છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે

સરકારે શહેરોના વિકાસની વાતો કરતા નેતાઓને છેવાડાના આદિવાસી ગામડાઓની મુલાકાતે મોકલવા જોઈએ. આ એક સાદી પરંતુ તાકીદની વિનંતી છે. આજે જ્યારે મહાનગરોમાં સ્માર્ટ સિટી, મેટ્રો અને લક્ઝરી પ્રોજેક્ટ્સની ચર્ચા થાય છે, ત્યારે ગુજરાતના ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ, વલસાડ અને તાપી જેવા આદિવાસી વિસ્તારોમાં હજુ અંધારું છવાયેલું છે. આ વિસ્તારોમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોની સ્થિતિ જોવાથી સરકાર અને વિકાસના વાતાવરણમાં રહેલા નેતાઓની અંતર આત્મા જાગી જશે. વિકાસ એટલે માત્ર શહેરો નહીં જ્યાં અંધારું છે ત્યાં પણ દીવો કરી વિકાસ રૂપી પ્રકાશ ફેલાવવો જોઈએ.

3

કલ્પના કરો જે એક એવા ગામની અંતરિયાળ જંગલમાં વસેલું છે. સવારે સૂર્ય ઊગે ત્યારે બાળકો ચાર પાંચ કિલોમીટર પગપાળા ચાલીને શાળાએ જાય છે. શાળા? એક જ શિક્ષક, કોઈ બેન્ચ ટેબલ નહીં, છત વરસાદમાં ટપકે. ગુજરાતમાં આદિવાસી વસ્તી 14.8 ટકા છે લગભગ 89 લાખ લોકો પરંતુ માહિતી મુજબ તેમની સાક્ષરતા માત્ર 62.5 ટકા છે, જ્યારે રાજ્યની સરેરાશ 78 ટકા છે. દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં આ અંતર વધુ ચિંતનિય છે. NFHS-5 અનુસાર આદિવાસી બાળકોમાં સ્ટન્ટિંગ 40.9 ટકા, અંડરવેઈટ 39.5 ટકા અને વેસ્ટિંગ 23.2 ટકા છે. મહિલાઓમાં એનિમિયા 65 ટકા સુધી પહોંચે છે. એક માતા પોતાના બાળકને લઈને હોસ્પિટલ પહોંચવા માટે લાંબા ગાળાનો રસ્તો તૂટેલા પગપાળા પાર કરે છે. વીજળી? અડધી રાત સુધી નથી આવતી. પાણી? હેન્ડપંપ સરકારે કર્યા હતા પણ જો એ ચાલુ સ્થિમાં ના હોય તો નજીકની નદી અથવા કુવાથી લાંબુ અંતર ચાલીને લાવવું પડે છે. સ્વચ્છતા સુવિધા લગભગ અણધારી.

4

આદિવાસીઓનું જીવન જંગલ સાથે જોડાયેલું છે. ભીલ, રથવા, કોકના જેવી જાતિઓની સંસ્કૃતિ સમૃદ્ધ છે તેઓ પ્રકૃતિના રક્ષક છે, પરંતુ આજે વન અધિકાર અધિનિયમ (FRA)નો અમલ અધૂરો છે. જમીન વેચાઈ જાય છે, ડેમ અને ખાણ પ્રોજેક્ટ્સમાં વિસ્થાપન થાય છે, પુનર્વસનની વાતો કાગળ પર જ રહી જાય છે. ગરીબીનો દર આદિવાસીઓમાં 43 ટકા છે જ્યારે સામાન્ય વસ્તીમાં 25 ટકા. યુવાનો શહેરોમાં મજૂરી કરવા સ્થળાંતર કરે છે, સંસ્કૃતિ જળવાતી નથી.  મહિલાઓ વહેલી સવારે જંગલમાંથી લાકડા અને મહુડાના ફૂલ લાવે છે પણ વનપેદાશોની આવક અત્યંત ઓછી. આરોગ્ય કેન્દ્રો દૂર છે, મોબાઈલ મેડિકલ યુનિટ્સની અછત છે. એક વૃદ્ધ કહે છે, “અમે વનના સંતાન છીએ પરંતુ વિકાસ અમારા વિના જ થાય છે.”

