દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં, માતાની જુબાનીના આધારે, કોર્ટે કલયુગી પુત્ર છત્રપાલને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી. એપ્રિલ 2025માં, આરોપીએ 10 વીઘા જમીન માટે દાતરડાથી તેના પિતાનું ગળું કાપીને હત્યા કરી હતી. માતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તે તેના પતિના હત્યારાનો ચહેરો જોવા માંગતી નથી.

ઉત્તર પ્રદેશના બરેલીમાં, કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં માતાની જુબાનીના આધારે પુત્રને સજા ફટકારવામાં આવી. હકીકતમાં, એક માતાએ કોર્ટમાં તેના જ પુત્ર વિરુદ્ધ જુબાની આપતા કહ્યું કે, તે ક્યારેય તેનો ચહેરો ફરી જોવા માંગતી નથી કારણ કે તેણે તેનું લગ્નજીવન બરબાદ કરી દીધું હતું. સુનાવણી અને જુબાની પૂર્ણ થયા પછી, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી.

Son-Life-Imprisonment
youtube.com

આ ઘટના બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. એક વર્ષ પહેલા એક લોભી દીકરાએ જમીન માટે પોતાના જ પિતાની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં તેની માતાએ જુબાની આપી હતી. માતાએ તેના પુત્ર વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી, જેના કારણે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

વકીલે બતાવ્યું હતું કે, 1 એપ્રિલ, 2025ના રોજ, પુત્રએ જમીન માટે તેના પિતાની હત્યા કરી હતી, ત્યારપછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. માતાની જુબાની પછી, બરેલી કોર્ટે હવે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

Son-Life-Imprisonment
youtube.com

ગુરુવારે, કોર્ટે નવાબગંજ વિસ્તારમાં જમીનની લાલચમાં પોતાના પિતાની હત્યા કરનાર કળીયુગી પુત્ર છત્રપાલને આજીવન કેદ અને રૂ. 100,000 દંડની સજા ફટકારી હતી. ADJ-5ના ન્યાયાધીશ તબરેઝ અહેમદે 11 એપ્રિલ, 2025ના રોજ બનેલી ઘટનાના આધારે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

છત્રપાલના પિતા પાસે 10 વિઘા જમીન હતી, જેને તેઓ તેમના ચાર પુત્રોમાં વહેંચવા માંગતા ન હતા. આ વિવાદમાં, છત્રપાલે 11 એપ્રિલના રોજ દાતરડાથી પિતાનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેમની હત્યા થઈ ગઈ હતી. ઘટના પછી આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, અને પિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Son-Life-Imprisonment1
youtube.com

સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે 7 સાક્ષીઓ રજૂ કર્યા. સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીની સગી માતાએ તેના જ પુત્ર વિરુદ્ધ જુબાની આપી. માતા કોર્ટમાં ભાવુક થઈ ગઈ અને કહ્યું, 'હું આ પુત્રનો ચહેરો જોવા માંગતી નથી, જેણે મારા પતિની હત્યા કરી.' તેની માતા, ભાઈ અને ભાભીની જુબાનીના આધારે, કોર્ટે છત્રપાલને દોષિત ઠેરાવ્યો હતો.

About The Author

Top News

‘સાહેબ... હાથ જોડું છું!’, CMO ઓફિસનો કારકૂન આજીજી કરતો રહ્યો, વિજિલન્સ ટીમ ખેંચીને લઈ ગઈ

ઝાંસીની 12 સભ્યોની વિજિલન્સ ટીમે મહોબા જિલ્લાની એક ખાનગી હોટલના ભોંયરામાં છટકું ગોઠવ્યું હતું અને આરોગ્ય વિભાગના લોજિસ્ટિક્સ મેનેજર જીતેશ...
National 
‘સાહેબ... હાથ જોડું છું!’, CMO ઓફિસનો કારકૂન આજીજી કરતો રહ્યો, વિજિલન્સ ટીમ ખેંચીને લઈ ગઈ

દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

ઉત્તર પ્રદેશના બરેલીમાં, માતાની જુબાનીના આધારે, કોર્ટે કલયુગી પુત્ર છત્રપાલને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા...
National 
દીકરા વિરુદ્ધ માતાની જુબાની, કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી; માએ કહ્યું- તારું મોઢું જોવા માંગતી નથી

આ 2 ભારતીયોએ અમેરિકામાં એવું કામ કર્યું કે 400 વર્ષની જેલની સજા થઈ શકે છે

અમેરિકામાં ભારતીય મૂળના બે ભાઈઓને કરોડો ડૉલરના છેતરપિંડી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ગુજરાતના ભાસ્કર સવાણી (60) અને અરુણ...
World 
આ 2 ભારતીયોએ અમેરિકામાં એવું કામ કર્યું કે 400 વર્ષની જેલની સજા થઈ શકે છે

કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગોકુલધામ રેસિડન્સી, સચિન વિસ્તારમાં આવેલ ફ્લેટ સંબંધિત વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા પાર્કિંગની...
Gujarat 
કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

Opinion

ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં બહુમત ભૂમિ સાથે જોડાયેલો સમાજ છે. જેમના જીવનમાં અને લોહીમાં ખેતી સંસ્કાર અને ભક્તિનો સમન્વય છે. આજે...
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.