કાર પાર્કિંગ સુવિધાની ફરિયાદ પુરાવાના અભાવે-સમય મર્યાદા બહારની હોવાથી કોર્ટે નામંજૂર કરી

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગોકુલધામ રેસિડન્સી, સચિન વિસ્તારમાં આવેલ ફ્લેટ સંબંધિત વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા પાર્કિંગની સુવિધા બિલ્ડરે ન આપી હોવાનું જણાવી તેવી સુવિધા અપાવવાની દાદ માંગતી ફરિયાદ નામંજૂર કરવામાં આવી છે. 

કેસની વિગત મુજબ અર્ચના ગિરધરભાઈ ચૌધરી તથા ગિરધરભાઈ બ્રિજલાલ ચૌધરી (ફરિયાદીઓ એ) ગણેશ ડેવલોપર્સ તથા તેના પાર્ટનર્સ (સામાવાળાઓ) વિરુદ્ધ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ કરેલી ફરિયાદમાં ફરિયાદીઓએ જણાવ્યું હતું કે તેમણે ફ્લેટ નં. 407, A-2 બિલ્ડિંગ, ગોકુલધામ રેસિડન્સી ખરીદ્યો હતો અને તા. 28/01/2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. તેમનો મુખ્ય આક્ષેપ હતો કે બિલ્ડરે અલગ કાર પાર્કિંગ આપવાની ખાતરી આપ્યા છતાં પાર્કિંગ સુવિધા આપવામાં આવી નથી.

સામાવાળાઓ તરફથી દલીલો રજૂ કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈએ કમિશન સમક્ષ સ્પષ્ટ કર્યું કે ફરિયાદ સમય મર્યાદા બહાર દાખલ કરવામાં આવી છે, કારણ કે વેચાણ દસ્તાવેજ 2016માં થયેલ હોવા છતાં ફરિયાદ વર્ષ 2022માં દાખલ કરવામાં આવી છે. વધુમાં રજૂઆત કરવામાં આવી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા બિલ્ડિંગ યુઝ (B.U.) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે બાંધકામ તથા તમામ સુવિધાઓ મંજૂર નકશા મુજબ પૂર્ણ કરવામાં આવી છે અને તેમાં કોઈ ખામી નથી.

કમિશને નોંધ્યું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ફરિયાદ બે વર્ષની અંદર કરવી આવશ્યક છે, જ્યારે હાલની ફરિયાદ નોંધપાત્ર વિલંબ બાદ દાખલ કરવામાં આવી છે અને વિલંબ માફી માટે કોઈ પૂરતું કારણ રજૂ કરવામાં આવ્યું નથી. આથી ફરિયાદ સમયમર્યાદા બહાર હોવાથી પણ તે મેન્ટેનેબલ નથી.

કમિશને વધુમાં નિરિક્ષણ કર્યું કે વેચાણ દસ્તાવેજમાં પાર્કિંગ અંગે સામાન્ય જોગવાઈ દર્શાવવામાં આવી છે, પરંતુ ફરિયાદીઓ દ્વારા એવા કોઈ ચોક્કસ અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે જે દર્શાવતા હોઈ કે બિલ્ડરે પાર્કિંગ અંગે આપેલી કોઈ ચોક્કસ ખાતરીનો ભંગ કર્યો હોય. Smcએ ઇસ્યુ કરેલ buc પરથી smc એ મંજુર કરેલ પ્લાન/પરમીશન મુજબની સુવિધાઓ અપાઈ હોવાનું ફલિત થાય છે એમ પણ કાયદા એ નોંધીયું હતું.

આ પરિસ્થિતિમાં સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય ) ના પ્રમુખ પી પી મેખીયા તથા ડો તીર્થેશ મહેતા એ આપેલા જજમેન્ટમાં સ્પષ્ટ રીતે ઠરાવ્યું કે ફરિયાદ સમયમર્યાદા બહાર તથા પુરાવાના અભાવે કાનૂની રીતે ટકી શકતી નથી અને તેથી ફરિયાદ નામંજૂર કરવામાં આવે છે. કમિશને કોઈ ખર્ચ પણ અપાવ્યો નથી.

આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે બિલ્ડર દ્વારા મંજૂર નકશા મુજબ બાંધકામ પૂર્ણ કરીને અને સત્તાવાર B.U. સર્ટિફિકેટ મેળવ્યા બાદ, માત્ર સામાન્ય આક્ષેપોના આધારે જવાબદારી ઠેરવવી શક્ય નથી. સાથે જ ગ્રાહકો માટે પણ આ ચુકાદો માર્ગદર્શનરૂપ છે કે તેઓએ પોતાના હકો માટે સમયસર અને યોગ્ય પુરાવા સાથે કાર્યવાહી કરવી જરૂરી છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.