ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાત ભાજપ ના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલે જ્યારથી જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત ભાજપના સંગઠનમાં હૂંફ વિશ્વાસ અને નવચેતનાનો સંચાર થયો છે. હાલમાં જ તેમણે નિવેદન આપ્યું છે કે, "એક પ્રદેશ અધ્યક્ષ તરીકે હું મંચ પર છાયડામાં બેસું અને મારો કાર્યકર્તા સામે તડકામાં બેઠો હોય, એ મને કદાપિ પોસાય નહીં." 

આ એક ખૂબજ ગૂઢ સંદેશો આપનારું નિવેદન છે. પાછલા કેટલાક વર્ષોથી ગુજરાત ભાજપના સંગઠનમાં કાર્યકર્તાઓ અવગણના, ધાક અને અપમાનના ઝેરના ઘૂટડા પીતા હતા જેનાથી સંપૂર્ણ વિપરીત સંજોગો જગદીશભાઈ પંચાલના નેતૃત્વમાં કાર્યકર્તાઓ અનુભવ કરી રહ્યા છે. 

01

જગદીશ પંચાલ સમગ્ર ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓમાં તે જાણે વાલીની ભૂમિકા ભજવી રહ્યા છે અને ભાજપના સંગઠનના ગુણપ્રમાણે અધ્યક્ષ કાર્યકર્તાઓ માટે લાગણીનો ખભો જ હોય છે જે હાલ ચરિતાર્થ થયેલું જણાઈ રહ્યું છે. તેઓ નેતૃત્વની એવી પરંપરા ચાલુ રાખી રહ્યા છે જેમાં કાર્યકર્તા હંમેશાં પ્રથમ આવે છે. ગુજરાત ભાજપ હંમેશાં કાર્યકર્તા આધારિત પાર્ટી તરીકે જાણીતી છે અને જગદીશભાઈએ તેને વધુ મજબૂત કરી છે. તેમના આ અભિગમથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જાગ્યો છે. તેઓ બૂથ સ્તરના કાર્યકર્તાઓ સુધી પહોંચીને તેમની સમસ્યાઓ સાંભળે છે, તેમને માર્ગદર્શન આપે છે અને તેમના પ્રયાસોને મહત્ત્વ આપે છે.

02

જગદીશભાઈના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત અને સક્રિય બની રહ્યું છે. વિવિધ જિલ્લાઓમાં તેમની મુલાકાતો અને કાર્યકર્તા સંમેલનો કાર્યકર્તાઓને નવી પ્રેરણા આપી રહ્યા છે. આના કારણે પાર્ટીમાં એકતા, સમર્પણ અને વિજયની ભાવના વધી છે. કાર્યકર્તાઓ હવે ખુલ્લા મને વાત કરી શકે છે, તેમની મહેનતની નોંધ લેવાય છે અને તેઓ પોતાને પાર્ટીના અમૂલ્ય કાર્યકર્તા તરીકે અનુભવ કરી રહ્યા છે.

05

આ ફેરફારોની અસર ગુજરાતના રાજકારણમાં પણ જોવા મળશે. કાર્યકર્તાઓ જ્યારે પ્રોત્સાહિત અને પ્રસન્ન હોય ત્યારે તેઓ વધુ મહેનત કરે છે અને લોકો સુધી પાર્ટીના સંદેશને વધુ અસરકારક રીતે પહોંચાડી શકે છે. જગદીશભાઈ પંચાલનો આ જનકેન્દ્રી અને કાર્યકર્તા પ્રેમી અભિગમ ભાજપની પરંપરાને અનુરૂપ છે જે હંમેશાં કાર્યકર્તા આધારિત સંગઠન તરીકે જાણીતું છે. આજે ગુજરાત ભાજપ એક એવા નેતૃત્વ હેઠળ આગળ વધી રહ્યું છે જે કાર્યકર્તાઓને કેન્દ્રમાં રાખે છે.

03

આગામી દિવસોમાં આ નેતૃત્વના પરિણામે ગુજરાત ભાજપ વધુ મજબૂત અને સંગઠિત બનશે એમ કોઈ જ મનમેખ જણાતી નથી. કાર્યકર્તાઓનો વિશ્વાસ વધ્યો છે અને તેઓ પાર્ટી માટે વધુ મહેનત કરવા તૈયાર છે. આવા અધ્યક્ષની હાજરીથી પાર્ટીનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતના તમામ ભાજપ કાર્યકર્તાઓને આ નવા યુગમાં ખુશી છે કારણ કે તેમને એવા અધ્યક્ષ મળ્યા છે જેઓ તડકે છાંયડે એમની સાથે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે? દિગ્ગી રાજાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે તે અંગે ઘણા રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પોતાના મત આપતા હોય છે. પરંતુ...
Politics 
ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે? દિગ્ગી રાજાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત ભાજપ ના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલે જ્યારથી જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત ભાજપના સંગઠનમાં હૂંફ વિશ્વાસ અને નવચેતનાનો સંચાર...
Opinion 
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે

KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુરના મામલતદાર અમિતા સિંહ તોમરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર રાહત ભંડોળ કૌભાંડ...
National 
KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

કંપની ગ્રાહકો પાસેથી ખરીદશે મિનિટોમાં વેચાનારી આ કાર, જાણો કારણ

મહિન્દ્રાએ BE 6 Batman Editionના કેટલાક ગ્રાહકો માટે નવું બાયબેક એટલે કે પરત ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. આ નિર્ણય...
Tech and Auto 
કંપની ગ્રાહકો પાસેથી ખરીદશે મિનિટોમાં વેચાનારી આ કાર, જાણો કારણ

Opinion

ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત ભાજપ ના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલે જ્યારથી જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત ભાજપના સંગઠનમાં હૂંફ વિશ્વાસ અને નવચેતનાનો સંચાર...
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.