સ્માર્ટફોન કંપની Vivo અને Oppo કિંમતો વધારવાની તૈયારી કરી રહ્યા છે, તેનું કારણ છે AI

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આવનારા સમયમાં તમારે વધુ રકમ ચૂકવવી પડે એમ છે. મુખ્ય ચીની સ્માર્ટફોન કંપનીઓ, Vivo અને Oppo, તેમના ફોનના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. મેમરી ચિપ્સની ઝડપથી વધતી કિંમતને તેનું કારણ ગણાવવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, તાજેતરના સમયમાં સ્માર્ટફોન ઉત્પાદનમાં વપરાતી મેમરી અને સ્ટોરેજ ચિપ્સના ભાવમાં તીવ્ર વધારો થયો છે. કંપનીઓ ખર્ચના દબાણનો સામનો કરી રહી છે, તેથી તેઓ હવે તેની અસર ફોનના ભાવમાં દેખાડી શકે છે.

હકીકતમાં, વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) ટેકનોલોજીની માંગ ઝડપથી વધી રહી છે. AI સર્વર અને ડેટા સેન્ટર્સને મોટી માત્રામાં મેમરી ચિપ્સની જરૂર પડે છે.

67

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની વધતી માંગને કારણે સ્માર્ટફોન ઉદ્યોગમાં વપરાતા DRAM અને NAND જેવા ચિપ્સના પુરવઠામાં અછત સર્જાઈ છે અને તેમની કિંમતોમાં વધારો થયો છે.

ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે, ગયા વર્ષની સરખામણીમાં મેમરી ચિપ્સના ભાવમાં 80 ટકાથી વધુનો વધારો થયો છે. આ જ કારણ છે કે ઘણી ચીની સ્માર્ટફોન બ્રાન્ડ્સ હવે તેમના ફોનના ભાવ વધારવાનું વિચારી રહી છે.

અહેવાલો અનુસાર, ઓપ્પો એપ્રિલમાં તેના કેટલાક હાલના સ્માર્ટફોન મોડેલોની કિંમતોમાં વધારો કરી શકે છે. આ ફેરફાર ખાસ કરીને કંપનીની A અને K શ્રેણી જેવા મિડ-રેન્જ અને બજેટ ફોનને અસર કરી શકે છે.

66

માત્ર ઓપ્પો જ નહીં, પરંતુ વિવો, ઓનર અને અન્ય ચીની બ્રાન્ડ્સ પણ આ જ પ્રકારના ભાવ વધારા પર વિચાર કરી રહી છે. જો આવું થાય, તો તે છેલ્લા પાંચ વર્ષમાં સ્માર્ટફોન ઉદ્યોગમાં સૌથી મોટું સામૂહિક પ્રાઇસ એડજસ્ટમેન્ટ હોઈ શકે છે.

બીજું પણ એક કારણ એ છે કે, સ્માર્ટફોન કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. મેમરી ચિપ્સ ઉપરાંત, ધાતુઓ, ઊર્જા અને ઉત્પાદન સંબંધિત ખર્ચમાં પણ વધારો થયો છે. તેની સાથે જ, ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધો સપ્લાય ચેઇનને પણ અસર કરી રહ્યા છે.

69

આની અસર ફક્ત ચીન સુધી મર્યાદિત નથી. નિષ્ણાતો માને છે કે, જો મેમરી ચિપના ભાવમાં વધારો થતો રહેશે, તો આગામી મહિનાઓમાં વિશ્વભરમાં સ્માર્ટફોન વધુ મોંઘા થઈ શકે છે.

આનો અર્થ એ છે કે, ભવિષ્યમાં નવો ફોન ખરીદવો વધુ મોંઘો થઈ શકે છે, ખાસ કરીને મિડ-રેન્જ અને બજેટ સેગમેન્ટમાં. આવી સ્થિતિમાં, ઘણા વપરાશકર્તાઓ તેમના જૂના ફોનને લાંબા સમય સુધી રાખવાનું પસંદ કરી શકે છે. જો ઉદ્યોગનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો 2026માં સ્માર્ટફોન બજારમાં ભાવ વધારાનો નવો યુગ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.