આખો દિવસ રીલ્સ જોવાથી તમારું મગજ બીમાર થઈ રહ્યું છે; 'ડોપામાઇન ડિટોક્સ' જ બચાવી શકશે તમને

આજકાલ, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર ઘણો ખરો સમય વિતાવતા હોય છે. જ્યારે પણ તેમને થોડો પણ ખાલી સમય મળે છે, ત્યારે તેઓ તરત જ પોતાનો મોબાઇલ ફોન ઉપાડે છે. લોકો રીલ્સ પર કલાકો સ્ક્રોલ કરવામાં વિતાવે છે, ઘણીવાર તો તેમને સમયનો ખ્યાલ જ નથી રહેતો. કલાકો સુધી રીલ્સ જોવાથી અથવા ઘણા સમય સુધી ઓનલાઈન ગેમ્સ રમવાથી મગજ ઉત્તેજનાનું વ્યસની બની શકે છે, જેના કારણે લોકોને પોતાનું કામ કરવાનું અને વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની જતું હોય છે. આવા સ્ક્રીન ટાઇમની પડેલી આદતની સામે લડવા માટે ડોપામાઇન ડિટોક્સ કરવું અત્યંત જરૂરી છે.

Reels-Affects-Brain1
khabargaon.com

ડોપામાઇન ડિટોક્સમાં માણસે કેટલોક સમય એ વસ્તુથી દૂર રહેવાનું હોય છે કે જે વસ્તુ તેને તાત્કાલિક આનંદ આપતી હોય. આનો અર્થ મગજને રીસેટ કરવું છે, જેથી કરીને તે ફરીથી સામાન્ય થઈને પોતાનું કામ કરી શકે. ડોપામાઇન ડિટોક્સનો અર્થ અતિશય અને બિનજરૂરી ઉત્તેજના ઘટાડવી. ડોપામાઇનને પુરી રીતે દૂર કરી શકાતું નથી, અને ન તો પુરી રીતે દૂર થવું જોઈએ, તે શરીર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. ડોપામાઇન ટ્રિગર્સ એવી વસ્તુઓ હોય છે, કે જેને કારણે આપણે તરત જ ખુશ થઇ જઈએ છીએ, પરંતુ લાંબા ગાળે તે નુકસાનનું કારણ પણ બની શકે છે. લોકો તેમની આદતોને જોઈએ ડોપામાઇન ટ્રિગર્સને ઓળખી શકે છે. જો કોઈ આદત તમને કંટ્રોલ કરી રહી છે, તો તે ડોપામાઇન ટ્રિગર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, સમજ્યા વિચાર્યા વિના વારંવાર કંઈક કામ કરવું, પછી પાછળથી પસ્તાવો કરવો, સમય બગાડવો અને તમારો ખુદનો તમારી પર કંટ્રોલ ન રહેવો.

ડોપામાઇન ડિટોક્સ કરવું મુશ્કેલ નથી. ધીમે ધીમે એની શરૂઆત કરો. 2 થી 4 કલાક માટે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહો, પછી ધીમે ધીમે તેનો સમય વધારો. જો તમે ઇચ્છો, તો તમે અઠવાડિયામાં એકવાર નો-સ્ક્રીન ડે રાખી શકો છો.

EVM-Strong-Room7
gnttv.com

વારંવાર મોબાઈલ ફોન પર નોટિફિકેશન જોવાનું બંધ કરો. જરૂરી ન હોય ત્યાં સુધી તમારા ફોનને સાયલન્ટ મોડ પર મૂકી દો. થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબથી દૂર રહો.

નોંધ: આ સમાચાર ફક્ત જાગૃતિ ફેલાવાના હેતુ માટે લખવામાં આવ્યા છે. આના માટે અમે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીનો ઉપયોગ કર્યો છે. જો તમે તમારા સ્વાસ્થ્ય અથવા ત્વચા સંબંધિત કંઈપણ વાંચો, તો તેને અપનાવતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

About The Author

Related Posts

Top News

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa...
Gujarat 
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

આખો દિવસ રીલ્સ જોવાથી તમારું મગજ બીમાર થઈ રહ્યું છે; 'ડોપામાઇન ડિટોક્સ' જ બચાવી શકશે તમને

આજકાલ, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર ઘણો ખરો સમય વિતાવતા હોય છે. જ્યારે પણ તેમને થોડો પણ ખાલી સમય...
Lifestyle 
આખો દિવસ રીલ્સ જોવાથી તમારું મગજ બીમાર થઈ રહ્યું છે; 'ડોપામાઇન ડિટોક્સ' જ બચાવી શકશે તમને
Copyright (c) Khabarchhe All Rights Reserved.