‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને પંજાબના લુધિયાણાની રહેવાસી રાજિન્દર કૌરે જણાવ્યું કે જો તેણે પહેલા સોશિયલ મીડિયા પર 'રીલ્સ' ન જોઈ હોત, તો કદાચ તે આજે જીવિત ન હોત.

રાજિન્દર કૌરે જણાવ્યું કે તે વારંવાર રીલ્સ જોતી હતી, એટલે તેને ખબર હતી કે આવા અકસ્માતોમાં કેવી રીતે બચવાનું છે. તે પહેલી વાર વૃંદાવન ગઈ હતી અને યમુના નદી પર નાવની સવારી કરી રહી હતી ત્યારે અચાનક હોડી પલટી ગઈ અને અફરાતફરી મચી ગઈ. અગાઉ જોયેલી રીલ્સને કારણે, તેને આવી પરિસ્થિતિઓમાં પાણીમાં પોતાને કેવી રીતે સાંભળવી અને પાણીમાં બચવાની રીત ખબર હતી, જેને કારણે તે બચી શકી. આ ઘટનાને યાદ કરીને તે ભાવુક થઈ ગઈ.

Vrindavan-Boat-Tragedy1
aajtak.in

તો, આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. અનેક પરિવારો પર શોકનો પહાડ તૂટી પડ્યો છે; મૃતકોમાં એક જ પરિવારના 7 સભ્યો અને લુધિયાણાના 2 અલગ-અલગ પરિવારોના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરીના ત્રીજા દિવસે આશરે 250 કર્મચારીઓની ટીમે 20 કિલોમીટરના દાયરામાં શોધખોળ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન, બંને લુધિયાણાના ડિંકી અને ઋષભ શર્માના મૃતદેહ યમુના નદીની સપાટી પર તરતા મળી આવ્યા હતા; તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના શોકગ્રસ્ત પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

સેના, NDRF, SDRF અને PACની ટીમો હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. અત્યાર સુધી 22 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકો અત્યારે પણ ગુમ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે દરેક ગુમ થયેલ વ્યક્તિ મળી ન આવે ત્યાં સુધી શોધખોળ કામગીરી ચાલુ રહેશે.

Vrindavan-Boat-Tragedy2
indianexpress.com

ઘટના ક્યારે અને કેવી રીતે બની?

આ અકસ્માત શુક્રવારે બપોરે આશરે 2:45 વાગ્યે શ્રી બાંકે બિહારી મંદિરથી લગભગ 2.5 કિલોમીટર દૂર આવેલા કેશી ઘાટ પાસે થયો હતો. અહેવાલો અનુસાર, નાવ ભારે પ્રવાહ અને તેજ પવનને કારણે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ફિફા પુલ સાથે અથડાયા બાદ તે યમુના નદીમાં પલટી ગઈ હતી. ઘટના બાદ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આશરે 50 સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને ગુમ થયેલા વ્યક્તિઓને શોધવાનું શરૂ કર્યું હતું. પ્રત્યક્ષદર્શી ગુલાબના જણાવ્યા અનુસાર, તે સમયે પવન ખૂબ જ જોરથી ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે હોડીએ કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો.

About The Author

Related Posts

Top News

યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં રેકોર્ડબ્રેક ગરમીએ તબાહી મચાવી છે. તીવ્ર ગરમીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રેન્ચ...
World 
યુરોપમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો! સરકારી એજન્સીના આંકડા બળબળતા તાપને કારણે 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે INDIA ગઠબંધનમાં ચેકમેટનો ખેલ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નવનિયુક્ત ઉત્તર પ્રદેશ પ્રભારી રાજેન્દ્ર...
National 
UPની ચૂંટણીમાં કોંગ્રેસે અડધી બેઠકો માંગી; માયાવતીના વખાણ કર્યા, અખિલેશ ટેન્શનમાં

પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

  લોકો ઘણીવાર રેલવે સ્ટેશનો પર સંબંધીઓ કે મિત્રોને છોડવા આવેલા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે. પરંતુ, શું તમે જાણો...
Business 
પ્લેટફોર્મ ટિકિટ હોવા છતા ₹500નો દંડ કેમ ફટકારવામાં આવ્યો? TTEએ જણાવ્યું કારણ

E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પેટ્રોમને તમારી કાર કે બાઇકમાં ભરાવો છે, તે કોના હિતોમાં ફેરફાર થઇ...
Tech and Auto 
E20 પેટ્રોલ ફરજિયાત કેમ? જૂના વાહનો માટે E5 કે E10નો વિકલ્પ કેમ નથી આપી રહી સરકાર?
Copyright (c) Khabarchhe All Rights Reserved.