ઈરાનની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરવાની ક્ષમતાને ગંભીરતાથી ન લેવી US માટે 'આઘાતજનક'

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક મહત્વનું વિશ્લેષણ સામે આવ્યું છે. કતાર સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર મહેરાન કામરાવાએ જણાવ્યું છે કે, અમેરિકાએ ઈરાનની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પર પકડ જમાવવાની ક્ષમતાને ઓળખવામાં ભારે થાપ ખાધી છે. તેમણે આ બાબતને અમેરિકા માટે આઘાતજનક ગણાવી છે.

04

પ્રોફેસર કામરાવાએ 'અલ જઝીરા' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઈરાન પાસે આ સમુદ્રી માર્ગને કાં તો સંપૂર્ણપણે બંધ કરવાની અથવા ત્યાંથી પસાર થતા જહાજોને પરેશાન કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. વર્તમાન સ્થિતિમાં ઈરાન પાસે આ માર્ગ બંધ કરવા અથવા શિપિંગ પર નિયંત્રણો લાદવા માટે હવે વધુ મજબૂત બહાનું છે. પ્રોફેસરે સમજાવ્યું કે ઈરાન હવે આ માર્ગને માત્ર એવા જ જહાજો માટે ખુલ્લો રાખી શકે છે જેમને તે પસાર થવા દેવા માંગતું હોય.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કામરાવાએ જણાવ્યું કે  ટ્રમ્પે જાહેર કર્યું હતું કે UAE, સાઉદી અરેબિયા અને કતાર આ યુદ્ધમાં ઇઝરાયેલ-અમેરિકાના પ્રયાસોને મદદ કરી રહ્યા છે. આ નિવેદન બાદ ઈરાન માટે આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરવાનું દબાણ અને કારણ બંને વધી ગયા છે.

06

પ્રોફેસર કામરાવાએ વધુમાં ઉમેર્યું કે, ઈરાન-ઈરાક યુદ્ધના અંતથી જ ઈરાન આ માર્ગ બંધ કરવાની ધમકી આપતું આવ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકાએ ક્યારેય આ ધમકીઓને ગંભીરતાથી લીધી હોય તેવું લાગતું નથી. ઈરાન આ માર્ગને પોતાના ફાયદા માટે વાપરી શકે છે તે બાબતને અમેરિકાએ નજરઅંદાજ કરી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના તેલ પુરવઠા માટેની સૌથી મહત્વની કડી સમાન છે. જો ઈરાન આ માર્ગ પર તેનું નિયંત્રણ કડક કરે, તો એશિયાના અનેક દેશોમાં તેલની અછત અને ભાવમાં પ્રચંડ વધારો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દૃશ્યો...
Gujarat 
દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને...
National 
હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'
Copyright (c) Khabarchhe All Rights Reserved.