BMWએ ડિગ્રી વિના 19 વર્ષીય છોકરીને આપી દીધી નોકરી, કારણ જાણીને હેરાન રહી ગઈ દુનિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર હાલમાં 19 વર્ષની ગૌરી એમ.ની સફળતાની કહાની ખૂબ વાયરલ થઈ રહી છે, જે મોટી-મોટી ડિગ્રીઓ પર પ્રશ્નો ઉભા કરી રહી છે. વિશ્વની અગ્રણી કાર ઉત્પાદક BMWએ ગૌરીને ફુલ-ટાઇમ માર્કેટિંગ ભૂમિકા માટે પસંદ કરી છે, જ્યારે તેની પાસે અત્યારે કોઈ કોલેજ ડિગ્રી નથી. સામાન્ય રીતે જે પદ માટે લગભગ 5 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે ત્યાં ગૌરીએ ફક્ત તેની પ્રતિભા અને ડિજિટલ પ્રોફાઇલના આધારે જગ્યા બનાવી લીધી છે. તેની આ સિદ્ધિએ ઘણા યુવાનોને આશ્ચર્યચકિત કરી દીધા છે જેઓ માત્ર પુસ્તકીય જ્ઞાનને જ નોકરીનો એકમાત્ર રસ્તો માનતા હતા.

BMW1
hindi.news24online.com

ગૌરીની આ સફળતા પાછળ તેની મજબૂત પર્સનલ બ્રાન્ડ અને સોશિયલ મીડિયા પર તેની જોરદાર પકડને મુખ્ય કારણ માનવામાં આવે છે. LinkedIn પર તેના 65,000 થી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર 35,000થી વધુ ફોલોઅર્સ છે, જે તેની, ડિજિટલ માર્કેટિંગ કુશળતાનો સીધો પુરાવો આપે છે. પોતે ગૌરીએ પોતાની  ઓફર વિશે વિગતો શેર કરતા, જણાવ્યું કે તેને આ પદ માટે કોઈ અરજી કે ઇમેઇલ કરવી પડી નથી, પરંતુ કંપનીએ પોટેની તેની પ્રોફાઇલ જોઈને તેનો સંપર્ક કર્યો. આ સાથે જ ફક્ત એક અઠવાડિયાના સમયગાળામાં 3 અન્ય કંપનીઓએ તેને માંગ્યા વિના નોકરીની ઓફરો આપી, જેણે વ્યક્તિગત બ્રાન્ડિંગની તાકાત સાબિત કરી દીધી છે.

ઇન્ટરનેટ પર લોકો આને ફક્ત નસીબની વાત નહીં, પરંતુ સતત કરવામાં આવેલી મહેનત અને દિશાનું પરિણામ કહી રહ્યા છે. ગૌરી ઘણા સમયથી ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓ સાથે કામ કરી ચૂકી છે અને તે સતત સોશિયલ મીડિયા પર તેના દૃષ્ટિકોણ અને કન્ટેન્ટ શેર કરતી રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આજના વિશ્વમાં તમારા LinkedIn અને Instagram એકાઉન્ટ્સ એક નાના પ્રોજેક્ટ અથવા પોર્ટફોલિયોની જેમ કાર્ય કરે છે, જે યોગ્ય લોકો સુધી તમારી પહોંચ બનાવે છે. ગૌરીએ સાબિત કર્યું છે કે જો તમારી પાસે યોગ્ય કુશળતા છે અને તમે તેને કેવી રીતે પ્રદર્શિત કરવી તે જાણો છો, તો મોટી કંપનીઓ તમારી પાસે દોડીને આવશે.

BMW
ndtv.com

ગૌરીની આ વાયરલ કહાનીએ વ્યાવસાયિક દુનિયામાં ડિગ્રી વિરુદ્ધ કૌશલ્યની એક નવી ચર્ચા જગાવી છે, જેમાં લોકો બે જૂથોમાં વિભાજીત થઈ ગયા છે. જ્યા યુવા પ્રોફેશનલ્સ તેને આધુનિક કારકિર્દી માટે એક નવો અને સાચો માર્ગ ગણાવી રહ્યા છે, ત્યારે અન્ય લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે દરેક ક્ષેત્રમાં ડિગ્રી વિના કામ ચાલી શકતું નથી, અને ઔપચારિક શિક્ષણનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે જેને અવગણવું ન જોઈએ. આમ છતા, આ કહાની લાખો વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે જેઓ પરંપરાગત માર્ગોથી અલગ થવાનું અને પોતાની આગવી ઓળખ બનાવવાનું સપનું જુએ છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.