- National
- કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી
અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી સાથે ઇન્ટિમેટ થઇ જતી હતી. આ દરમિયાન તેને એટલી ખબર નહોતી રહેતી કે બાજુમાં કોર્ટની સુનાવણી ચાલી રહી છે અને મોટી સંખ્યમાં લોકો હાજર છે. ચેમ્બરમાંથી આવતા અવાજો લોકોને અસહજ કરી દેતા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ફેડરલ જજ એલિયાનોર રોસ અને એક ટોચના પોલીસ અધિકારી વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો. બંને પહેલાથી પરિણીત હતા.
આ મામલાથી પરિચિત લોકોના જણાવ્યા મુજબ, કેલી કોલિયર એટલાન્ટા પોલીસ વિભાગમાં ટોચના અધિકારી છે. તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટ દરમિયાન રોસની નિમણૂક કરવામાં આવી હતી. 55 વર્ષીય કોલિયર હાલમાં એટલાન્ટા પોલીસ વિભાગમાં કોમ્યુનિટી સર્વિસ ડિવિઝનના કમાન્ડર તરીકે સેવા આપે છે. ન્યાયાધીશ અને પોલીસ અધિકારીની હરકતો અંગેના ખુલાસો થયા બાદ પોલીસ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.
ન્યાયિક સમિતિમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સુનાવણી દરમિયાન પણ જજ રોસ અને કોલિયર ઘણીવાર એકલા રહેતા હતા, જેના કારણે બહાર બેઠેલા લોકો અસ્વસ્થતા અનુભવતા હતા. શુક્રવારે સાંજે કોલિયરને આ બાબત અંગે નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેમની ઓફિસે જવાબ આપ્યો કે તેઓ હાલમાં શહેરની બહાર છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, રોસ છેલ્લા બે વર્ષથી એટલાન્ટા કોર્ટમાં કાર્યરત છે અને નિયમિતપણે ફોજદારી કેસોની સુનાવણી કરે છે. તેમના પર લગ્નેત્તર સંબંધોનો આરોપ છે.
તપાસ સમિતિએ જણાવ્યું હતું કે કોલિયર 1998થી એટલાન્ટામાં પોતાની સેવા આપી રહ્યા છે. કોલિયર એનાલિટિક્સ, કમ્પ્યુટર ટેકનોલોજી અને મેનેજમેન્ટ સાથે જોડાયેલી વ્યૂહરચના તૈયાર કરવા માટે જાણીતા છે. રોસને 2014માં જ્યોર્જિયામાં ઉત્તરી જિલ્લા કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું નામ પહેલા રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવાને લઇને પણ ચર્ચામાં આવ્યું હતું, જોકે તેમણે આરોપોને નકારી કાઢ્યા હતા.
26.jpg)
ન્યાયાધીશ રોસે જ્યોર્જિયા સ્ટેટ કોર્ટના ન્યાયાધીશ બ્રાયન રોસ સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં ન્યાયાધીશે બધા આરોપોને નકારી કાઢ્યા હતા. જો કે, તપાસ સમિતિએ તેમની વિરુદ્ધ પુરાવા એકત્રિત કર્યા પછી, ન્યાયાધીશ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેમને ફેડરલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવા અને ન્યાયિક સમિતિઓમાં સેવા આપવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ન્યાયાધીશને તેમના ઓછામાં ઓછા 6 કારકુનો પાસે લેખિતમાં માફી માંગવાનો આદેશ આપવામાં આવ્યો છે.

