ભરઉનાળે વરસાદની 3 દિવસ આગાહી! ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો ચિંતાતુર

માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીએ પોતાના તેવર બતાવ્યા છે ત્યારે થોડા દિવસથી તાપમાનમાં આંશિક રાહત મળી રહી છે. આજે સવારે સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને પવન ફૂંકાયો હતો, પરંતુ ત્યારબાદ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. ત્યારે ચાલો જાણીએ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 4 દિવસ ગરમી ચાર ડિગ્રી સુધી ઓછી થતી હોય તેવો અનુભવ થઈ શકે છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. એક તરફ ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ બીજી તરફ 18 માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાદળછાયા વાતાવરણને કારણે આંબાના મોર ખરી પડશે, સાથે જ વાતાવરણ બગડવાના કારણે શાકભાજી સહિત અન્ય પાકમાં રોગ આવવાને કારણે ખેડૂતોને નુકસાન થઇ શકે છે.

rain
hindustantimes.com

આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સાથે પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન છે. આ સાથે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા કરાવતી આગાહી કરતા જણાવ્યું છે કે, હવામાનમાં પલટાને કારણે આંબાના મોર ખરવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 18 માર્ચ અગાઉ પશ્ચિમી વિક્ષોભની અસર થશે, જે કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. કરા પડવાની શક્યતા રહેશે અને પવનની ગતિ પણ રહેશે. 26-29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે. આ સાથે એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટો આવતો જશે. એટલે એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે-ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે.

rain
indianexpress.com

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હિટવેવની પણ કોઈપણ પ્રકારની શક્યતા જોવા મળી રહી નથી. પરંતુ આગામી 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ સુરત, તાપી રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી જશે. તેમજ અન્ય શહેરમાં પણ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાશે.

rain
oceanclock.com

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સર્જાયેલી પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.