ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉનાળાની વચ્ચે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે.

માર્ચના અંતમાં કમોસમી વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી વાતાવરણમાં મોટો પલ્ટો આવશે.

તારીખ: 16 થી 20 માર્ચ અને 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં રાજ્યમાં માવઠું પડી શકે છે.

કારણ: પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય થવાને કારણે દેશના અનેક ભાગો સહિત ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાશે.

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે: યેલો એલર્ટ જાહેર

બીજી તરફ, હવામાન વિભાગે આગામી બે દિવસમાં ગરમીમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની ચેતવણી આપી છે.

અમદાવાદ: શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે આ વિસ્તારોમાં 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

ambalal-patel
gujarati.news18.com

હાલની સ્થિતિ: હાલમાં રાજ્યના 12 જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે.

શહેર

તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)

ભાવનગર (સૌથી ગરમ)

38.0

રાજકોટ

37.9

મહુવા

37.8

અમદાવાદ / અમરેલી

37.7

સુરેન્દ્રનગર

37.5

માર્ચ મહિનાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી પડતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવે જો અંબાલાલ પટેલની આગાહી મુજબ કમોસમી વરસાદ થશે, તો ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

About The Author

Related Posts

Top News

117માંથી 94 ધારાસભ્યો AAPના, છતા ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ? સમજો રણનીતિ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદમાં એક ખાસ સત્ર દરમિયાન સર્વાનુમતે પસાર કરવામાં...
Politics 
117માંથી 94 ધારાસભ્યો AAPના, છતા ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ? સમજો રણનીતિ

પોલીસ કોન્સ્ટેબલ જ રૂ. 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો, રાજસ્થાનથી પકડાયો

દિલ્હી પોલીસે ફરી એકવાર 'ખાખી વર્દી'ને શરમમાં નાખી દીધી. પોલીસ વિભાગમાં તૈનાત એક કોન્સ્ટેબલ પર રૂ. 50...
National 
પોલીસ કોન્સ્ટેબલ જ રૂ. 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો, રાજસ્થાનથી પકડાયો

3 પત્નીવાળો પટ્ટાવાળો, સાળીને, સાસૂને,મહિલા મિત્રોને મોકલી દીધા 8.15 કરોડ સરકારી રૂપિયા

પીલીભીતમાં જિલ્લા શાળા નિરીક્ષક કાર્યાલય (DIOS)માં 5 કરોડ રૂપિયાના કૌભાંડના સંબંધમાં પોલીસે 7 મહિલાઓની ધરપકડ કરી. આમાં મુખ્ય...
National 
3 પત્નીવાળો પટ્ટાવાળો, સાળીને, સાસૂને,મહિલા મિત્રોને મોકલી દીધા 8.15 કરોડ સરકારી રૂપિયા

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા હતા. બાળપણથી...
Education 
સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.