UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ 2024ની પ્રાથમિક પરિક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-1ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે ગાંધીનગરથી જયમીન પટેલે ગુજરાત હાઇકોર્ટમા અરજી દાખલ કરી હતી. આ કાયદાકીય લડાઈમાં હાઈકોર્ટે ઉમેદવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો, જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાને સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી.

UPSC
indianexpress.com

અરજદારની રજૂઆત હતી કે, પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે, વડાપ્રધાન વતી નહીં. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા, જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો આ એક પ્રશ્ન સાચો ગણાય, તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક બને તેમ હતું.

કોર્ટે પ્રથમ દૃષ્ટિએ સ્વીકાર્યું કે, UPSCનો જવાબ ખોટો લાગે છે, કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે, જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી.

કોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો નહીં થાય.

gujarat hc
english.bombaysamachar.com

UPSCએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. હવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી, અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યૂમાં બેસવાની મંજૂરી આપવામા આવે. UPSCએ દલીલ કરી હતી કે, આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યૂમાં બેસશે, જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે.

કોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યૂમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. જેથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યૂમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે.

અરજદારે એક અઠવાડિયામાં UPSCને લેખિતમાં બાંહેધરી આપવી પડશે કે ઇન્ટરવ્યૂમાં બેસવાથી તેનો નોકરી માટેનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં અને તે નિમણૂકનો દાવો કરી શકશે નહીં. તેના ઇન્ટરવ્યૂનું પરિણામ ફરીથી સીલબંધ કવરમાં રાખવામાં આવશે અને જ્યારે અન્ય તમામ ઉમેદવારોના પરિણામ જાહેર થાય ત્યારે અરજદારનું પરિણામ કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે.

About The Author

Related Posts

Top News

યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે...
World 
યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

'મા ની તબિયત ખરાબ' આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે...
National 
'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે...
Business  Gujarat 
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ...
Gujarat 
UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.