સ્ટેજ પર વરરાજા સાથે હસી ખુશીથી ખૂબ ફોટા પડાવ્યા, પછી....કન્યા અને તેનો પરિવાર વિધિ પહેલા ગાયબ થઈ ગયો!

લગ્નનો મંડપ શણગારવામાં આવ્યો હતો. DJનું સંગીત વાગી રહ્યું હતું. મહેમાનો ભોજન કરી રહ્યા હતા, અને વરરાજા તથા કન્યાએ હસતા હસતા સ્ટેજ પર એકબીજાને વરમાળા પણ પહેરાવી હતી. બંને પરિવારો ફોટા પડાવવા માટે પોઝ આપી રહ્યા હતા. બધાને એવું લાગતું હતું કે હવે થોડા જ સમયમાં સાત ફેરા ફરશે અને લગ્ન પુરા થશે. પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે લગ્નની આ વિધિ પહેલા કંઈક બનશે, જેનાથી લગ્ન સમારંભમાં હાજર બધા સ્તબ્ધ થઈ જશે.

Kota-Bride-and-Groom1
gnttv.com

રાજસ્થાનના કોટાના બોરખેડા વિસ્તારમાં થયેલા આ લગ્નની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ દુલ્હનનું તેના પરિવાર સાથે અચાનક ગાયબ થઈ જવું છે. વરરાજા સ્ટેજ પર રાહ જોતો રહી ગયો, લગ્નમાં આવેલા જાનૈયાઓ ચોંકી ગયા હતા અને થોડા સમય પછી આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. હવે, આ સમગ્ર ઘટના અંગે બંને પક્ષો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. વરરાજા પક્ષ તેને લાખો રૂપિયાની છેતરપિંડી ગણાવી રહ્યો છે, જ્યારે કન્યા પક્ષનું કહેવું છે કે લગ્નની વિધિ પહેલા દહેજની માંગણી કરવામાં આવી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

અહેવાલો અનુસાર, સાકેત આવાસ ઠેકરાના રહેવાસી દેવેન્દ્ર સિંહના લગ્ન આદર્શ નગરની રહેવાસી મુસ્કાન કંવર સાથે નક્કી થયા હતા. બંને પરિવારો લાંબા સમયથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. વરરાજાના પરિવારનો દાવો છે કે કન્યાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ દહેજમુક્ત લગ્ન માટે સંમત થયા હતા. એટલું જ નહીં, તેઓએ લગ્નની વિવિધ વિધિઓ અને તૈયારીઓ માટે નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. પરિવારનો આરોપ છે કે હલ્દી, મહેંદી, નિકાસી અને બિંદોરી જેવા સમારોહ માટે આશરે 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. વરરાજાના પરિવારે લગ્નનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. મોડી રાત્રે, બોરખેડાના એક મેરેજ ગાર્ડનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્નની જાન આવી, તેનું સ્વાગત કરવામાં આવ્યું, અને પછી સ્ટેજ પર વરમાળા સમારોહ યોજાયો. વીડિયો અને ફોટા લેવામાં આવી રહ્યા હતા, અને મહેમાનો દંપતીને આશીર્વાદ આપી રહ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે અચાનક એક વળાંક આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા.

Kota-Bride-and-Groom2
gnttv.com

એવું કહેવામાં આવે છે કે, વરમાળા સમારોહ પછી, કન્યા લગ્નની વિધિઓની તૈયારી કરવા માટે તેના રૂમમાં ગઈ. જ્યારે તે લાંબા સમય સુધી પાછી ન આવી, ત્યારે પરિવારે તેની શોધ શરૂ કરી. થોડા સમય પછી, ખબર પડી કે કન્યા અને તેનો પરિવાર મેરેજ ગાર્ડનમાંથી નીકળી ગયા છે. શરૂઆતમાં, લોકોને લાગ્યું કે તેઓ કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર ગયા હશે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી કોઈ પાછું ન આવ્યું, ત્યારે ગભરાટ ફેલાઈ ગયો. વરરાજાના પરિવાર તરત જ કન્યાના ઘરે દોડી ગયા, પરંતુ તેઓ ચોંકી ગયા. ઘર પર તાળું મારી દીધું હતું. લાંબા સમય સુધી દરવાજો ખટખટાવ્યા છતાં, કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારપછી મામલો સીધો પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો.

