લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

હૈદરાબાદમાં 24 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવી લીધું છે. ગયા મહિને લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ એક પુરુષે તેને HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપી દીધું હતું. ત્યારબાદ મહિલાએ આ કઠોર પગલું ભર્યું હતું. આ ઘટના 11 માર્ચે બની હતી, જ્યારે આરોપી મનોહરે મહિલાના ઘરે બળજબરીથી HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઘટના મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડ્યાના થોડા સમય બાદ બની હતી.

injection2
indiatoday.in

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને પીડિતા પરસ્પર સગા હતા અને પીડિતાના માતા-પિતાએ શરૂઆતમાં તેમની પુત્રીના લગ્ન તેની સાથે કરાવવાની યોજના બનાવી હતી. આરોપીના માતા-પિતા પહેલાથી જ HIV પોઝિટિવ હતા, એટલે મહિલાના માતા-પિતાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શખ્સનું વાયરસ માટે પરીક્ષણ કરાવ્યું હતું; તેનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ, મહિલાએ તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને આરોપીએ તેને ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટના બાદ, યુવતીને ખૂબ તાવ આવ્યો હતો, ત્યારબાદ તેના પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અહીં તેની સારવાર કરવામાં આવી હતી. પોલીસે મનોહરની ધરપકડ કરી લીધી છે.

injection1
ndtv.com

આ ઘટનાના લગભગ એક મહિના બાદ, શુક્રવારે, મહિલા તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેના પરિવારના સભ્યો તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ગંભીર માનસિક પરેશાનીથી પીડાઈ રહી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે પીડિતા રમાણી આ ઘટનાથી ઉદ્ભવેલા ભય, સામાજિક કલંક અને ભાવનાત્મક આઘાતનો સામનો કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી.

પોચારમ IT કોરિડોરના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ‘અમને શંકા છે કે HIV સંક્રમણના માનસિક પ્રભાવે તેને આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરી છે. જો કે, અમે કેસના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.