હજુ ખતરો ટળ્યો નથી, ગુજરાતના માથે વધુ એક સિસ્ટમનું જોખમ, 22 માર્ચ બાદ...

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોના પાયમાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં  થયેલા કમોસમી વરસાદે પહેલા જ જગતના તાતની કમર તોડી નાખી છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં થઈ રહેલા પલટાને અને ગુજરાતને માથે વધુ એક સિસ્ટમ સક્રિય છે, જેને કારણે વખતે કેરીનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે, જેણે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

02

ગઇકાલે ભારે પવન સાથે રાજ્યમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તો ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડ પડવા, શેડના પતરાં ઉડવા, વીજ પોલ પડી જવા જેવી ઘટના સામે આવી છે. આ દરમિયાન રાજ્યમાં વીજળી પડવાની પણ ઘટના નોંધાઈ હતી, જેમાં 50 વર્ષીય મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા.

gujarati.oneindia.comના અહેવાલ મુજબ, હવામાન વિભાગે 22 માર્ચ બાદ ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની અને કમોસમી વરસાદ પડવાની શક્યતા વર્તાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ દેશમાં 5 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાત સહિત પડોશી રાજ્યોમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે.

22 માર્ચથી સક્રિય થનારી આ નવી સિસ્ટમ અપર સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે વાતાવરણમાં પલટો લાવશે, જેની સીધી અસર ખેતીના પાક પર પડી શકે છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધૂળભરી આંધી અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બપોરે તાપમાનમાં વધારો થશે, જ્યારે સાંજ પડતા જ વાદળછાયું વાતાવરણ સર્જાશે અને પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 માર્ચ બાદ વાતાવરણમાં વધુ ફેરફાર થશે અને તાપમાનનો પારો ગગડતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ચોટીલા, રાજકોટ અને ભેસાણ જેવા વિસ્તારોમાં પણ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે, જ્યારે અનેક પંથકોમાં કરા સાથે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

03

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, આગાહીકાર નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 22 અને 25 માર્ચની આસપાસ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમની અસરને કારણે 25 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે હળવા ઝાપટાં પણ પડી શકે છે.

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો અહેસાસ કરાવતી આ સિસ્ટમ એપ્રિલ મહિનામાં પણ યથાવત રહી શકે છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ફરી વાતાવરણ પલટાવાની શક્યતા છે. ખાસ કરીને 8 થી 12 એપ્રિલ દરમિયાન દેશના અનેક ભાગોમાં વરસાદની અસર જોવા મળશે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી શકે છે. અખાત્રીજની આસપાસ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

About The Author

Top News

ફોન બનાવતી Xiaomiએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી,એક ચાર્જ પર 902 Km ચાલશે, કિંમત પણ...

Xiaomiએ તેની અપડેટેડ ઇલેક્ટ્રિક સેડાન, Xiaomi SU7નું નવું જનરેશન મોડેલ લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક કાર ત્રણ...
Tech and Auto 
ફોન બનાવતી Xiaomiએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી,એક ચાર્જ પર 902 Km ચાલશે, કિંમત પણ...

હજુ ખતરો ટળ્યો નથી, ગુજરાતના માથે વધુ એક સિસ્ટમનું જોખમ, 22 માર્ચ બાદ...

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોના પાયમાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે....
Gujarat 
હજુ ખતરો ટળ્યો નથી, ગુજરાતના માથે વધુ એક સિસ્ટમનું જોખમ, 22 માર્ચ બાદ...

‘સાહેબ... હાથ જોડું છું!’, CMO ઓફિસનો કારકૂન આજીજી કરતો રહ્યો, વિજિલન્સ ટીમ ખેંચીને લઈ ગઈ

ઝાંસીની 12 સભ્યોની વિજિલન્સ ટીમે મહોબા જિલ્લાની એક ખાનગી હોટલના ભોંયરામાં છટકું ગોઠવ્યું હતું અને આરોગ્ય વિભાગના લોજિસ્ટિક્સ મેનેજર જીતેશ...
National 
‘સાહેબ... હાથ જોડું છું!’, CMO ઓફિસનો કારકૂન આજીજી કરતો રહ્યો, વિજિલન્સ ટીમ ખેંચીને લઈ ગઈ

દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં, માતાની જુબાનીના આધારે, કોર્ટે કલયુગી પુત્ર છત્રપાલને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા...
National 
દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

Opinion

ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં બહુમત ભૂમિ સાથે જોડાયેલો સમાજ છે. જેમના જીવનમાં અને લોહીમાં ખેતી સંસ્કાર અને ભક્તિનો સમન્વય છે. આજે...
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.