ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: 9263 બેઠકો માટે 25537 ઉમેદવારો મેદાને, કોણ બાજી મારશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની વિવિધ સંસ્થાઓ માટે તા. 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે. રાજ્યભરમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે હજારો ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમ મશીનોમાં સીલ થવાનું છે. રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે બાકીની બેઠકો પર કડક રાજકીય જંગ જોવા મળશે.

કેટલાક વિસ્તારોમાં ચૂંટણી નહીં યોજાય

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીક બેઠકો પર ખાસ પરિસ્થિતિઓ સર્જાતા ત્યાં મતદાન નહીં થાય:

ઉમેદવારી ફોર્મ ન ભરાતા:

અડીયા તાલુકા પંચાયત (તા. હારીજ, જિ. પાટણ)

સતલાસણા તાલુકા પંચાયત (તા. સતલાસણા, જિ. મહેસાણા)

આ બંને બેઠકો પર એકપણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું ન હોવાથી ચૂંટણી યોજાશે નહીં.

ઉમેદવારના અવસાનને કારણે ચૂંટણી રદ:

આસ્તાન તાલુકા પંચાયત (તા. બારડોલી, જિ. સુરત)

દહેગામડા તાલુકા પંચાયત (તા. બાવળા, જિ. અમદાવાદ)

ચિતરીયા તાલુકા પંચાયત (તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)

માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોના અવસાનને કારણે આ ત્રણ બેઠકો પર હાલ ચૂંટણી રદ કરવામાં આવી છે.

ચૂંટણીનો કુલ આંકડો

કુલ બિનહરીફ બેઠકો: 736

મતદાન થનારી બેઠકો: 9263

કુલ ઉમેદવારો: 25,537

મહાનગરપાલિકા ચૂંટણી

કુલ મહાનગરપાલિકા: 15

કુલ વોર્ડ: 261

કુલ બેઠકો: 1044

બિનહરીફ બેઠકો: 43

તમામ 261 વોર્ડમાં મતદાન થશે

ઉમેદવારો: 3145

નગરપાલિકા (સામાન્ય ચૂંટણી)

કુલ નગરપાલિકા: 84

કુલ વોર્ડ: 656

કુલ બેઠકો: 2624

બિનહરીફ બેઠકો: 385

સંપૂર્ણ બિનહરીફ વોર્ડ: 53

મતદાન વોર્ડ: 603

ઉમેદવારો: 5441

જિલ્લા પંચાયત ચૂંટણી

કુલ જિલ્લા પંચાયત: 34

મતદાર મંડળ: 1090

બિનહરીફ બેઠકો: 52

મતદાન બેઠકો: 1038

ઉમેદવારો: 3059

તાલુકા પંચાયત ચૂંટણી

કુલ તાલુકા પંચાયત: 260

મતદાર મંડળ: 5234

બિનહરીફ બેઠકો: 2

ઉમેદવારી ન ભરાયેલી બેઠકો: 2

મતદાન બેઠકો: 4976

ઉમેદવારો: 13,871

નગરપાલિકા પેટા ચૂંટણી

કુલ નગરપાલિકા: 11

વોર્ડ: 12

બેઠકો: 13

બિનહરીફ બેઠકો: 4

મતદાન બેઠકો: 9

ઉમેદવારો: 21

મતદારોની સંખ્યા

પુરુષ મતદારો: 2,10,71,000

સ્ત્રી મતદારો: 1,97,44,000

અન્ય મતદારો: 848

સવારે 7 વાગ્યાથી મતદાન

વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજ સુધી ચાલુ રહેશે. ચૂંટણી પંચે મતદારોને નિર્ભયતાપૂર્વક અને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. હવે સમગ્ર રાજ્યની નજર મતદાન પર કેન્દ્રિત થઈ છે, જ્યાં લોકશાહીના આ મહાપર્વમાં જનતા પોતાનો અંતિમ નિર્ણય આપશે.

 

About The Author

Related Posts

Top News

'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ', દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ

મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના હટા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા બિજોરી પાઠક ગામની એક ગલીમાં લગ્નની વિધિ ચાલી રહી હતી....
National 
'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ',  દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ

નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું, કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

અલ્લાહાબાદ હાઇકોર્ટે છૂટાછેડા ભરણપોષણના કેસમાં એક વકીલને સખત ઠપકો આપ્યો છે. વકીલે તેની કામ કરતી પત્ની પાસેથી ભરણપોષણ મેળવવા માટે...
National 
નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું,  કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું, ઈરાન વિશે જાણો શું કહ્યું

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ' ડિનર દરમિયાન બનેલી ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધન કરી અને કહ્યું કે,...
World 
ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું, ઈરાન વિશે જાણો શું કહ્યું

યૌન શક્તિ વધારતી દવાએ જીવ લઇ લીધો; ઓવરડોઝ ગોળીઓ લેવાથી રોહિતે જીવ ગુમાવ્યો

હરિયાણાના ગુરુગ્રામમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સેક્ટર 53માં ભાડાના PG ફ્લેટમાં રહેતા 29 વર્ષીય યુવકનો મૃતદેહ...
National 
યૌન શક્તિ વધારતી દવાએ જીવ લઇ લીધો; ઓવરડોઝ ગોળીઓ લેવાથી રોહિતે જીવ ગુમાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.