ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

(ઉત્કર્ષ પટેલ)

એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય આજે વાસ્તવિકતા બની ગયું છે ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને તેમના વિઝનરી રિલાયન્સ ગ્રુપના કારણે. માર્ચ 2026માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સાસમાં 300 અબજ ડોલરનું ઐતિહાસિક રોકાણ કરી રહી છે. અમેરિકાના ઇતિહાસમાં 50 વર્ષમાં પહેલો નવો ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ છે. બ્રાઉન્સવિલમાં આ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડબ્રેકિંગ 2026ના બીજા ક્વાર્ટરમાં થશે અને 20 વર્ષના ઓફટેક એગ્રીમેન્ટ સાથે અમેરિકન શેલ ઓઇલનું પ્રોસેસિંગ થશે. આ માત્ર વેપાર નથી પણ ગુજરાતી ઉદ્યોગપતિના વિઝનનું પ્રતીક છે જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરે છે.

05

મુકેશ અંબાણીની જીવન ગાથા ગુજરાતની માટીમાંથી શરૂ થાય છે. તેમના પિતા ધીરુભાઈ અંબાણી ચોરવાડથી હતા. તેમણે માત્ર કપડાંની દુકાનથી શરૂઆત કરીને વિશ્વની સૌથી આધુનિક રિફાઇનરી સામ્રાજ્યનું નિર્માણ કર્યું. મુકેશ અંબાણીએ આ વારસાને આગળ વધાર્યો. તેમના હૃદય અને વિચારો હંમેશા ગુજરાત અને ભારત સાથે જોડાયેલા રહ્યા. તેમણે સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો પરંતુ પિતાના સ્વપ્નને પૂરું કરવા ભારત પરત આવ્યા. આજે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાંના એક છે. તેમની નેટવર્થ અબજો ડોલરની છે પરંતુ તેમનો સૌથી મોટો ખજાનો ગુજરાતની અસ્મિતા માટે મહેનત, વિઝન અને સમાજસેવા છે.

રિલાયન્સ ગ્રુપની સફર અદ્ભુત છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પ્લેક્સ 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસની ક્ષમતા સાથે આજે પણ ગુજરાતનું ગૌરવ છે. આ રિફાઇનરી માત્ર ક્રૂડ પ્રોસેસ કરતી નથી પણ હજારો લોકોને રોજગારી આપે છે અને ભારતના આર્થિક સ્વાવલંબનમાં યોગદાન આપે છે. ધીરુભાઈના સમયમાં ટેક્સટાઇલથી શરૂ થયેલી કંપની આજે પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ, રિટેલ અને નવા ઊર્જા ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરે છે. જિયો પ્લેટફોર્મે ભારતની ડિજિટલ ક્રાંતિ કરી છે. 50 કરોડથી વધુ ગ્રાહકો સાથે જિયોએ સસ્તો મોબાઈલ ડેટા અને 4જી 5જી નેટવર્ક આપીને ગામડાં સુધી ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજે જિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં પણ મોટા પાયે કામ કરી રહ્યું છે.

09

2026માં મુકેશ અંબાણીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ઐતિહાસિક જાહેરાત કરી છે કે રિલાયન્સ અને જિયો સાથે મળીને આગામી સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું (લગભગ 110 અબજ ડોલર) રોકાણ એઆઈમાં કરશે. જામનગરમાં મલ્ટીગીગાવોટ એઆઈ ડેટા સેન્ટર્સ બની રહ્યા છે અને 2026ના બીજા અર્ધમાં 120 મેગાવોટ ક્ષમતા ઓનલાઇન આવશે. આ રોકાણ માત્ર ટેક્નોલોજી માટે નથી પણ ભારતને વૈશ્વિક એઆઈ પાવર બનાવવાનું વિઝન છે. મુકેશ અંબાણીએ કહ્યું કે “ભારતની ડેમોગ્રાફી, ડેમોક્રસી, ડેવલપમેન્ટ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વમાં અજોડ છે.” આ એઆઈ ભારતના ખેડૂતો, ઉદ્યોગો, હેલ્થકેર અને એજ્યુકેશનમાં ક્રાંતિ લાવશે.

10

ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં મુકેશ અંબાણીએ જાહેર કર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 3.5 લાખ કરોડનું રોકાણ કર્યા પછી આગામી પાંચ વર્ષમાં તેને બમણું 7 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. તેમણે કહ્યું “ગુજરાત રિલાયન્સ માટે માત્ર સ્થળ નથી તે તેનું શરીર, હૃદય અને આત્મા છે. અમે એક ગુજરાતી કંપની છીએ.” જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બની રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ બનશે. આ પ્રોજેક્ટ ગુજરાતને ગ્રીન એનર્જીનું હબ બનાવશે અને હજારો યુવાનોને રોજગારી આપશે.

અમેરિકાના ટેક્સાસમાં રોકાણ તો એક ગુજરાતીના આત્મવિશ્વાસનું પરિણામ છે. આ પ્રોજેક્ટ અમેરિકાના એનર્જી લેન્ડસ્કેપમાં રિલાયન્સને મજબૂત ઉપલબ્ધિ આપશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને “અમેરિકાના કામદારો માટે મોટી જીત” કહ્યું અને રિલાયન્સનો આભાર માન્યો. આ રોકાણ ભારત અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરે છે અને ગુજરાતી ઉદ્યોગપતિની વૈશ્વિક સ્વીકૃતિ વધારે છે. રિલાયન્સની વૈશ્વિક ફલક પર પેટ્રોકેમિકલ્સના એક્સપોર્ટ, રિટેલમાં વિકાસ અને મીડિયા સેક્ટરમાં નવીનતા આજે ભારતને વિશ્વશક્તિ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.

08

મુકેશ અંબાણી માત્ર વ્યવસાયી નથી તેઓ એક વિઝનરી અને ફિલાન્થ્રોપિસ્ટ છે. તેમના પરિવાર પત્ની નીતા અંબાણી અને સંતાનો સાથે મળીને શિક્ષણ, આરોગ્ય અને ભારતીય ઉપરાંત સવિશેષ ગુજરાતી સંસ્કૃતિ માટે મોટા પાયે સમર્પિત છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગામડાંઓમાં આરોગ્ય સેવાઓ, શાળાઓ અને મહિલા સશક્તિકરણના સેવાકાર્યો ચાલે છે. આજે રિલાયન્સ ગ્રુપ લાખો લોકોને રોજગારી આપે છે, અર્થતંત્રને વેગ આપે છે અને ભારતને આત્મનિર્ભર બનાવે છે.

06

મુકેશ અંબાણીનું જીવન પ્રેરણા છે.

તેમના વિઝને દર્શાવ્યું કે એક ગુજરાતીની  મહેનત અને ભારતીય વિચારશક્તિ વિશ્વને જીતી શકે છે. અમેરિકામાં રોકાણ, ગુજરાતમાં વિકાસ અને ભારતમાં ડિજિટલ ગ્રીન ક્રાંતિ આ બધું એક જ વ્યક્તિના સપનાઓનું પરિણામ છે. ગુજરાતના યુવાનો માટે તેઓ આદર્શ છે જેઓ સપના જુએ છે અને તેને સાકાર કરે છે.

સારાંશ રૂપે મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ ગુજરાત અને ભારતનું ગૌરવ છે. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે કે એક ગુજરાતનો પનોતો પુત્ર અને એમનું પરિવાર વિશ્વને બદલી રહ્યો!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.