કાર લાખોની પણ હરકત ચોર જેવી... થારમાં ટાંકી ફૂલ કરાવી પૈસા આપ્યા વગર ફરાર થઈ ગયો ચાલક

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે, મથુરામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રવિવારે રાત્રે જમુનાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કાળા રંગની થાર ગાડીનો ચાલક ડીઝલ ભરાવ્યા પછી પૈસા આપ્યા વિના ભાગી ગયો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Mathura Thar SUV
hindi.news18.com

એવું કહેવાય છે કે, રવિવારે રાત્રે પેટ્રોલ પંપ પર એક કાળા રંગની થાર ગાડી આવી હતી. વાહનમાં નંબર પ્લેટ નહોતી. ડ્રાઈવરે સામાન્ય ગ્રાહકની જેમ પેટ્રોલ પંપ સ્ટાફ પાસે ગાડીની ટાંકીમાં ફૂલ ડીઝલ ભરવાનું કહ્યું. સ્ટાફને પણ શરૂઆતમાં કોઈ શંકા ન ગઈ અને તેણે ગાડીમાં ડીઝલ ભરી દીધું.

ડીઝલ ભર્યા પછી, જ્યારે પૈસા ચૂકવવાનો સમય થયો, ત્યારે ડ્રાઈવરે અચાનક ગાડીની ઝડપ વધારી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ઘટના એટલી ઝડપથી બની કે પેટ્રોલ પંપના સ્ટાફને કંઈ સમજ જ ન પડી. જ્યારે તેને ભાન થઇ કે ખરેખર શું થયું છે, ત્યાં સુધીમાં તો થાર ગાડી ઘણી દૂર નીકળી ચુકી હતી.

Mathura Thar SUV
amarujala.com

ઘટના પછી તરત જ, પેટ્રોલ પંપના કર્મચારીઓએ વાહનનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, થારનો ડ્રાઈવર એકદમ ઝડપ વધારીને ત્યાંથી ભાગી ગયો. અને કર્મચારીઓના હાથમાં ન આવ્યો. આ ઘટનાના કારણે પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. કેમેરામાં આખી ઘટના સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં નંબર પ્લેટ વગરનું કાળા રંગનું થાર વાહન પેટ્રોલ પંપ પર આવીને ડીઝલ ભરાવે છે અને પછી પૈસા ચૂકવ્યા વિના ઝડપથી ભાગી જાય છે. આ ઘટનાનો CCTV વીડિયો હવે વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Mathura Thar SUV
abhinews.co.in

પોલીસ હવે નંબર પ્લેટ વગરના કાળા થાર વાહન અને તેના ડ્રાઈવરને શોધી રહી છે. CCTV ફૂટેજનો ઉપયોગ કરીને વાહનની ઓળખ અને તેની ગતિવિધિઓ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટના પછી પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ વધુ સતર્ક બન્યા છે. જ્યારે, હવે પોલીસનું ધ્યાન હવે તે થાર ગાડી સુધી પહોંચવા પર છે, જે આખી ટાંકીમાં ડીઝલ ભરાવ્યા પછી પૈસા ચૂકવ્યા વિના ભાગી ગઈ હતી.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.