અદાણીના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પર રોક, વન વિભાગે કેમ આપી કાર્યવાહીની ચીમકી?

મહારાષ્ટ્રના વન વિભાગે અદાણી ગ્રીન એનર્જીના એક પ્રોજેક્ટ પર કામ રોકવાનો આદેશ આપ્યો છે. આ તારલી પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ સતારા જિલ્લાના પાટણ તાલુકામાં બનાવવામાં આવી રહ્યો છે. તેની ક્ષમતા 1500 મેગાવોટ છે. વન વિભાગનું કહેવું છે કે કંપનીએ ‘નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ’ (NBWL)ની મંજૂરી લીધા વિના પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધું હતું. વન વિભાગે 13 નવેમ્બરે આ આદેશ જાહેર કર્યો હતો.

આના થોડા કલાકો પહેલા 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'એ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે કંપનીએ આ પ્રોજેક્ટની કિંમત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીએ પ્રોજેક્ટની કિંમત 5 હજાર 675 કરોડ રૂપિયાથી ઘટાડીને 56.75 કરોડ રૂપિયા કરવાની માંગ કરી છે. એટલે કે પ્રોજેક્ટની કિંમત 100 ગણી ઓછી જણાવવામાં આ છે. ખાસ વાત એ છે કે આની સીધી અસર એ પૈસા પર પડશે, જે કંપનીને જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે જમા કરવાના છે. અગાઉ કંપનીએ 227 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ ખર્ચ ઘટાડ્યા બાદ હવે માત્ર 2.27 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે.

adani
thestatesman.com

રિપોર્ટ અનુસાર, કંપનીએ 8 સપ્ટેમ્બર, 2026ના રોજ એક એફિડેવિટ આપીને પ્રોજેક્ટની કિંમત ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહારાષ્ટ્ર વન વિભાગે તાજેતરમાં તેને મંજૂરી આપી છે. ત્યારબાદ કંપનીએ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વના બેંક ખાતામાં 56.75 લાખ રૂપિયા જમા કરાવ્યા. આ પ્રોજેક્ટના નવા ખર્ચ એટલે કે રૂ. 56.75 કરોડના એક ટકા છે. બાકીની રકમ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL) તરફથી મંજૂરી મળ્યા બાદ જમા કરવામાં આવશે.

પાટણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.એસ, નલાવડેએ અદાણી પ્રોજેક્ટના જવાબદાર અધિકારીને કારણ દર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં જણાવાયું છે કે તારલી પ્રોજેક્ટની તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ NBWL પાસેથી મંજૂરી મેળવ્યા વિના કામ શરૂ કરી દીધું હતું. આમ કરવું એ જંગલો અને વન્યજીવોને લગતા નિયમોનું ઉલ્લંઘન છે. વન વિભાગના આદેશમાં ત્રણ બાબતો કહેવામાં આવી છે.

પ્રથમ, જ્યાં સુધી સંબંધિત વિભાગ અને NBWL તરફથી જરૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી, તરલી પ્રોજેક્ટ સાઇટ પરના તમામ કામો તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. બીજું, કંપનીએ ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો કરવો પડશે કે NBWLની મંજૂરી લીધા વિના પ્રોજેક્ટનું કામ શા માટે શરૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત વન વિભાગે કંપની પાસે પ્રોજેક્ટ સંબંધિત તમામ જરૂરી સરકારી મંજૂરી દસ્તાવેજો અને નકશા માંગ્યા છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ સાઇટ પર વૃક્ષો કાપવા માટે સંબંધિત વિભાગ પાસેથી મળેલી મંજૂરીની અસલ/પ્રમાણિત નકલ રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.

વન વિભાગે ચેતવણી આપી છે કે જો કંપની નોટિસ મળ્યાના 3 દિવસમાં સંતોષકારક જવાબ અને જરૂરી મંજૂરીના દસ્તાવેજો રજૂ નહીં કરે તો તેની સામે વન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 1500 મેગાવોટનો તરલી પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ તરલી ડેમના જળાશય પર બાંધવામાં આવનાર છે. આ માટે સાતારા જિલ્લાના પાટણ તાલુકાના નિવાડે, તોંડોશી, કાલમ્બે અને જલુ ગામની 150.74 હેક્ટર બિન-જંગલ જમીનનો ઉપયોગ કરવાનો છે.

About The Author

Related Posts

Top News

શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' ફાડી નાખ્યું. શિવસેનાનો...
Politics 
શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર યુવા હાર્દિક પટેલનો આગ્રહ હતો કે અનામતની માગનું આવેદનપત્ર સ્વીકારવા મુખ્યમંત્રી આનંદીબેન...
Gujarat 
શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

દિવાળી પછી દેશના વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતમાં ભાજપના પીઢ નેતાઓને સમય ફાળવ્યો. જોકે પક્ષના નેતાઓએ તેને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત...
Politics 
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લિખિત પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચને...
Politics 
શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.