વરરાજાના પિતા સ્વરૂપ સિંહે આરોપ લગાવ્યો કે, આખી ઘટના ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે કન્યાના પરિવારે તેમનો વિશ્વાસ જીતીને લગ્ન નક્કી કર્યા અને પછી રીતિ રિવાજ માટે પૈસા લીધા. જો કે, લગ્નની વિધિઓ થાય તે પહેલા તેનું અચાનક ગાયબ થવું સ્પષ્ટપણે છેતરપિંડી તરફ ઈશારો કરે છે. પરિવારનો આરોપ છે કે તેઓ સંબંધનો આદર કર્યો, નાણાકીય સહાય આપી અને લગ્નનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો, પરંતુ બદલામાં તેમને દગો આપવામાં આવ્યો હતો. વરરાજાના પરિવારનું કહેવું છે કે, આખા પરિવારનું આમ અચાનક ગાયબ થવું સ્પષ્ટપણે પૂર્વ-આયોજિત ષડયંત્ર દર્શાવે છે.

Kota-Bride-and-Groom4
zeenews.india.com

બીજી બાજુ, કન્યા પક્ષ પણ ગંભીર આરોપો લગાવે છે. જો કે, વાર્તાની બીજી બાજુ સંપૂર્ણપણે અલગ છે. બોરખેડા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, કન્યા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે લગ્ન પહેલા વરરાજા પક્ષે દહેજની માંગણી કરી હતી. એવું કહેવાય છે કે લગ્ન દરમિયાન બંને પરિવારો વચ્ચે દાગીના અને અન્ય વસ્તુઓ અંગે ઝઘડો થયો હતો. મામલો ધીમે ધીમે એટલો બધો આગળ વધી ગયો કે વિવાદની સ્થિતિ ઉભી થઇ હતી. કન્યા પક્ષનો દાવો છે કે, વધતા તણાવ અને કથિત દહેજની માંગને કારણે, તેમણે લગ્ન આગળ ન વધારવાનો નિર્ણય લીધો.

બોરખેડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હનુમાનએ જણાવ્યું હતું કે, શરૂઆતની તપાસમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો હોવાનું જણાય છે. તેમણે જણાવ્યું હતું કે, લગ્ન પહેલા દાગીના અંગે ઝઘડો થયો હતો. સ્થળ પર જ સમજૂતી થઇ હતી, પરંતુ મામલો ઉકેલાઈ શક્યો નથી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અનિલ કુમાર ટેલરે જણાવ્યું હતું કે, બંને પક્ષો તરફથી ફરિયાદો મળી છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, ખરેખર લગ્નના નામે છેતરપિંડી થઈ હતી કે વિવાદને કારણે લગ્ન તૂટી ગયા હતા.

Kota-Bride-and-Groom5
zeenews.india.com

આ સમગ્ર ઘટનાએ લગ્નમાં આવેલા મહેમાનોને પણ આશ્ચર્યચકિત કરી દીધા. લોકો કહે છે કે વરમાળા સમારોહ સુધી બધું સામાન્ય લાગતું હતું. કોઈને ખ્યાલ નહોતો કે આખું વાતાવરણ આટલી ઝડપથી બદલાઈ જશે. એક તરફ સ્ટેજ શણગારેલું હતું, અને બીજી તરફ, વરરાજા તેના લગ્નના પોશાકમાં રાહ જોતો બેઠો હતો. સંબંધીઓ ઘણી વાર કન્યાને બોલાવવા ગયા, પરંતુ ધીમે ધીમે બધાને સમજાયું કે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. મોડી રાત સુધી મેરેજ ગાર્ડનમાં હાજર લોકોમાં આ ઘટના જ ચર્ચાનો એકમાત્ર વિષય બની રહી.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.