દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દૃશ્યો સામે આવી રહ્યા છે. આજે ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ બોટલ મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને હોબાળો થયો હતો. માહોલ વધુ ગરમાતા થોડા સમય માટે સિલિન્ડરનું વિતરણ પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર, સંજેલી ગેસ એજન્સીના ગોડાઉન પર સંજેલી મામલતદારની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે સંજેલીના લોકો માટે એજન્સી તરફથી બીજા એક વાહનમાં ગેસના સિલિન્ડર ભરીને કર્મચારીઓને વિતરણ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળ્યા હોવાથી પરેશાન થઈ રહેલા સ્થાનિક ગ્રાહકો વાહન આવતા જ તૂટી પડ્યા હતા અ 'મને પહેલા આપો, મને પહેલા આપો'ની બૂમાબૂમ સાથે ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા અફરાતફરી મચી ગઈ હતી. ઘણાં સમયથી LPG ગેસ સિલિન્ડર ન મળતા ગ્રાહકોમાં એજન્સી પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

dahod1
divyabhaskar.co.in

આ સમગ્ર હોબાળા અંગે સંજેલી ઈન્ડિયન ગેસ એજન્સીના મેનેજર મુક્જમીન ભાઈએ જણાવ્યું હતું કે, 'એજન્સી દ્વારા ગેસના સિલિન્ડર ભરીને વિતરણ કરવા માટે સંજેલીમાં ટ્રક મોકલવામાં આવી હતી. ત્યાં કેટલાક ગ્રાહકો દ્વારા ભારે પડાપડી કરવામાં આવી હતી. વહેલા બાટલા મેળવવાના ચક્કરમાં બૂમાબૂમ સાથે ગાળાગાળી થતા જ ઘર્ષણ વધ્યું હતું. જોકે, બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.'

અવારનવાર થતા આ ઘર્ષણને કારણે એક તરફ ગ્રાહકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, તો બીજી તરફ એજન્સીના સંચાલકો માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આ બાબતે કાયમી ઉકેલ લાવે.

dahod2
divyabhaskar.co.in

કેટલાક ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે બબ્બે, ત્રણ-ત્રણ મહિનાથી તેમની ગેસ સપ્લાયની ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી દેવામાં આવી છે, તેમ છતા હજુ સુધી તેમને ભરેલો સિલિન્ડર આપવામાં આવ્યો નથી. ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રમેશ મહારાજ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, 'મારી ચોપડી અને ખાલી બોટલ અંદાજે બે-ત્રણ મહિનાથી એજન્સીમાં જમા છે. બે મહિના વીતી ગયા છતા હજુ સુધી ગેસનો બાટલો મળ્યો નથી અને વારંવાર ધક્કા ખાવા પડે છે. જો એજન્સી બોટલ સપ્લાય ન કરી શકતી હોય તો અમને અમારી ખાલી બોટલ પરત આપી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે.'

About The Author

Related Posts

Top News

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સીના LPG સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દૃશ્યો...
Gujarat 
દાહોદમાં ગેસ સિલિન્ડર માટે પડાપડી, બાટલા ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા

હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'

બરેલીમાં બેઝિક શિક્ષણ વિભાગના એક નવા આદેશથી સરકારી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને...
National 
હવે શિક્ષકોને 100 ક્વિન્ટલ ઘાસનું ભૂસું એકઠું કરવાનો આદેશ અપાયો! શિક્ષક સંઘે કહ્યું, 'કાલે ઉઠીને કહેશે ગાયનું છાણ લઇ આવો'
Copyright (c) Khabarchhe All Rights Reserved.