6

સરકારે અનેક યોજનાઓ ચલાવી છે વનબંધુ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN), પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના. રસ્તાઓ, વીજળી, પાણી અને આંગણવાડી કેન્દ્રો માટે કરોડો રૂપિયા ફાળવાયા છે. છતાં જમીન પર અમલ અધૂરો છે. એક શિક્ષક કહે છે, “યોજના આવે છે પણ પૂરી અહીં સુધી પહોંચતી નથી.” આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકવાળી શાળાઓની સંખ્યા વધુ છે. આરોગ્ય સુવિધાઓમાં PHC અને CHC છે તો યોગ્ય રીતે ચાલતા નથી. વિસ્થાપિતોને યોગ્ય વળતર નથી મળતું. આ સ્થિતિ જોવા માટે શહેરોના નેતાઓએ આ ગામડાઓમાં જવું જોઈએ. શહેરના કોન્ફરન્સ હોલમાં બેસીને વિકાસની વાતો કરવી સરળ છે પરંતુ અહીંના કીચડવાળા રસ્તે પગ મૂકીને બાળકોના ભૂખ્યા ચહેરા જોઈને અંતર આત્મા જાગશે.

7

નેતાઓ જો આ ગામડાઓમાં જાય તો સમજશે કે વિકાસ એટલે માત્ર કોંક્રીટ નહીં પરંતુ સર્વાંગી વિકાસ. રસ્તાઓ બનાવો જેથી હોસ્પિટલ સુધી પહોંચી શકાય. વીજળી અને પાણીની સુવિધા આપો. શાળાઓમાં ગુજરાતી સાથે આદિવાસી સંસ્કૃતિનું શિક્ષણ આપો. આરોગ્ય કેન્દ્રોમાં સ્થાનિક આયુષ વૈદ્યોને જોડો. જંગલ અધિકારોનું નિરાકરણ કરો, જમીન પર અધિકાર આપો. પીએમ જનમાન જેવી યોજનાઓને અમલમાં મૂકતા પહેલા નેતાઓ પોતે મુલાકાત લે. આમ કરવાથી યોજનાઓ કાગળ પર નહીં વાસ્તવિક જીવનમાં આવશે. આદિવાસીઓ આપણી સંસ્કૃતિના રક્ષક છે, પ્રકૃતિના સાથી છે. તેમને અવગણીએ તો વિકાસ અધૂરો રહી જશે.

સાચો વિકાસ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે છેવાડાના છેલ્લા ગામમાં પણ પ્રકાશ પહોંચે. જ્યાં અંધારું છે ત્યાં દીવો કરી વિકાસનો પ્રકાશ ફેલાવવો જોઈએ. શહેરોના નેતાઓ આ ગામડાઓમાં એક વાર જાઓ. બાળકોના સપના જુઓ, મહિલાઓના સંઘર્ષને સમજો, વૃદ્ધોની વેદના અનુભવો ત્યારે જ તમારી અંતર આત્મા જાગશે અને વાસ્તવિક વિકાસની દિશા બદલાશે. આદિવાસીઓને માત્ર યોજનાઓ નહીં પરંતુ તેમના જીવનમાં વિકાસનો દીવો પ્રગટાવો. આ ગુજરાતની સાચી પ્રગતિ વિકાસ કહેવાશે.

 

About The Author

Related Posts

Top News

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક

(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
Opinion 
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક

છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે

સરકારે શહેરોના વિકાસની વાતો કરતા નેતાઓને છેવાડાના આદિવાસી ગામડાઓની મુલાકાતે મોકલવા જોઈએ. આ એક સાદી પરંતુ તાકીદની વિનંતી છે. આજે...
Opinion 
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે

દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દેશમાં 20થી 29 વર્ષની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે, અને બહુ ઓછા સ્નાતકોને સ્નાતક થયાના...
National 
દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ભૂખ અત્યારે લોકોના માથે કઈ હદે સવાર છે, તેનો એક અત્યંત ચોંકાવનારો...
National 
દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.