરી દીધી. કોઈમ્બતુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો જીવ જતો રહ્યો.

આ ઘટના 24 જૂનના રોજ બની હોવાનું કહેવાય છે. યુટ્યુબ વીડિયો દ્વારા ડિલિવરીનો આ કેસ સામે આવ્યા બાદ, આરોગ્ય વિભાગ અને પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોતાની તપાસ શરૂ કરી દીધી છે, અને ઉથુકુલી પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે.

pregnant-women2
aajtak.in

તપાસમાં જાણવા મળ્યું કે શશિકલા અને તેના પતિએ પહેલેથી જ ઘરે 'નેચરલ ડિલિવરી' કરાવવાની યોજના બનાવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં પ્રથમ પુત્રીના જન્મ સમયે શશિકલાને સી-સેક્શન થયું હતું, ત્યારબાદ તેમને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક આઘાતનો સામનો કરવો પડ્યો હતો. આ અનુભવને કારણે, દંપતીએ તેમના બીજા બાળકની હોસ્પિટલને બદલે કુદરતી ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો. આ મામલે, કુન્નાથુરના બ્લોક મેડિકલ ઓફિસરની ફરિયાદ પર ઉથુકુલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 હેઠળ કોલંદચામી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કલમ ગેર-ઇરાદે હત્યા સાથે સંબંધિત છે. જોકે, મૃતકના પરિવારજનોએ આ અંગે કોઈ ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

છેલ્લા અઠવાડિયાથી બધાની નજર પુણે કેતન અગ્રવાલ હત્યા કેસ અને આરોપી સિયા પર હતી. બધા સિયા અને તેના રહસ્યની વાર્તામાં...
National 
પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2026 માટે સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓમાંનો એક બની ગયો છે. પાંચ...
Sports 
હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

રિચ ડેડ પૂઅર ડેડના લેખત રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર સોના-ચાંદી અને ક્રિપ્ટો ખરીદવાની સલાહ આપતા રહેતા હોય છે. તેમના...
Business 
રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…

વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર વીડિયો જોઇને ડિલિવરી કરાવવી મહિલા માટે જીવલેણ સાબિત થઈ. આવા વીડિયોઝ જોયા પછી તેના પરિવારના સભ્યોએ...
National 
યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…
Copyright (c) Khabarchhe All Rights Reserved.