કંપની ગ્રાહકો પાસેથી ખરીદશે મિનિટોમાં વેચાનારી આ કાર, જાણો કારણ

મહિન્દ્રાએ BE 6 Batman Editionના કેટલાક ગ્રાહકો માટે નવું બાયબેક એટલે કે પરત ખરીદવાનો વિકલ્પ આપ્યો છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે કંપનીએ લિમિટેડ એડિશન SUVનો બીજો બેચ લોન્ચ કર્યો અને પહેલા ખરીદદારોએ નારાજગી વ્યક્ત કરી હતી. મહિન્દ્રાએ ગયા વર્ષે મર્યાદિત સંખ્યામાં BE 6 બેટમેન એડિશન લોન્ચ કર્યું હતું, અને તેના બધા 999 યુનિટ માત્ર 135 સેકન્ડમાં વેચાઈ ગયા હતા. આનાથી ખબર પડે છે કે આ ખાસ એડિશનની ભારે માંગ છે.

આ વર્ષે, કંપનીએ ફરી એકવાર એ જ બેટમેન એડિશનના 999 યુનિટ લોન્ચ કર્યા હતા, જે 7 મિનિટમાં વેચાઈ ગયા હતા. પરંતુ, એ જ એડિશન બીજી વખત લોન્ચ કરવાના નિર્ણયથી પહેલા ખરીદદાર ખુશ નહોતા, કારણ કે તેમને લાગ્યું હતું કે તેમની કાર એક્સક્લૂઝિવ અથવા યુનિક રહેશે. ઘણા ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

BE-6-Batman-Edition
mahindraelectricsuv.com

ગ્રાહકોની વાત સાંભળીને મહિન્દ્રાએ હવે પહેલા 999 ખરીદદારોને તેમની કાર કંપનીને પાછી વેચવા અથવા બાયબેકનો સંપૂર્ણ વિકલ્પ ઓફર કર્યો છે. આ ઓફર ફક્ત પહેલા બેચના ગ્રાહકો માટે છે અને કંપનીના જણાવ્યા મુજબ, 30 દિવસના સમયગાળા માટે ખુલ્લી રહેશે. રસ ધરાવતા ગ્રાહકો આ ઓફર અંગે સંપૂર્ણ વિગતો મેળવવા માટે તેમના સંબંધિત ડીલરશીપનો સંપર્ક કરી શકે છે. કંપનીએ માન્યું કે, આ એડિશન લોકોએ ખૂબ પસંદ કરી, કારણ કે બંને વખત 999 યુનિટનો સ્ટોક ખૂબ જ ટૂંકા સમયમાં વેચાઈ ગયો છે.

BE 6 બેટમેન એડિશન, હિન્દ્રા અને વોર્નર Bros. સાથે મળીને બનાવી છે, જે DC સુપરહીરો, બેટમેનથી પ્રેરિત છે. આ SUVમાં સેટિન બ્લેક કલર, બેટ લોગો અને મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જેથી આ રોડ પર અલગ લાગે છે. અંદર પૂરી રીતે બ્લેક થીમ છે, જેમાં ગોલ્ડ હાઇલાઇટ્સ, બેટમેન બ્રાન્ડિંગ અને એક ખાસ નંબર પ્લેટ આપવામાં આવી છે. જે તેની લિમિટેડ એડિશન દર્શાવે છે.

BE-6-Batman-Edition2
thehindu.com

SUVમાં 79 kWh બેટરી આપવામાં આવી છે અને તેમાં રીઅર-વ્હીલ-ડ્રાઇવ ઇલેક્ટ્રિક મોટર સાથે આવે છે, જેથી મજબૂત પ્રદર્શન મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર એક વાર ફુલ ચાર્જ કર્યા બાદ લગભગ 682 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઉપરાંત, તેમાં 12.3-ઇંચની બે મોટી સ્ક્રીન, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને ADAS જેવી અદ્યતન સુવિધાઓ છે. કુલ મળીને, આ કાર સ્ટાઈલ, પ્રદર્શન અને એક્સ્ક્લૂઝિવનું ઉત્તમ સંયોજન છે.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.