હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું નક્કી!

હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જઈ શકે છે. જી હાં, તમે બરાબર વાંચ્યું, પંજાબ ફ્રેન્ચાઈઝી અચાનક હાર્દિકની ટ્રેડ ડીલમાં એન્ટ્રી થઇ ગઇ છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ એક ટ્રેડ ડીલ ફાઈનલ કરવાની ખૂબ નજીક છે. બદલામાં અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઇ શકે છે.

hardik
reddit.com

સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાના બદલામાં અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદની ટ્રેડ ડીલ પર પંજાબ અને મુંબઈના મેનેજમેન્ટ વચ્ચે સહમતી બની ગઇ છે. એવું માનવામાં આવે છે કે પહેલા IPL અધિકારીઓ આ ટ્રેડને આપશે અને આ અઠવાડિયામાં જ તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

અહેવાલો મુજબ, આ ટ્રેડનો વિચાર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સામે આવ્યો હતો, જેમાં હાર્દિક પંડ્યાના બદલામાં એક ફાસ્ટ બોલરને ટ્રેડ કરવાની વાત કહેવામાં આવી હતી. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) ફ્રેન્ચાઈઝી સમક્ષ હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાનો વિકલ્પ આવ્યો, ત્યારે તેના બદલામાં અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદને મુંબઈ ઈન્ડિયન્સમાં મોકલવા અંગે ચર્ચાઓ શરૂ થઈ.

મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને ટ્રેડ કરવા માટે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝીઓના સંપર્કમાં હતી. તેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ એકમાત્ર એવી ટીમ હતી જેની સાથે વાતચીત આગળના લેવલ સુધી પહોંચી હતી, જેમાં હાર્દિકના બદલામાં એકથી વધું ખેલાડીના ટ્રેડ પર વિચાર કરવામાં આવ્યો હતો.

arshadeep3
cricinfo.com

જો અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ છોડીને જાય છે, તો રિકી પોન્ટિંગના કોચિંગવાળી ટીમમાં ડાબા હાથના ઝડપી બોલરની જગ્યા ખાલી પડશે. એવામાં, PBKS અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે અન્ય એક ટ્રેડ ડીલ થવાની શક્યતા છે, જેમાં મોહસીન ખાન અને માર્કસ સ્ટોઈનિસની અદલાબદલી સંભવ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે જો હાર્દિક પંડ્યા પંજાબમાં જોડાય છે, તો માર્કસ સ્ટોઈનિસની ભૂમિકાનો પ્રભાવ ઘટી શકે છે.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો, IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સે તેને રૂ.16.35 કરોડમાં રિટેન કર્યો હતો. બીજી તરફ, અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સ તરફથી રૂ.18 કરોડ મળ્યા હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે જો આ બંને ખેલાડીઓ નવી ટીમમાં જોડાય છે, તો તેમને કેટલી રકમ મળશે.

About The Author

Related Posts

Top News

શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનિયા ગાંધીનું પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' ફાડી નાખ્યું. શિવસેનાનો...
Politics 
શિંદેની શિવસેનાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં ફાડ્યું સોનિયા ગાંધીનું પુસ્તક, બોલ્યા- ‘તેમાં ઝેર ભરેલું છે’, પ્રતિબંધ મૂકે સરકાર

શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર યુવા હાર્દિક પટેલનો આગ્રહ હતો કે અનામતની માગનું આવેદનપત્ર સ્વીકારવા મુખ્યમંત્રી આનંદીબેન...
Gujarat 
શું પાટીદાર આંદોલનના યુવાનોને હવે પસ્તાવો થાય છે?

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

દિવાળી પછી દેશના વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતમાં ભાજપના પીઢ નેતાઓને સમય ફાળવ્યો. જોકે પક્ષના નેતાઓએ તેને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત...
Politics 
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?

નવી દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા લિખિત પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચને...
Politics 
શું કોંગ્રેસમાં પરત ફરશે કેપ્ટન અમરિંદર સિંહ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.