કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, પોલીસ સાથે પણ મગજમારી કરી

ફેબ્રુઆરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારે લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો. તો હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે ગઇકાલે રાત્રે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારબાદ ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી.

61

આ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ કારમાં બેસીને તપાસ કરતો હતો, જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસની નજર સામે જ ડ્રાઈવિંગ સીટની બાજુમાં દારૂની બોટલ હતી અને પાછળની સીટમાં પણ દારૂની બોટલ પડી હતી. આ સમગ્ર દૃશ્ય વીડિયોમાં પણ દેખાય છે. યુવરાજે પોલીસ સાથે મગજમારી પણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ બંનેને વાનમાં બેસાડી માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દારૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે દારૂ પીધેલી હાલતમાં બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. જોકે રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો. કોઇ કેસ નોંધવામાં આવ્યો નહોતો.

yuvraj
divyabhaskar.co.in

આ બાબતે માધવપુરા PI સી.આર રાણાએ જણાવ્યું હતું કે રાતે કોલરે સમાધાન કર્યું હતું, પરંતુ હવે વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે. સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે સમાધાન કેમ થયું તે બાબતે તપાસ કરવામાં આવશે. તો આ મામલે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું કે ગાડી મારા દીકરાની જ છે, પરંતુ પણ શું થયું એ નથી ખબર.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.