કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક

(ઉત્કર્ષ પટેલ)

સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વમાં કમલભાઈ તુલસિયાન (કમલવિજય રામચંદ્ર તુલસિયાન)નું નામ અગ્રેસર છે. તેઓ માત્ર એક સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક પણ છે. તેમનું જીવન સાબિત કરે છે કે સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે વ્યવસાયને સમાજસેવા સાથે જોડી દેવામાં આવે.

કમલભાઈએ પોતાની કારકિર્દી ખૂબ જ સાદી અને પડકારજનક પરિસ્થિતિઓમાંથી શરૂ કરી હતી. સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં તેમણે J. R. Dyeing & Printing Mills Pvt. Ltd. ની સ્થાપના કરી જે આજે સુરતની સૌથી જૂની અને વિશ્વસનીય સાડી ઉત્પાદન તથા પ્રોસેસિંગ કંપનીઓમાં ગણાય છે. ડાઈંગ, પ્રિન્ટિંગ અને ટેક્સચરાઇઝિંગ જેવા ક્ષેત્રોમાં તેમની કંપની ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રતીક બની છે. તેઓએ ઉદ્યોગને આધુનિક બનાવવા માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગ્રીન ટેક્નોલોજી અપનાવી અને કામદારોના કલ્યાણ માટે સમયાંતરે વિવિધ પગલાં લેતા રહે છે. આજે તેમની કંપનીમાં પરિવારના સભ્યો સાથે મળીને તેઓ વ્યવસાયને આગળ વધારી રહ્યા છે.

11
  
કમલભાઈનું વ્યક્તિત્વ ત્યારે વધુ પ્રભાવશાળી બને છે જ્યારે તેઓ વ્યવસાયને સમાજસેવા સાથે જોડે છે. તેઓ The Sutex Co-operative Bank Ltd. ના ચેરમેન તરીકે સક્રિય છે. આ બેંક સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ અને નાનામધ્યમ વેપારીઓ માટે આર્થિક સહારો પૂરો પાડે છે. તેમના નેતૃત્વમાં બેંકે શિક્ષણ લોન, વ્યવસાયિક લોન અને સામાજિક કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 

આ ઉપરાંત તેઓ Pandesara Industrial Cooperative Society ના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જ્યાં તેમણે અનેક ટેક્સટાઇલ યુનિટ્સના હિતોનું રક્ષણ કર્યું. Southern Gujarat Textile Processors Association (SGTPA) અને Surat Mega Textile Processing Park Association માં તેમની ભૂમિકા ઉદ્યોગના વિકાસ માટે અમૂલ્ય રહી છે. Southern Gujarat Chamber of Commerce & Industry (SGCCI)માં પેટ્રોન અને મેનેજિંગ કમિટી સભ્ય તરીકે તેઓએ વેપારીઓના હિતોના વિષયોમાં હરહંમેશ નીડર પણે વાચા આપી છે.

12

કમલભાઈની વિશેષ ખાસિયત એ છે કે તેઓ ક્યારેય સંકટથી દૂર ભાગતા નથી રહેતા. 1994ના પ્લેગ, 2020ના કોવિડ મહામારી અને અન્ય મુશ્કેલ સમયમાં તેમણે શ્રમિકોના સ્થળાંતર, ઉદ્યોગના અસ્તિત્વના બચાવ અને સમાજની મદદમાં મહત્વની ભૂમિકા ભજવી. સરકાર અને સ્થાનિક વહીવટ સાથે સંકલન કરીને તેમણે હંમેશા અનેક પરિવારોને આર્થિક અને ભાવનાત્મક ટેકો આપ્યો. આવા વિશેષ કાર્યો તેમને ઉદ્યોગપતિમાંથી સમાજસેવક બનાવે છે.

આજે લગભગ 74 વર્ષની વયે પણ તેઓ યુવા ઉદ્યોગકાર જેવી દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહે છે. તેઓ હંમેશા સ્પષ્ટવક્તા રહ્યા. રાજકારણી હોય કે ઉચ્ચ અધિકારી તેઓ એમની સાથે ઉદ્યોગના હિતની સ્પષ્ટ વાત કરતા ક્યારેય ખચકાટ અનુભવતા નથી. આજે પણ તેઓ સાદું જીવન જીવે છે અને કામદારોને પરિવારના સભ્યની જેમ વર્તે છે. પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક ટેક્નોલોજી પર ભાર મૂકીને કપડાઉદ્યોગને સ્થિર પ્રગતિશીલ બનાવવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ સંબંધિત સામાજિક કાર્યોમાં તેમની સક્રિયતા છે.  

13

કમલભાઈ તુલસિયાનની કાર્યશૈલી આપણને શીખવે છે કે સફળતા માત્ર પોતાના માટે નહીં સમાજ માટે હોય છે. તેઓ વ્યક્તિગત રીતે મને છે છે કે વ્યવસાય અને સેવાને જોડીને જ વાસ્તવિક સફળ જીવન જીવાય છે. "સફળતા એ સૌને સાથે લઈને આગળ વધવાનું નામ છે" આ વાક્ય તેમના જીવનમાં સાક્ષાત્ થાય છે. સુરતના આવા સેવાભાવી વ્યક્તિત્વો યુવા ઉદ્યોગકારોને હંમેશા પ્રેરણા આપતા રહે તેવી આશા રાખીએ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.