પાક ઉપર ગંભીર સંકટ, આ ઈયળે ઉત્તર ગુજરાતમાં મચાવ્યો તાંડવ

આ વર્ષ ગુજરાતના ખેડૂતો માટે કપરું સાબિત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. પહેલા વધારે વરસાદના કારણે ચોમાસુ પાક ઘણી જગ્યાએ નિષ્ફળ ગયો. ત્યારબાદ સતત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે  આ વખત આંબાના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આંબા પર હજી મોર બેઠી છે અને નાની નાની કેરીઓ પણ આવી ગઈ છે, પરંતુ વાદળછાયા વાતવારનને કારણે મોર અને નાની કેરી ખરી પડે છે. તો બીજી તરફ ઉત્તર ગુજરતના ખેડૂતો પર મોટું સંકટ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતનાં ખેડૂતોને એરંડાના પાક પર અત્યારે કાતરા ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

ન્યૂઝ18ના અહેવાલ અનુસાર, ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને મહેસાણા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર કરવામાં આવે છે. એરંડો રોકડિયો પાક ગણાતો હોવાથી ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાતરા નામની ઈયળના વધતા ઉપદ્રવને કારણે એરંડા સહિત અન્ય પાકોમાં ભારે નુકસાન થઇ રહ્યું છે. આ ઉપરાંત પશુઓ માટે ઉગાડવામાં આવતો રજકો, લસકો અને લીલો ઘાસચારો પણ આ જીવાતથી પ્રભાવિત થયા છે, જેથી પશુપાલકો પર પણ આફત આવી પડી હોય તેવું લાગી રહ્યું છે.

castor
gujarati.news18.com

ઉનાળામાં પશુઓ માટે ચારો સરળતાથી મળતો નથી, એટલે ઘણા પશુપાલકો પોતાના ખેતરમાં રજકો અને ઘાસ વાવે છે. પરંતુ આ વર્ષે કાતરા ઉપદ્રવને કારણે પશુઓ માટેનો લીલો ચારો પણ નુકસાન પામી રહ્યો છે, જેના કારણે બહારથી ચારો મંગાવવો પડી રહ્યો છે. કાતરા ઈયળ શરીર ઉપર અસંખ્ય વાળ હોય છે. શરૂઆતમાં તે શેઢા-પાળ પર ઊગેલું નિંદામણ ખાય છે, પરંતુ પછી મુખ્ય પાક તરફ જઈને એરંડા, રજકો અને અન્ય લીલા ચારાને નુકસાન પહોંચાડે છે. કાતરા ઇયળ પાન, નરમ ડાળ અને ક્યારેક-ક્યારેક માળને પણ ખાઈ જાય છે, જેથી ધીમે-ધીમે આખું ખેતર નષ્ટ થવા દેખાવા લાગે છે.

ખેડૂતોએ જણાવ્યું છે કે કાતરા ખાસ કરીને એરંડાના પાનને પૂરી રીતે રીતે ખાઈ જાય છે. પાન નષ્ટ થવાથી છોડમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા અટકી જાય છે, જેના પરિણામે છોડનો વિકાસ અવરોધાય જાય છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી કાતરાનો ઉપદ્રવ વધતો જઈ રહ્યો છે. વાતાવરણમાં અચાનક ફેરફાર અને અનિયમિત વરસાદ જીવાતના વધારાને પ્રોત્સાહન આપતા હોવાનું માનવામાં આવે છે. એરંડાના પાક પર ચુસિયા અને અન્ય જીવાતો સાથે કાતરાનો પ્રહાર થતા પાક નિષ્ફળ જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે.

castor-oil-plant2
x.com/i/grok

સામાન્ય રીતે એક વિઘામાં 30-50 મણ સુધી એરંડાનું ઉત્પાદન મળતું હોય છે. બજારમાં હાલ એરંડાના ભાવ 1200 થી 1300 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યા છે. પરંતુ કાતરા ઈયળના કારણે ઉત્પાદનમાં 7-8 મણ સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખેડૂતોના મતે કેટલાક વિસ્તારોમાં 50 મણનું ઉત્પાદન ઘટીને 30 મણ સુધી પહોંચી ગયું છે. જેના કારણે ખેડૂતોને પ્રતિ વિઘા હજારો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એરંડો આર્થિક આધાર છે. ચોમાસુ વાવેતર નિષ્ફળ જતાં પહેલેથી જ આર્થિક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો હવે કાતરા ઉપદ્રવને કારણે વધુ ચિંતિત બન્યા છે. એક તરફ ઉત્પાદનમાં ઘટાડો અને બીજી તરફ પશુચારા સંકટ, બંને પરિસ્થિતિએ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

castor-oil-plant1
x.com/i/grok

કાતરા ઇયળ પર જૈવિક નિયંત્રણ માટે લીમડા આધારિત દવા એઝાડિરેક્ટીન 10000 PPM– 1% EC 10 મિલિ પ્રતિ 10 લીટર પાણી મુજબ છંટકાવ કરવાથી નિયંત્રણ કરવામાં મદદ મળે છે અને તેના પરજીવી કીટક ટીલોનમસનું સંરક્ષણ પણ થાય છે. જો ઉપદ્રવ વધુ જણાય તો ક્વિનાલફોસ 25 EC 20 મિલિ અથવા ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલિ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તેમ છતાં નિષ્ણાતો દવાનો ઉપયોગ કરતી વખતે માર્ગદર્શિકા મુજબ જ છંટકાવ કરવાની સલાહ આપે છે.

કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાતરા નિયંત્રણ માટે સમયસર પગલાં લેવા અત્યંત જરૂરી છે. એરંડા વાવેતર પહેલા શેઢા-પાળ ચોખ્ખા કરી દેવા જોઈએ જેથી શરૂઆતમાં જીવાતનું પ્રજનન ઘટે છે. વાવણી બાદ ખેતરમાં લાઇટ ટ્રેપ ગોઠવવાથી પુખ્ત જીવાતો આકર્ષાઈ નિયંત્રણમાં આવી શકે છે. દર વર્ષે ઉપદ્રવ રહેતો હોય તો ખેતરની ફરતે લગભગ 1 ફૂટ ઊંડો ખાડો બનાવી તેમાં પાઉડરરૂપી દવા નાખવાની સલાહ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી...
Entertainment 
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ 142નો ઉપયોગ...
National 
SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.