પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

સપ્ટેમ્બર 2025માં બીજિંગમાંથી સામે આવેલા શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનના એક લીક ઓડિયોએ વધતી ઉંમરના મુદ્દે સમગ્ર વિશ્વમાં નવી ચર્ચા જગાવી છે. સવાલ ઉઠવા લાગ્યા છે કે શું માનવી એવો કોઈ પ્રયોગ કરી શકે છે, જેના દ્વારા સામાન્ય નાગરિકોનું આયુષ્ય વધારી શકાય. વાસ્તવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચર્ચા કરી રહ્યા હતા કે, માનવ આયુષ્ય 150 વર્ષ સુધી વધારી શકાય છે. ત્યારબાદ એ ચર્ચાએ પણ જોર પકડ્યું કે શું પુતિન અને જિનપિંગ પોતે 150 વર્ષ જીવવા માંગે છે?

હવે, રશિયન પ્રેસિડેન્શિયલ ઑફિસ ક્રેમલિન તરફથી મળેલી નવી માહિતી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ આવાસ આયુષ્ય વધારવાના માર્ગો શોધવા માટે એક સંશોધન કરાવી રહ્યું છે. આ સંશોધન પર 26 અબજ ડોલર (2,500 અબજ રૂપિયા) ખર્ચવાની તૈયારી છે. વોલ સ્ટ્રીટ જર્નલે આનો અહેવાલ આપ્યો છે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ પુતિન પોતે આ વૈજ્ઞાનિક પ્રોજેક્ટની દેખરેખ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ પુતિનની પુત્રી મારિયા વોરોંત્સોવા (એન્ડોક્રિનોલોજિસ્ટ) અને રશિયાની કુર્ચાતોવ સંસ્થાના વડા મિખાઈલ કોવલચુક કરી રહ્યા છે.

putin1
en.kremlin.ru

રશિયામાં કયા પ્રકારની તૈયારીઓ છે?

રશિયન વૈજ્ઞાનિકોએ 2024માં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. તેની શરૂઆત એકદમ ધીમી હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટે વેગ પકડ્યો છે. પ્રોજેક્ટ હેઠળ 3 મોટા કામો કરવામાં આવી રહ્યા છે-

1. જનીન થેરેપી દ્વારા સેલ્યુલર વૃદ્ધત્વને ધીમું કરવાનું છે. આ થેરાપી દ્વારા વૃદ્ધાવસ્થામાં વધારો કરતા જીન્સને ખતમ કરવાનો પ્રયાસ છે.

2. 3D બાયોપ્રિંટિંગ પ્રક્રિયા દ્વારા ખરાબ થઇ ચૂકેલા માનવ અંગોને ફરી તૈયાર કરવા. પુતિનનું કહેવું હતું કે જો અંગ બદલવામાં આવે તો આયુષ્ય વધી શકે છે.

3. જીન-મેચ્ડ નાના ડુક્કરમાં માનવ અંગો વિકસાવીને આ પ્રયોગને સફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમની પાસે ઉંદરની થાઇરોઇડ ગ્રંથી અને માનવ કાર્ટિલેજ પેશીઓની બાયોપ્રિન્ટેડ છે. રશિયન વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રક્રિયા વર્ષ 2030 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

putin2
reuters.com

આ પ્રોજેક્ટને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો છે

આયુષ્ય વધારવાના માર્ગો શોધવાનો આ પ્રોજેક્ટ તદ્દન ગુપ્ત રાખવામાં આવ્યો છે. 73 વર્ષના પુતિન તેની મોનિટરિંગ કરે છે. તેમની નજીકના વૈજ્ઞાનિકોને જ આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. રશિયા વય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. રશિયામાં પુરૂષોની સરેરાશ ઉંમર 68 વર્ષ છે, જે યુરોપના અન્ય દેશ કરતા ઓછી છે. યુરોપમાં પુરુષોની સરેરાશ ઉંમર 78 વર્ષ છે.

About The Author

Top News

2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

એશિયાટિક સિંહના એકમાત્ર ઘર ગણાતા ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 8  સિંહના10...
Gujarat 
2018ની બીમારીએ ગીરના સિંહોમાં ફરી મચાવ્યો તાંડવ, 8 સિંહોના જીવ ગયા, જાણો શું છે 'બેબીસિયા'

પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

સપ્ટેમ્બર 2025માં બીજિંગમાંથી સામે આવેલા શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનના એક લીક ઓડિયોએ વધતી ઉંમરના મુદ્દે સમગ્ર વિશ્વમાં નવી...
World 
પુતિન કેવી રીતે 150 વર્ષ સુધી જીવે, તેના માટે રશિયા કરી રહ્યું છે 2500 અબજ રૂપિયાનો ખર્ચ

કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

અમેરિકાના એટલાન્ટાથી એક ખૂબ જ હેરાન કરી દેનારો કેસ પ્રકાશમાં આવ્યો છે જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન એક જજ પોલીસ અધિકારી...
National 
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના ચેમ્બરમાં પોલીસકર્મી સાથે સંબંધ બનાવતી હતી જજ; થઈ કડક કાર્યવાહી

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 ...
Sports 
IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.