KBCમાં જીતેલા રૂ. 50 લાખ, હવે જેલ જવાની તૈયારી? મહિલા અધિકારીને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુરના મામલતદાર અમિતા સિંહ તોમરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર રાહત ભંડોળ કૌભાંડ કેસમાં હાઇકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન માટેની તેમની અરજી પણ ફગાવી દીધી છે. ત્યારબાદ તેમની ધરપકડની શક્યતા વધી ગઈ છે અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના 2021ની છે, જ્યારે શ્યોપુર જિલ્લામાં પૂર બાદ પીડિતોને રાહત ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે અમિતા સિંહ તોમર બડોદા તાલુકામાં મામલતદાર તરીકે પોસ્ટેડ હતા, ત્યારે તેમણે લગભગ 25 પટવારી અને 100થી વધુ વચેટિયાઓ સાથે મળીને 127 નકલી બેંક ખાતાઓમાં લગભગ 2.57 કરોડ રૂપિયાની રકમ વહેંચી દીધી હતી. આ ગેરરીતિ ડેપ્યુટી કલેક્ટર દ્વારા હાથ ધરાયેલા ઓડિટ દરમિયાન પકડાઈ ગઈ હતી, ત્યારબાદ બડોદા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી.

Amita-Singh-Tomar2
livehindustan.com

તપાસમાં એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે રાહત ભંડોળના વિતરણ દરમિયાન સંબંધીઓ અને પરિચિતોને પૂર પીડિત બતાવીને તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. આ કથિત કૌભાંડમાં તાલુકા કચેરીના કર્મચારીઓ અને મધ્યસ્થીઓ વચ્ચે મિલીભગત હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં અમિતા સિંહ તોમર અને 25 પટવારી સહિત 100થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

ધરપકડથી બચવા માટે અમિતા સિંહ તોમરે શરૂઆતમાં હાઇકોર્ટ (ગ્વાલિયર બેન્ચ)માં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, જેને બાદમાં કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ, તેમણે આગોતરા જામીન માટે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 17 માર્ચે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી હતી. હવે અથવા તો સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવું પડશે અથવા પોલીસ દ્વારા ધરપકડનો સામનો કરવો પડશે.

સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બડોદા પોલીસ સ્ટેશનની પોલીસ કોઈપણ ક્ષણે અમિતા સિંહ તોમરની ધરપકડ કરી શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, હવે તેમની પાસે શરણાગતિ કરવાનો અથવા કસ્ટડીમાં પૂછપરછની શક્યતા માટે પોતાને તૈયાર રહેવાનો વિકલ્પ છે.

Amita-Singh-Tomar1
hindi.news18.com

નોંધનીય છે કે મહિલા મામલતદાર અમિતા સિંહ તોમર પહેલી વાર 2011માં 'કૌન બનેગા કરોડપતિ' (KBC)ની પાંચમી સીઝન દરમિયાન ₹50 લાખ જીત્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં, સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ અને કોમેન્ટ કરીને વહીવટી કાર્યવાહીને ખોટી ગણાવવા અને સંવિધાન સાથે જોડાયેલી એક પોસ્ટ પર આપત્તિજનક કોમેન્ટ કરીને અમિતા તોમર સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

આટલું જ નહીં, અમિતા સિંહ તેમના વારંવારના ટ્રાન્સફરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો પણ લખી ચૂક્યા છે. વર્ષ 2023માં, તાલુકાનો હવાલો ન સોંપવાથી નારાજ તેમણે રાજીનામું પણ લખ્યું હતું.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.