IITમાં ભણી બાબા બનેલો અભિષેક મિશ્રા યુવતીઓને આ રીતે ફસાવતો

IIT રૂડકીથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, અભિષેક મિશ્રાએ નોકરી નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રવચનો આપવાનો માર્ગ પસંદ કર્યો. થોડા જ વર્ષોમાં તેણે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા યુવાનો વચ્ચે પોતાની ઓળખ બનાવવા લાગ્યો. પરંતુ, મથુરાના ગોવર્ધનમાં તેની ધરપકડ બાદ તે જ પ્રતિષ્ઠા તપાસના દાયરામાં છે. પોલીસનો આરોપ છે કે, આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની આડમાં તેણે યુવતીઓનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તેમને પોતાના પ્રભાવમાં લીધી. હવે, દરરોજ બહાર આવતા નવા તથ્યો આ કેસને વધુને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ અભિષેક મિશ્રા, મૂળ ઓડિશાનો વતની છે. તેણે 2017 થી 2021 વચ્ચે IIT રૂડકીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી હતી. એવું કહેવાય છે કે તેણે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભગવદ ગીતા અને વિવિધ આધ્યાત્મિક વિષયો પર પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે, તેણે એક યુવાન આધ્યાત્મિક વક્તા તરીકે પ્રતિષ્ઠા સ્થાપિત કરી, જે આધુનિક શિક્ષણ અને ધાર્મિક જ્ઞાનનું અનોખું મિશ્રણ રજૂ કરતા હતા. અહીથી તેની પહોંચ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાવા લાગી.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપીનું સૌથી શક્તિશાળી હથિયાર તેનું ઓનલાઈન નેટવર્ક હતું. તે ઇન્ટરનેટ દ્વારા યુવાનો સાથે જોડાતો હતો, ધાર્મિક ચર્ચા, આધ્યાત્મિક શાંતિ, જીવનનો હેતુ અને આધ્યાત્મિક વિકાસ જેવા વિષયો પર વાતચીત કરીને તેમનો વિશ્વાસ જીતતો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેના સંપર્કમાં આવેલી ઘણી યુવતીઓ એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણના ક્ષેત્રો સાથે સંકળાયેલી હતી; કેટલીક પાસે બી.ટેક અથવા એમ.ટેક ડિગ્રી હતી, જ્યારે અન્ય ઉચ્ચ શિક્ષિત પરિવારોમાંથી હતી. પોલીસનું માનવું છે કે આરોપી ખાસ કરીને એવા વ્યક્તિઓને નિશાન બનાવતો હતો જેઓ તેમના જીવનમાં ભાવનાત્મક, માનસિક અથવા આધ્યાત્મિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યા હતા. તે પહેલા વિશ્વાસ સ્થાપિત કરતો અને પછી ધીમે-ધીમે તેમને તેમના પરિવારોથી દૂર રહેવા અને તેના જૂથ સાથે જોડાવા પ્રેરિત કરતો હતો.

Abhishek-Mishra2
x.com/Benarasiyaa

આ કેસમાં સૌથી ગંભીર આરોપો પીડિતાના નિવેદન પછી સામે આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ આરોપ લગાવ્યો છે કે અભિષેક મિશ્રા યુવતીઓને કથિત રીતે ગેરમાર્ગે દોરતો હતો કે તેમનો પગંધર્વ વિવાહ થઇ ચૂક્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ આધારે તે જાતીય સંબંધો બનાવતો હતો. પીડિતાની ફરિયાદ અને નોંધાવેલા નિવેદનના આધારે આરોપી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આવી ઘટનાઓ ફક્ત આ એક પીડિતા સુધી મર્યાદિત હતી કે પછી અન્ય યુવતીઓ પણ આવા જ પ્રકારના દબાણ અને ભ્રમનો શિકાર બની હતી.

આ સમગ્ર ઘટનાનું એક રસપ્રદ અને મહત્વપૂર્ણ પાસું એ છે કે આ પહેલીવાર નથી જ્યારે અભિષેક મિશ્રાનું નામ વિવાદમાં આવ્યું હોય. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 6 મહિના પહેલા એક પરિવાર તેમની પુત્રીને ઘરે પાછી લઈ જવા માટે પરિસરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન ખૂબ હોબાળો થયો હતો. જો કે, પછીની તપાસમાં જાણવા મળ્યું કે યુવતી સાથે આવેલા લોકો, તેના જ પોતાના પરિવારના સભ્યો હતા. તે સમયે મામલો વધુ આગળ વધ્યો નહોતો; જોકે, અધિકારીઓનું હવે માનવું છે કે તે સમયે ઘણા સંકેત મળ્યા હતા. સ્થાનિક રહેવાસીઓના મતે, એક સમયે ત્યાં લગભગ બે ડઝન યુવક-યુવતીઓ હાજર હતા. જોકે, સમય જતા તેમાંથી મોટાભાગના લોકો ત્યાંથી અલગ થઇ ગયા. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શરૂઆતમાં આટલા બધા લોકો ત્યાં કેમ ભેગા થયા અને પછી કેમ ચાલ્યા ગયા.

