શું 'રામાયણ'ના સીન હોલિવુડ ફિલ્મોની કોપી છે? ટીઝરમાં 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા વિઝ્યુઅલ પર ઉભા થયા સવાલ

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ રામાયણમાંથી ભગવાન રામનો લુક હનુમાન જયંતિ પર સામે આવ્યો હતો. ટીઝરમાં યુદ્ધના સીન અને શાનદાર VFX પણ જોવા મળ્યું, જેની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો કે ફિલ્મના સીન્સને હોલિવુડ ફિલ્મોની નકલ છે.

ramayana1
businesstoday.in

ટીઝરમાં બતાવવામાં આવેલા યુદ્ધના સીન (લંકામાં) કેટલાક યુઝર્સને હોલિવુડ ફિલ્મો જેવા લાગ્યા. કેટલાક લોકોએ તેને ગેમ ઓફ થ્રોન્સ અથવા અન્ય હોલિવુડ ફિલ્મોમાંથી પ્રેરિત ગણાવ્યા. રાક્ષસોની ડિઝાઇન અને કેટલાક શોટ્સને લોર્ડ ઓફ ધ રિંગ્સ જેવી હોલિવુડ ફિલ્મોની કોપી ગણાવ્યા.

ramayana4
bhaskar.com

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું કે, ‘રામાયણ ફિલ્મનું ટીઝર ગઈકાલે રીલિઝ કરવામાં આવ્યું હતું. બજેટ 4,000 કરોડ રૂપિયા છે, જ્યારે આ નાના ટીઝરમાં ઘણા શોટ્સ એવા છે જે હોલિવુડની ફિલ્મોમાંથી નકલ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે. પ્રશ્ન એ છે કે શું આટલી મોંઘી ફિલ્મમાં કોપી કરેલા શોટ્સથી દર્શકોને મુર્ખ બનાવવામાં આવી રહ્યા છે?

ramayana5
bhaskar.com

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘રામાયણમાં સીન ગેમ ઓફ થ્રોન્સ’, ‘ધ ડાર્ક નાઈટ એન્ડ ડ્યૂન: પાર્ટ ટૂ જેવી ફિલ્મો સાથે મળતા આવે છે, ત્યારે બીજા યુઝરે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, બાહુબલીમાં પણ ઘણા સીન એવા છે જે વિવિધ હોલિવુડ ફિલ્મો સાથે સામ્યતા ધરાવે છે.

ramayana2
bhaskar.com

'રામાયણ: પાર્ટ-1'ની સ્ટાર કાસ્ટ ખૂબ જ જોરદાર છે, જેમાં રણબીર કપૂર સાથે સાંઈ પલ્લવી માતા સીતાના રૂપમાં, યશ રાવણની ભૂમિકામાં, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે ભારતીય કહાનીઓને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે વિશ્વભરના નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા છે. ફિલ્મનું સંગીત સુપ્રસિદ્ધ હંસ ઝિમર અને એ.આર. રહેમાને મળીને તૈયાર કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.