ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીની જાહેરાત, ‘વર્ક ફ્રોમ હોમ’ અને ડિજિટલ કાર્યક્રમો પર મુકાશે ભાર

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન પેટ્રોલ-ડીઝલની બચત કરવા, કાર પૂલિંગનો ઉપયોગ કરવા અને મેટ્રો ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા કરેલી અપીલ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પર્યાવરણની જાળવણી અને આર્થિક બચત માટે સરકાર હવે ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ અને વર્ચ્યુઅલ સરકારી કાર્યક્રમો તરફ આગળ વધી રહી છે.

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા જણાવ્યું હતું કે, સરકાર કોર્પોરેટ અને ખાનગી સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે વિચારણા કરી રહી છે. આ માટે સરકાર ટૂંક સમયમાં ખાનગી કંપનીઓ અને વિવિધ એસોસિયેશનો સાથે બેઠક યોજશે. મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિને વધુ અસરકારક બનાવવાની સરકારની યોજના છે.

15

માત્ર ખાનગી જ નહીં, સરકારી સ્તરે પણ ઈંધણ બચાવવા માટે આયોજન થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આઉટડોર કાર્યક્રમો હવે વધુ પ્રમાણમાં ડિજિટલ માધ્યમથી યોજવાની શક્યતા છે. ખાસ કરીને હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનો પ્રયાસ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યક્રમો યોજવાથી સમય અને ખર્ચ બંનેમાં મોટી રાહત મળશે.

શૈક્ષણિક સંસ્થાઓએ પણ ઈંધણ બચાવવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની કોઈ વ્યવસ્થા નથી, પરંતુકાર પૂલિંગ’ માટે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, જે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની કાર લઈને આવે છે, તેઓ પોતાની આસપાસ કે રસ્તામાં રહેતા સાથી કર્મચારીઓને સાથે લાવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે જેથી વાહનોની સંખ્યા અને ઈંધણનો વપરાશ ઘટે.

મંત્રી બાવળિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ તમામ નિર્ણયોમાં વહીવટી નિયમો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. સરકાર ઉદ્યોગો અને કર્મચારીઓ બંનેને અનુકૂળ રહે તે પ્રકારનું માળખું તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે. આગામી દિવસોમાં જો આ મોડલ સફળતાપૂર્વક લાગુ થશે, તો ગુજરાતમાં કોર્પોરેટ અને સરકારી કામકાજની પદ્ધતિમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

કેરળમમાં કોંગ્રેસની જીતના હીરો VD સતીસન CM બનશે; અહીં જાણો તેમની રાજકીય સફર કેવી રીતે આગળ વધી

કેરળમના CMને લઈને 10 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ગુરુવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં VD સતીસનને...
National 
કેરળમમાં કોંગ્રેસની જીતના હીરો VD સતીસન CM બનશે; અહીં જાણો તેમની રાજકીય સફર કેવી રીતે આગળ વધી

આ જગ્યાએ ઝાડ પરથી પડી ગયેલી કેરી ઉપાડવા બદલ 3 લાખનો દંડ! સરકારનો વિચિત્ર કાયદો ચર્ચામાં

સિંગાપોર વિશ્વભરમાં તેના કડક કાયદા અને શિસ્ત માટે જાણીતું છે, પરંતુ તાજેતરમાં, ત્યાંનો એક કાયદો સોશિયલ મીડિયા પર...
World 
આ જગ્યાએ ઝાડ પરથી પડી ગયેલી કેરી ઉપાડવા બદલ 3 લાખનો દંડ! સરકારનો વિચિત્ર કાયદો ચર્ચામાં

'કેરળમમાં SIRથી મતદાર યાદી સાફ થઈ ગઈ અને કોંગ્રેસને ફાયદો થયો, બંગાળમાં...' શશી થરુરે સમજાવ્યું મતોનું ગણિત

કોંગ્રેસ નેતા શશિ થરૂર માને છે કે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)થી કોંગ્રેસને ફાયદો થયો. થરૂરે કહ્યું...
National 
'કેરળમમાં SIRથી મતદાર યાદી સાફ થઈ ગઈ અને કોંગ્રેસને ફાયદો થયો, બંગાળમાં...' શશી થરુરે સમજાવ્યું મતોનું ગણિત

બંગાળ પર 'અંતિમ દાવ'? SIR પર મમતાની અનંત કથા ચૂંટણી પછી પણ ચાલુ છે!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. પરિણામો આવી ગયા છે. BJP પહેલીવાર સત્તામાં આવ્યું છે. CM ...
National 
બંગાળ પર 'અંતિમ દાવ'? SIR પર મમતાની અનંત કથા ચૂંટણી પછી પણ ચાલુ છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.