ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો બોજ હવે પેસેન્જરો પર પડવાનું શરૂ થઈ ગયું છે. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ બુધવારે તેના ડોમેસ્ટિક (સ્થાનિક) અને ઈન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) રૂટ પર ફ્યુઅલ ચાર્જમાં સુધારાની જાહેરાત કરી છે. નવા દરો 2 એપ્રિલ, 2026 થી થતા તમામ નવા બુકિંગ પર લાગુ થઈ ગઈ છે.

ઈન્ડિગો દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, અંતરના આધારે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે:

સ્થાનિક (Domestic) રૂટ:

  • 500 કિમી સુધી: ₹275
  • 501 થી 1,000 કિમી: ₹400
  • 1,001 થી 1,500 કિમી: ₹600
  • 1,501 થી 2,000 કિમી: ₹800
  • 2,000 કિમીથી વધુ: ₹950

આંતરરાષ્ટ્રીય (International) રૂટ:

  • ભારતીય ઉપખંડ: ₹900 થી ₹2,500 સુધી
  • લાંબા અંતરના રૂટ: ₹3,000 થી ₹10,000 સુધી (જેમ કે યુરોપ અને આફ્રિકા)

01

ઈન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેટિંગ વાતાવરણમાં આવેલા અચાનક અને નોંધપાત્ર ફેરફારને કારણે આ પગલું લેવું અનિવાર્ય બન્યું છે. એરલાઇને વધુમાં ઉમેર્યું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરિયાત મુજબ ભવિષ્યમાં પણ ફેરફાર કરી શકે છે.

બુધવારે ATFના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો હતો. નોન-શેડ્યુલ અને ચાર્ટર ઓપરેશન્સ માટે ઇંધણનો ભાવ ગત મહિનાના ₹96,638.14 પ્રતિ કિલોલીટરથી વધીને સીધો ₹2.07 લાખ પર પહોંચી ગયો છે.

જોકે, સામાન્ય મુસાફરોને વૈશ્વિક ક્રૂડ ઓઈલની અસ્થિરતાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે મધ્યસ્થી કરી છે. સરકારે શિડ્યુલ એરલાઇન્સ માટે આ વધારાને 25 ટકા પર મર્યાદિત (કેપ) કર્યો છે. જેના કારણે સ્થાનિક એરલાઇન્સ માટે ઇંધણના દરમાં માત્ર 8.6 ટકા જેવો સાધારણ વધારો થયો છે.

અન્ય એરલાઇન્સે હજુ સુધી ભાડા વધારા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી, પરંતુ ઈન્ડિગોના આ પગલા બાદ ટૂંક સમયમાં અન્ય કંપનીઓ પણ ભાવ વધારી શકે તેવી શક્યતા છે.

About The Author

Related Posts

Top News

ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો બોજ હવે પેસેન્જરો પર પડવાનું શરૂ...
Business 
ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

ફિલ્મ ‘સ્પેશિયલ 26’માં અક્ષય કુમાર નકલી આવકવેરા અધિકારીઓની ટીમ સાથે ઝવેરીઓ અને મોટા વેપારીઓની દુકાનો પર દરોડા...
National 
ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

ચૂંટણીને કારણે પશ્ચિમ બંગાળ આ દિવસોમાં રાષ્ટ્રીય રાજકારણમાં વધારે ગરમી પેદા કરતુ રાજ્ય બની ગયું છે. રાજ્યમાં જયારથી SIR પ્રક્રિયા...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા

'સાહેબ, આવતા રહેજો, આવશોને?, આવીશ... હું ચોક્કસ આવીશ..., સાહેબ તમે ન જાવ, અરે રડ...
National 
'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.