ન પેટ્રોલ, ન વીજળી... છતા ચાલશે ગાડી! આવી ગઈ વિશ્વની પ્રથમ સૌર એમ્બ્યુલન્સ 'સ્ટેલા જુવા'

ઘણીવાર, જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક એમ્બ્યુલન્સનું અંતર હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલ અને વીજળી સહિતના આવશ્યક સંસાધનોની અછત આ મુશ્કેલ પડકારને વધારે છે. કલ્પના કરો... એક એવી એમ્બ્યુલન્સ જેને કોઈ બળતણ, વીજળી જેવા એક્સટર્નલ સપોર્ટ સિસ્ટમ વિના માત્ર સૂર્યપ્રકાશ પર ચાલતી હોય. આટલું જ નહીં; તેનો ઉપયોગ સૂર્યપ્રકાશમાંથી મેળવેલી ઉર્જાનો ઉપયોગ એમ્બ્યુલન્સની અંદર દર્દીઓની સારવાર માટે વપરાતા તબીબી ઉપકરણોને પાવર આપવા માટે પણ થતો હોય. આ કોઈ સાયન્સ ફિક્શનની કહાની નથી, પરંતુ વાસ્તવિકતા બનવા માટે તૈયાર એક નવી તકનીક છે. તેનું નામ 'સ્ટેલા જુવા' છે, જે આગામી સમયમાં મેડિકલ સાયન્સની દુનિયામાં ક્રાંતિ લાવી શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે સમયસર તબીબી સારવાર ન મળી શકવાને કારણે ઘણા લોકો જીવ ગુમાવે છે. તેમાં એક મુખ્ય પરિબળ એ છે કે સમયસર દર્દી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. નેધરલેન્ડ્સની એક ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક જૂથે આ જ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. તેણે વિચાર્યું કે વિશ્વના એ ભાગો જ્યાં રસ્તા તો છે, પરંતુ વીજળી અને હોસ્પિટલ નથી, ત્યાં દર્દીઓને તબીબી સંભાળ કેવી રીતે પહોંચાડી શકાય. આ વિચારધારાએ એક એવી એમ્બ્યુલન્સને જન્મ આપ્યો જે પોતે જ પોતાની ઉર્જા ઉત્પન્ન કરે અને કોઈપણ પરિસ્થિતિમાં દર્દી સુધી પહોંચે.

તેમણે દિવસ-રાત અથાક મહેનત કરીને એક વાહન વિકસાવ્યું, જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલે છે. આ વાહનનું નામ 'સ્ટેલા જુવા' રાખવામાં આવ્યું. તે ફક્ત પરિવહનનું એક માધ્યમ નથી, પરંતુ તે હરતી-ફરતી નાનકડી હોસ્પિટલ છે. એક મોટી સૌર ઉર્જા કંપનીએ પણ આ સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદ કરવા માટે વિદ્યાર્થીઓ સાથે સહયોગ કર્યો. કંપનીએ વિશિષ્ટ સૌર પેનલ્સ પ્રદાન કરી, જે સામાન્ય પેનલ્સ કરતા વધારે શક્તિશાળી અને ટકાઉ છે. આ પેનલ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, કે તે સૂર્યપ્રકાશનો વધુમાં વધુ હિસ્સો ઓબ્ઝર્વ કરે છે.

Solar-Powered Ambulance
aikosolar.com

સ્ટેલા જુવા શું છે?

સ્ટેલા જુવા નેધરલેન્ડ્સની આઇન્ડહોવન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી એક અનોખી પ્રકારની એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સ સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલશે, અને તેની અંદર રહેલા તબીબી ઉપકરણો પણ તે જ સ્ત્રોત દ્વારા સંચાલિત થશે. આ પ્રોજેક્ટને જુલાઈ 2026 સુધીમાં રસ્તા પર ઉતારવાની યોજના છે. તેનો ઉદ્દેશ્ય એવા પ્રદેશોમાં તબીબી સંભાળ પહોંચાડવાનો છે જ્યાં વીજળી અથવા ઇંધણ જેવા મૂળભૂત માળખાનો અભાવ હોય.

આ પ્રોજેક્ટ માટે, દુનિયાની પ્રખ્યાત સૌર પેનલ્સ AIKOએ સોલર ટીમ આઇન્ડહોવન સાથે સહયોગ કર્યો છે. AIKO તેના ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા ABC (ઓલ બેક કોન્ટેક્ટ) સોલર સેલ માટે પ્રખ્યાત છે, જેનો ઉપયોગ આ એમ્બ્યુલન્સમાં થઈ રહ્યો છે. આ નવીન સૌર ટેક્નોલોજી એમ્બ્યુલન્સની સૌથી મોટી તાકત છે. સૌર સેલ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કે વધુમાં વધુ સૂર્યપ્રકાશ ઓબ્ઝર્વ કરી શકે. તેમાં ફ્રન્ટ સાઇડ પર કોઈ મેટલ નથી હોતું, જેથી વધુ પ્રકાશ મળે છે.

students
mid-day.com

આ પેનલ્સ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેને સેલ્સ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ચાલનારા બને છે. આ ઉપરાંત, આ ટેક્નોલોજી હવામાન પરિસ્થિતિઓ અને તાપમાનમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે એટલે કે ભારે ગરમી, ઠંડી અથવા પડકારજનક વાતાવરણમાં પણ એમ્બ્યુલન્સ વિશ્વસનીય રીતે કાર્ય કરશે. સ્ટેલા જુવા એક મૂવિંગ  પાવર સપ્લાય તરીકે પણ કામ કરે છે. તે એવા સ્થળોએ પણ તબીબી ઉપકરણોને પાવર આપવા સક્ષમ છે જ્યાં ગ્રીડ વીજળી ઉપલબ્ધ નથી. એટલે કે હવે દૂરના ગામડાઓ અને દુર્ગમ વિસ્તારોમાં સમયસર તબીબી સંભાળ પહોંચાડી શકાય છે.

આ પ્રોજેક્ટ ક્લીન એનર્જી, અદ્યતન પરિવહન અને આરોગ્યસંભાળને એક સાથે જોડે છે. આઇન્ડહોવન સોલાર ટીમ અગાઉ પણ મોટા સૌર-સંચાલિત પ્રોજેક્ટ્સ બનાવી ચૂકી છે. ટીમે સતત 4 વખત વર્લ્ડ સોલર ચેલેન્જ (ક્રુઝર ક્લાસ) જીત્યો છે. આ અગાઉ, ટીમે સ્ટેલા વિટા નામની સોલર કેમ્પર વેન અને સ્ટેલા ટેરા નામની એક ઓફ-રોડ સૌર વાહન વિકસાવ્યું હતું, જે ઉબડખાબડ રસ્તાઓ અને દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી દોડી શકે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.