4 દિવસ ગુજરાત પર ભારે, ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અત્યારે ગુજરાતમાં ભારે ગરમી યથાવત્ રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર આપ્યા છે

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.

rain1
indiatoday.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ 29 મે સુધી તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. ત્યારબાદ 30 મેના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40-50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા-મધ્યમ વરસાદ પડી શકે છે.

31 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છ માં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 40-50 કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

1 જૂને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વાવાઝોડું અને ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.

rain2
youtube.com

ઉલ્લેખનીય છે કે, બુધવારે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું.

આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3°C અને લઘુત્તમ તાપમાન 26.6°C નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે.

About The Author

Related Posts

Top News

હવે દરિયો આડો નહીં આવે! ખંભાતના અખાતમાં બનશે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ, ભાવનગર-ભરૂચ 45 મિનિટમાં પહોંચી જશો

ગુજરાતના માળખાગત સુવિધાઓના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોથી...
Gujarat 
હવે દરિયો આડો નહીં આવે! ખંભાતના અખાતમાં બનશે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ, ભાવનગર-ભરૂચ 45 મિનિટમાં પહોંચી જશો

ટાટાએ લોન્ચ કરી નવી ટિયાગો EV, 6 એરબેગ્સ, 285 Km રેન્જ, બેટરી પર લાઈફટાઈમ વોરંટી, કિંમત એટલી કે લોકો લેવા દોડાદોડી કરશે

ટાટા મોટર્સે તેની એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર ટિયાગો હેચબેકનું ફેસલિફ્ટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. ફેસલિફ્ટેડ વર્ઝન હવે સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ સાથે આવે...
Tech and Auto 
ટાટાએ લોન્ચ કરી નવી ટિયાગો EV,  6 એરબેગ્સ, 285 Km રેન્જ, બેટરી પર લાઈફટાઈમ વોરંટી, કિંમત એટલી કે લોકો લેવા દોડાદોડી કરશે

અમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, નિવૃત્ત DySPને ખેંચી ધક્કા મારી લોકઅપમાં પૂર્યા

ગઈકાલે સાંજે અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ 5:00 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના...
Gujarat 
અમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, નિવૃત્ત DySPને ખેંચી ધક્કા મારી લોકઅપમાં પૂર્યા

મહારાષ્ટ્રના આ શહેરમાં અધિક માસ એકાદશીને કારણે મુસ્લિમોએ બકરી ઈદ પર કુરબાની ટાળી

દેશભરમાં, બકરી-ઈદનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તીર્થસ્થળ પંઢરપુરથી ગંગા-જમુની...
મહારાષ્ટ્રના આ શહેરમાં અધિક માસ એકાદશીને કારણે મુસ્લિમોએ બકરી ઈદ પર કુરબાની ટાળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.