2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ભથ્થાં, શક્તિઓ, પ્રભાવ અને તેમની છબી પણ બદલાઈ ગઈ છે. નીતિશ કુમારને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાલી કરવું પડ્યું છે અને તેઓ પહેલાથી જ નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ગયા છે. મુખ્યમંત્રીમાંથી રાજ્યસભાના સાંસદ બનતા જ તેમની સુરક્ષા પણ બદલાઈ ગઈ છે. સાથે જ, તેમના રાજકીય કાર્યનો દાયરો પણ બદલાઈ ગયો છે.

બિહારના રાજ્યસભા સાંસદ તરીકે નીતિશ કુમારનું નવું સરનામું હવે 7 સર્ક્યૂલર રોડ હશે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તરત જ તેમણે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું. તેઓ 1 અણે માર્ગથી 7 સર્ક્યૂલર રોડ પર સ્થળાંતરિત થઇ ગયા છે. તેમનું નવું ઘર તેમના અગાઉના નિવાસસ્થાનથી માત્ર 100 મીટર દૂર આવેલું છે. નીતિશ કુમાર 20 વર્ષથી 1 અણે માર્ગ પર રહેતા હતા અણે તેને સૌથી તાકતવાર વિસ્તાર માનવામાં આવે છે, કારણ કે તે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છે. અહીથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે. IAS અને IPS અધિકારીઓ સહિત રાજ્ય તમામ વરિષ્ઠ અધિકારીઓ રિપોર્ટ કરવા માટે અહીં જાય છે. અહીં તેઓ સરકારી ફાઇલો જોતા હતા. નીતિગત નિર્ણયો લેતા હતા અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરતા હતા. તેનાથી વિપરીત, 7 સર્ક્યૂલર રોડ પરનું નિવાસસ્થાન કદમાં નાનું છે; તેમાં રહેવા માટે 6 VIP રૂમ છે, અને ખાનગી સ્ટાફ માટે ઉપલબ્ધ ઓફિસની જગ્યા પણ મર્યાદિત છે.

nitish-kumar2
facebook.com/NitishKumarJDU

રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમારનો પગાર

મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભાના સભ્ય બન્યા બાદ નીતિશ કુમારના પગાર પેકેજમાં પણ ફેરફાર થયો છે. મુખ્યમંત્રી તરીકે, નીતિશ કુમારનું પગારનું પેકેજ પણ બદલાઈ ગયું છે. મુખ્યમંત્રી તરીકે નિતિશ કુમારને 2 લાખથી 2.5 લાખ સુધીનો માસિક પગાર મળતો હતો. ઘણા પ્રકારના ભથ્થાં અને સરકારના ખર્ચે સુવિધાઓ, જેમ કે સત્તાવાર રહેઠાણ, સહાયક સ્ટાફ, પરિવહન અને સુરક્ષા પણ મળે છે. રાજ્યસભા સાંસદ તરીકે, નીતિશ કુમારને 1.24 લાખનો માસિક પગાર મળશે. તેમને સંસદીય સત્રો દરમિયાન મતવિસ્તાર ભથ્થું, ઓફિસ ખર્ચ અને દૈનિક ભથ્થું પણ મળશે. જ્યારે આ બધા ઘટકોને જોડવામાં આવે છે, ત્યારે તેમનું કુલ માસિક મહેનતાણું 2.80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નીતિશ કુમારની એક વિશાળ ટીમ હતી. તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આખી ઓફિસ હતી. ખૂબ વિશાળ ઓફિસ હતી, જેમાં ઉચ્ચ સ્તરીય બેઠકો કરવા માટે કોન્ફરન્સ રૂમ અને જાહેર ફરિયાદો સાંભળવા માટે એક અલગ રમ હતો. જો કે, 7 સર્ક્યૂલર રોડ પર આ સુવિધાઓમાં ઓછી થઈ જશે. અહી તેઓ માત્ર રહી શકશે. અને સ્ટાફમાં પણ ઘટાડો થશે. સાથે જ તેમની સત્તાવાર સરકારી પ્રવૃત્તિઓ ઓછી થઈ જશે. તો વિશેષાધિકારોની વાત કરીએ તો, તે રાજ્યસભાના સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીને હોવાને સંબંધે મળતા રહેશે.

suryavanshi2
BCCI

એ નોંધનીય છે કે, મુખ્યમંત્રી પદ છોડતા જ નીતિશ કુમારની સુરક્ષા પણ બદલાઈ જશે. 1 અણે માર્ગ મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હોવાને કારણે સુરક્ષા પ્રોટોકોલ કડક હોય છ અને ઘણા સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે, જેમાં દરેક મુલાકાતીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્ય તરીકે, તેમને હવે 'Z-પ્લસ' શ્રેણીનું સુરક્ષા કવચ આપવામાં આવશે. 7 સર્ક્યૂલર રોડ પર સુરક્ષા ખૂબ મજબૂત રહેશે. કારણ કે નિતિશ કુમાર દેશ અને બિહારના વરિષ્ઠ રાજકારણી છે. પરંતુ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન કરતા ઓછી હશે. તો, જો કોઈ પણ પ્રકારનું જોખમ હોવા પર સુરક્ષા સ્તરમાં વધુ વધારો કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ બન્યા બાદ, નીતિશ કુમારના કાર્યક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેઓ હવે એક રાજ્યની મર્યાદાઓની બહાર નીકળીને રાષ્ટ્રીય મંચ પર કાર્ય કરશે. તેમની કાર્યપ્રણાલી હવે કારોબારીની જગ્યાએ કાયદાકીય થઈ ગઈ છે; તેઓ હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર બહેશ કરશે અને કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લેશે અને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેઓ હવે બિહારના રોજિંદા વહીવટનું સંચાલન નહીં કરે એટલે કે તેમના રાજકીય કદમાં વધારો થયો છે, જોકે તેમનો વહીવટી અધિકાર ખૂબ ઓછો થઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.