અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડા અને વહેલી વાવણીની મોટી આગાહી

ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જામ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ સક્રિય થયેલા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ને કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ સેવાઈ રહી છે.

માર્ચના અંતમાં માવઠાની આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 માર્ચની આસપાસ એક નવો વિક્ષેપ સર્જાતા વાતાવરણ પલટાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 25 થી 28 માર્ચ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાય તેવી પણ શક્યતા છે.

એપ્રિલ અને મે મહિનો રહેશે તોફાની

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, માત્ર માર્ચ જ નહીં પણ એપ્રિલ મહિનો પણ કુદરતી આફતોથી ભરેલો રહેશે:

  • એપ્રિલ: 4 થી 8 એપ્રિલ અને ફરી 8 થી 10 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
  • ગરમીનો પારો: 26 એપ્રિલ બાદ ગરમી આક્રમક બનશે અને તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
  • મે-જૂન: મે મહિનામાં આંધી-વંટોળની શક્યતા છે. 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ સર્જાશે.
weather
gujaratsamachar.com

અરબી સમુદ્રમાં વાવાઝોડાનું સંકટ અને વહેલી વાવણી

હવામાન નિષ્ણાતે દરિયાઈ હલચલ અંગે પણ ગંભીર ચેતવણી આપી છે:

  1. ચક્રવાતની શક્યતા: 17મી મે બાદ અરબી સમુદ્રમાં હલચલ વધશે. 8મી જૂનથી પવનની દિશા બદલાતા 20મી જૂન સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.
  2. વહેલી વાવણી: આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવા સંકેતો છે, જેના કારણે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે.

હવામાન વિભાગનું અનુમાન

હાલમાં પાકિસ્તાન પર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, વિભાગના જણાવ્યા મુજબ આગામી એક સપ્તાહ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ 28 થી 30 માર્ચ વચ્ચે ગાજવીજ અને પવન સાથે હળવા માવઠાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ખેડૂતો અને જનતા માટે સૂચના

બપોરે કાળઝાળ ગરમી અને સાંજે વરસાદી ઝાપટા જેવી 'ડ્યુઅલ સીઝન'ને કારણે સ્વાસ્થ્ય બગડવાની અને પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને તેમના પાકની જાળવણી માટે આગોતરા પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

ambalal patel
ahmedabadexpress.com

ઓઇલ ક્રાઇસીસ સામે નિપટવા દુનિયાભરના દેશોએ લીધા આ પગલા

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એશિયાથી લઇને આફ્રિકા અને યુરોપની સરકારોએ ઓઇલ ક્રાઇસીસ માટે પોત પોતાના દેશમાં ઇંધણ બચાવવા માટેના પગલા લેવાનું શરૂ કરી દીધું છે. મિડલ ઇસ્ટમાંથી ઓઇલ પુરવઠો બાધિત થવાને કારણે આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.

About The Author

Top News

યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે...
World 
યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

'મા ની તબિયત ખરાબ' આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે...
National 
'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે...
Business  Gujarat 
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ...
Gujarat 
UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.