સુરતના આર્ય દેસાઈએ T20માં ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 81 બૉલમાં...

ગુજરાતના આર્ય દેસાઈએ T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તેણે સુરત ક્રિકેટ T20 લીગમાં માત્ર 81 બૉલમાં શાનદાર 193 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટને ગુજરાત ક્રિકેટ એસોસિએશને માન્યતા આપી છે. આર્યની ઇનિંગને T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર માનવામાં આવી રહ્યો છે. આ 22 વર્ષીય ખેલાડીના શાનદાર પ્રદર્શને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ઘણા સ્થાનિક હેન્ડલ્સ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલે આને T20 મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર ગણાવ્યો છે.

IANSના અહેવાલ મુજબ, GCA સચિવ અનિલ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી છે. T20 ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ અગાઉ ક્રિસ ગેલના નામે હતો, જેમણે 2013માં RCB માટે રમતા 66 બોલમાં 175 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા અને 17 છગ્ગાનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/p/DWG9LZSCepq/?utm_source=ig_web_copy_link

રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા આર્ય દેસાઇએ સુરત ક્રિકેટ T20 લીગમાં પોતાની બેટિંગ કુશળતાથી બધાને પ્રભાવિત કર્યા હતા. પોતાની ધમાકેદાર ઇનિંગ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. આ લીગની છઠ્ઠી સીઝન છે, જેમાં દરેક જિલ્લાના તમામ વય જૂથોના ટોચના રાજ્ય-સ્તરના ખેલાડીઓ ભાગ લે છે. આર્ય દેસાઇ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)નો ભૂતપૂર્વ ખેલાડી છે અને નેશનલ ક્રિકેટ એકેડેમીના કેમ્પમાં નિયમિત ભાગ લે છે. રાજ્ય સ્તરે, તે પોતાની નિરંતરતા, ક્લાસ અને આત્મવિશ્વાસ સાથે સતત સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. GCAના સચિવ અનિલ પટેલે પણ ક્રિકેટર તરીકે આર્ય દેસાઇની અત્યાર સુધીની સફર વિશે વાત કરી.

aarya-desai2
indiatvnews.com

IANSના અહેવાલ અનુસાર અનિલ પટેલે કહ્યું કે, મેં ક્યારેય કોઈને આ પ્રકારે આર્યની જેમ બોલને મારતો જોયો નથી. આ ઇનિંગ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન બંને દ્વારા માન્યતા પ્રાપ્ત ટૂર્નામેન્ટમાં આવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા 11 જિલ્લાઓના તમામ સંભવિત ખેલાડીઓ આ જ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ ટૂર્નામેન્ટની છઠ્ઠી સીઝન છે. છેલ્લી 3 સીઝનથી GCA પણ આ જ ફોર્મેટમાં મહિલા ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. રાજ્યની તમામ અંડર-19, અંડર-23 અને સીનિયર ખેલાડીઓ સુરતમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં વિવિધ ટીમોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

aarya-desai1
ndtv.in

આર્ય દેસાઈ વિશે બોલતા પટેલે કહ્યું કે, તે અગાઉ IPLમાં KKR ટીમનો ભાગ હતો અને તે એક ખૂબ જ આશાસ્પદ ખેલાડી છે. તેણે છેલ્લી રણજી ટ્રોફી સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા હતા. તેણે બંને વ્હાઇટ-બોલ ટૂર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. પાછલી વખત તેને દુલીપ ટ્રોફી ટીમમાં સ્થાન મેળ્યું હતું અને ઇમર્જિંગ પ્લેયર્સ ટૂર્નામેન્ટ માટે ભારતની અંડર-23 ટીમમાં પણ તેની પસંદગી થઈ હતી. કુલ મળીને અમે તેના માટે ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા રાખીએ છીએ.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.