'ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે સેમિકન્ડક્ટર મિશન, તેની અસર..’, ગુજરાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્સ સેમિકોન દ્વારા 3,300 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન, તેમણે વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું અને આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, 28 ફેબ્રુઆરીએ માઇક્રોનના પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ હતું અને આજે, 31 માર્ચે કેન્સ ટેક્નોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.

આ માત્ર સંયોગ નથી, આ એ વાતનું પ્રમાણ છે કે ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ કઈ ગતિથી વિકસિત થઈ રહી છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2021માં, ભારતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું, જે ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે અને તેની અસર બધા સામે છે.

PM-Modi1
facebook.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘મને ખૂબ જ આનંદ છે કે એક ભારતીય કંપનીએ સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનમાં રસ દાખવ્યો છે, અને હવે આપણે તેના પરિણામો જોઈ શકીએ છીએ. કેન્સ, જે ભારતીય કંપની છે, ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો હિસ્સો બની ગઈ છે. આ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વની વાત છે.

કેલિફોર્નિયાની એક કંપની માટે સાણંદ પ્લાન્ટમાં એડવાન્સ્ડ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. મને જાણવા મળ્યું છે કે હાલમાં અહીં ઉત્પાદિત થતી પ્રોડક્ટ્સનો એક મોટો જથ્થો બની રહ્યો છે, તેને નિકાસ માટે પહેલા જ બુક કરી દેવામાં આવ્યો છે. સાણંદમાં ઉત્પાદિત આ મોડ્યૂલ્સ અમેરિકન કંપનીઓને સપ્લાઈ કરવામાં આવશે, જેનાથી વિશ્વભરના ઉદ્યોગોને પાવર આપવામાં મદદ મળશે. 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' પહેલની અસર વિશ્વના દરેક ખૂણામાં અનુભવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2021માં, ભારતે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' શરૂ કર્યું હતું. આ મિશન ફક્ત ઔદ્યોગિક નીતિ નથી; તે ભારતના આત્મવિશ્વાસની જાહેરાત હતી.

PM-Modi
facebook.com/narendramodi

કેન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતા જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં CG પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.