મથુરા પોલીસ હવે તેમની તપાસ ફક્ત દુષ્કર્મ સુધી મર્યાદિત નથી રહી; તપાસનો વ્યાપ સતત વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના મતે, એવી માહિતી પણ સામે આવી છે કે જૂથના કેટલાક લોકો પાસેથી તેમના પરિવારો દ્વારા પૈસા માંગવામાં આવતા હતા. એવો આરોપ છે કે ભાવનાત્મક દબાણ લાવીને નાણાકીય સહાય મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પાસાની પણ તપાસ કરવામાં આવી રહી હતી અને જો એમ થયું હોય તો, તેની પ્રકૃતિ શું હતી. પોલીસ ડિજિટલ રેકોર્ડ, બેંકિંગ વ્યવહારો અને અન્ય સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

Abhishek-Mishra1
aajtak.in

તપાસ દરમિયાન પોલીસના ધ્યાન પર કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિત પરિવારો દ્વારા આપવામાં આવેલી કેટલાક ફોટોગ્રાફ્સમાં આરોપી યુવતીઓ સાથે આપત્તિજનક અને અતરંગી સ્થિતિમાં જોવા મળે છે. જોકે આ સામગ્રીની ફોરેન્સિક તપાસ અને ચકાસણી પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે, પરંતુ પોલીસ આ વસ્તુઓને કેસમાં મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે ગણી રહી છે. આ ઉપરાંત, જે પરિવારો પાસે આ પ્રકારની કોઇ અન્ય સામગ્રી છે, તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતના દિવસોમાં અભિષેકની માતા પણ તેની સાથે રહેતી હતી. જોકે, ત્યારબાદ ત્યાંથી જતી રહી હતી. અધિકારીઓનું કહેવું છે કે તેણે કયા સંજોગોમાં દૂરી બનાવી તે પણ તપાસનો વિષય છે. પોલીસ કાર્યવાહી દરમિયાન, બે યુવતીઓ અને એક યુવાનને સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તેમના સંબંધિત પરિવારોને સોંપવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે તે બધાને સામાન્ય જીવનમાં પાછા ફરવા માટે કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં નિષ્ણાતો અને સંબંધિત સંસ્થાઓની સહાય પણ લેવામાં આવી રહી છે.

સ્થાનિક સ્તરે એકત્રિત કરવામાં આવેલી માહિતીએ તપાસ એજન્સીઓની ચિંતાઓમાં વધારો કર્યો છે. પોલીસનું કહેવું છે કે કેટલાક વ્યક્તિઓએ નિવેદનો આપ્યા છે કે આરોપી સ્થાનિક યુવતીઓ અને પરિવારો સાથે સંપર્ક વધારવાનો પ્રયાસ કરી રી રહ્યો હતો. જો તપાસ દરમિયાન આ હકીકતની પુષ્ટી થાય છે તો કેસ વધુ ગંભીર થઈ શકે છે. આ જ કારણ છે કે પોલીસ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના નિવેદનો પણ નોંધી રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં...
Gujarat 
કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી

સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ...
Opinion 
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો

1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPV)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી...
Tech and Auto 
1 જુલાઈથી ટાટા મોટર્સની કારની કિંમતમાં થવાનો છે વધારો, જાણો કંઈ કારના કેટલા ભાવ વધશે

ઘરની માલકીન ભાડૂઆત સાથે પ્રેમમાં પડી અને પતિને છોડીને ભાગી ગઈ... હવે વાર્તામાં આવ્યો નવો વળાંક

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક લવસ્ટોરી સામે આવી છે, જેમાં પતિ, પ્રેમી, કોર્ટ મેરેજ, ત્રણ બાળકો... અને હવે...
National 
ઘરની માલકીન ભાડૂઆત સાથે પ્રેમમાં પડી અને પતિને છોડીને ભાગી ગઈ... હવે વાર્તામાં આવ્યો નવો વળાંક
Copyright (c) Khabarchhe All Rights Reserved.