વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની રણનીતિથી સંપૂર્ણપણે નાખુશ છે. ટીમ માટે 200 રન બનાવનાર આ ખેલાડીએ તાજેતરમાં 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

suryavanshi3
BCCI

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં સૂર્યવંશી 'ગોલ્ડન ડક'નો શિકાર થયો હતો. તેને ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રફુલ હિંગેએ શોર્ટ બોલ પર ચોંકાવતા આઉટ કરી દીધો હતો. બોલ તેના બેટની ઉપરની ધાર સાથે લાગીને ઉપર જતો રહ્યો હતો, જેને વિકેટકીપર સલિલ અરોડાએ પકડી લીધો હતો.

મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ ટ્રેવર પેનીએ એક મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે વૈભવ એ વાતથી નિરાશ છે કે, તેને સતત ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી તેને ફિલ્ડિંગ કરવાની તકો મળી રહી નથી. પેનીએ કહ્યું કે, ‘જ્યારે તે છેલ્લી મેચમાં ન રમ્યો, ત્યારે તે ખુશ નહોતો. તેને ફિલ્ડિંગ કરવાનું પસંદ છે. એવું નથી કે તે ખરાબ ફિલ્ડર છે.

suryavanshi2
BCCI

હકીકતમાં, ડોનોવન ફેરેરા સ્વસ્થ થયા બાદ તે ટીમમાં પાછો ફરતા સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવું પડ્યું હતું. ફેરેરા SA20 દરમિયાન કોલરબોન ઇજાથી પીડાઇ રહ્યો હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે અને તેની શાનદાર ફિલ્ડિંગને કારણે ટીમમાં સ્થાન મેળવ્યું છે. ફેરેરાએ SRH સામે આ વિશ્વાસને સાચો સાબિત કર્યો. જ્યારે ટીમે 9 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે તેણે ઇનિંગ્સને સ્થિર કરી. ફેરેરાએ 44 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

suryavanshi
BCCI

તેણે રવિન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી, જે IPL ઇતિહાસમાં બીજી સૌથી મોટી ભાગીદારી હતી. નોંધનીય છે કે, ફેરેરાની IPLમાં આ પહેલી અડધી સદી હતી. ફેરેરાને IPLમાં અગાઉ વધારે તકો મળી નહોતી. તેણે 2024માં RR માટે 2 મેચ રમી હતી, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી નહોતી. તેણે દિલ્હી કેપિટલ્સ માટે પણ માત્ર એક જ મેચ રમી હતી.

શું સૂર્યવંશી ફરીથી ઇમ્પેક્ટ પ્લેયર બનશે?

RRને આ મેચમાં સીઝનની પહેલી હારનો મળી છે, હવે ટીમની આગામી મેચ 19 એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે રમાવાની છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વૈભવ સૂર્યવંશીનો ફરીથી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ થશે કે પછી તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.